Virtat Kohli: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે દાવો કર્યો, વિરાટ કોહલી જલ્દી થી T20 ફોર્મેટમાંથી નિવૃત્તી જાહેર કરશે, ટીમમાં જૂથબંધી હોવાનુ ગણાવ્યુ કારણ
વિરાટ કોહલી (Virat Kohli) એ ટી20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup-2021)પહેલા જ કહી દીધું હતું કે તે આ ટૂર્નામેન્ટ બાદ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી દેશે.
વિરાટ કોહલી (Virat Kohli) હવે T20 ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નો કેપ્ટન નથી. તેની જગ્યાએ રોહિત શર્માને આ જવાબદારી સોંપવામાં આવી છે. કોહલીએ ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup-2021) પહેલા જ કહી દીધું હતું કે તે રમતના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે નહીં. જોકે, વિરાટ કોહલી કેપ્ટન તરીકે વિદાય આપી શક્યો ન હતો.
ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી શકી નથી. વિરાટ કોહલીનો કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય ઘણા લોકોને પસંદ નથી આવ્યો અને હજુ પણ ઘણા લોકો તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગ સ્પિનર મુશ્તાક અહેમદે (Mushtaq Ahmed) તો ત્યાં સુધી કહ્યું કે કોહલીનો કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય દર્શાવે છે કે ટીમ ઈન્ડિયામાં કંઈક બરાબર નથી. મુશ્તાકે કોહલીની નિવૃત્તિ વિશે પણ વાત કરી છે.
મુશ્તાકે મીડિયા રિપોર્ટસમાં કહ્યું, જ્યારે કોઈ સફળ કેપ્ટન કહે છે કે તે કેપ્ટનશીપ છોડવા માંગે છે તો તેનો અર્થ એ છે કે ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. મને અત્યારે ટીમ ઈન્ડિયામાં બે જૂથ દેખાય છે. આ મુંબઈ અને દિલ્હી છે. મને લાગે છે કે કોહલી ટૂંક સમયમાં T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેશે. જોકે, તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાનું ચાલુ રાખશે.
IPLને કારણે ભારતની રમત બગડી
વર્લ્ડ કપ માં ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે લાંબા સમય સુધી બાયો બબલમાં રહેવાથી ટીમના ખેલાડીઓ પર અસર થઈ હતી, જેના કારણે વર્લ્ડ કપમાં પરિણામ આવ્યું હતું. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ IPL-2021માં રમી રહ્યા હતા.
આ પહેલા તે જૂનથી ઈંગ્લેન્ડના પ્રવાસે હતો અને સતત બાયો બબલમાં રહેતો હતો. મુશ્તાકે કહ્યું, મને લાગે છે કે IPLના કારણે ભારતીય ટીમ ફ્લોપ રહી હતી. મને લાગે છે કે તેના ખેલાડીઓ વર્લ્ડ કપના ઘણા સમય પહેલા બાયો બબલમાં હતા અને તેઓ તેનાથી કંટાળી ગયા હતા.
ઇન્ઝમામે ટેકો આપ્યો હતો
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકે પણ સંમત થયા કે બાયો બબલમાં લાંબા સમય સુધી રહેવાની અસર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર પડી છે. તેણે કહ્યું, હું રવિ શાસ્ત્રી સાથે સહમત છું કે ભારતીય ખેલાડીઓ વર્લ્ડ કપ માટે માનસિક રીતે તૈયાર નથી. તે લોકો આઈપીએલના કારણે થાકી ગયા હતા અને આ શરૂઆતની મેચોમાં જોવા મળી શકે છે.