AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એલોન મસ્કે ભારે કરી! અજાણી છોકરીને કહ્યું ‘મારા બાળકોની મા બની જા’, જાણો કોણ છે એ છોકરી અને મસ્ક સાથે તેનો શું છે સંબંધ?

ટેસ્લાના CEO એલોન મસ્ક એક નહીં બે નહીં પણ 14 બાળકોના પિતા છે. તેમ છતાંય તે હજુ પણ પિતા બનવા માંગે છે. વાત એમ છે કે, મસ્કે એક અજાણી છોકરીને તેના બાળકોની માતા બનવા કહ્યું છે. હવે તે છોકરી કોણ છે અને તેનો મસ્ક સાથે શું સંબંધ છે? તે જાણવું જરૂરી છે.

એલોન મસ્કે ભારે કરી! અજાણી છોકરીને કહ્યું 'મારા બાળકોની મા બની જા', જાણો કોણ છે એ છોકરી અને મસ્ક સાથે તેનો શું છે સંબંધ?
| Updated on: Apr 19, 2025 | 2:54 PM
Share

એલોન મસ્ક રોજને રોજ કઇંક નવી વાતો કરે છે અને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ મસ્કે ફરીથી પિતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, તેણે આ ઇચ્છા તેની પત્નીને નહીં પરંતુ કોઈ અજાણી ઇન્ફ્લુએન્સરને કહી કાઢી છે. તેણે ઇન્ફ્લુએન્સરને પૂછ્યું કે, શું તમે મારા બાળકોની માતા બનશો? તમને જાણીને નવાઈ લાગશે કે આ ઇન્ફ્લુએન્સર બીજું કોઈ નહીં પણ યુટ્યુબર ટિફની ફોંગ છે. જો કે, એલોન મસ્કની આ ઓફર ફોંગે સ્વીકારી જ નહોતી.

શું છે આખો મામલો?

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, મસ્કે ક્રિપ્ટો ઇન્ફ્લુએન્સરને સીધું પૂછ્યું કે, શું તે તેના બાળકને જન્મ આપશે? આશ્ચર્યજનક વાત એ છે કે, મસ્ક અને આ ક્રિપ્ટો ઇન્ફ્લુએન્સર એકબીજાને ઓળખતા જ નથી. ફોંગ ક્રિપ્ટો કોમ્યુનિટીમાં એક પ્રખ્યાત હસ્તી છે. X પ્લેટફોર્મ પર ફોંગના 3,35,000થી વધુ ફોલોઅર્સ છે. યુટ્યુબ પર 48,000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ ઇન્ફ્લુએન્સરે ઘણી મોટી હસ્તીઓના ઇન્ટરવ્યુ લીધા છે. જેના કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચિત છે. ફોંગે FTXના સ્થાપક સેમ બેંકમેન-ફ્રાઈડ સાથે એક ખાસ મુલાકાત પણ કરેલી છે.

મસ્કે ફોંગને મેસેજ મોકલ્યો

WSJના રિપોર્ટ મુજબ, મસ્કે 2024માં X પર ફોંગ સાથે ચેટ કરવાનું શરૂ કર્યું હતું. વાતચીત શરૂ થયા પછી, ફોંગને X પર સારી ઓળખ મળવા લાગી. જેના કારણે ફોંગ ખૂબ ખુશ હતી. તે પછી, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્કે ફોંગને એવો પ્રશ્ન પૂછ્યો કે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ફોંગ માટે આ અજીબ હતું કારણ કે, તે ક્યારેય મસ્કને મળી પણ નહોતી. તે મસ્કને ફક્ત સોશિયલ મીડિયા દ્વારા જ ઓળખતી હતી.

મસ્કની ઓફરથી ફોંગ ગભરાઈ

ફોંગે મસ્કની ઓફર નકારી કાઢી. જેના માટે તેણે મસ્કને કારણ આપ્યું કે, તે ટ્રેડિશનલ પરિવાર રાખવા માંગે છે. જર્નલ અનુસાર, ફોંગ તરફથી “ના” સાંભળ્યા પછી મસ્કે ફોંગને X પર અનફોલો કરી કાઢી. આ પછી, ફોંગને ડર હતો કે આનાથી તેના X પરના વધતા ફોલોઅર્સ પર અસર પડી શકે છે.

યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અમેરિકાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">