Russia Ukraine War : એલોન મસ્કે, વ્લાદિમીર પુતિનને કાયર ગણાવીને આપ્યો ખુલ્લો પડકાર, દાવ પર યુક્રેન
Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોમવારે જણાવ્યું હતું કે કિવના પશ્ચિમ, ઉત્તરપશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વમાં સોમવારે લડાઈ ચાલુ રહી હતી.
Russia Ukraine War: યુક્રેન (Ukraine)ની રાજધાની કિવની બહારના વિસ્તારમાં સોમવારે પશ્ચિમ, ઉત્તરપશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વમાં લડાઈ ચાલુ રહી. પૂર્વમાં રશિયન સરહદ (Russia border)ની નજીકથી પશ્ચિમમાં કાર્પેથિયન ટેકરીઓ સુધી, દેશભરના શહેરો અને નગરોમાં હવાઈ હુમલાની ચેતવણીના સાયરન્સ ગુંજ્યા હતા. રશિયન હવાઈ હુમલા (Air strikes)ઓએ મહત્વપૂર્ણ દક્ષિણી શહેર માયકોલાઈવ તેમજ પૂર્વીય શહેર ખાર્કિવમાં રહેણાંક મકાનોને નિશાન બનાવ્યા અને ઉત્તરપશ્ચિમમાં રિવને પ્રદેશમાં એક ટેલિવિઝન ટાવર (Television tower) તોડી પાડ્યો હતો.
આ વચ્ચે ઇલેક્ટ્રિક કાર કંપની ‘ટેસ્લા’ના સીઇઓ એલોન મસ્કે યુક્રેન સામેના હુમલાને લઈને રશિયા પર નિશાન સાધ્યું અને તેના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આમને-સામને લડાઈનો પડકાર ફેંક્યો. તે અહીંથી ન અટક્યો, તેણે રશિયન રાષ્ટ્રપતિને કાયર પણ કહ્યા. તમને જણાવી દઈએ કે એલોન મસ્કે પોતાના સ્ટારલિંક નેટવર્ક દ્વારા રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનને ઈન્ટરનેટ પ્રદાન કરી રહ્યા છે.
I hereby challenge Владимир Путин to single combat
Stakes are Україна
— Elon Musk (@elonmusk) March 14, 2022
એલોન મસ્કે ટ્વીટમાં શું કહ્યું
ટેસ્લાના માલિક એલોન મસ્કે ટ્વીટમાં પુતિનને યુક્રેન પરના બર્બર હુમલા માટે ઘેર્યા હતા. “હું વ્લાદિમીર પુતિનને આમને-સામને લડાઈ માટે પડકાર આપું છું અને યુક્રેન દાવ પર લાગશે, તેણે ટ્વિટ કર્યું. આ પછી તેણે બીજી ટ્વિટમાં લખ્યું, શું તમે આ લડાઈ માટે તૈયાર છો? આ ટ્વીટ સાથે મસ્કે રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનને પણ ટેગ કર્યું છે.
I hereby challenge Владимир Путин to single combat
Stakes are Україна
— Elon Musk (@elonmusk) March 14, 2022
ભારતે સોમવારે યુક્રેન(Ukraine) અને રશિયા(Russia) વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવવા માટે બંને દેશો વચ્ચે સીધો સંપર્ક અને વાતચીત કરવાની હાકલ કરી હતી. એમ પણ કહ્યું કે તેઓ આ બંને દેશોના સંપર્કમાં છે અને રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી નાયબ પ્રતિનિધિ આર રવિન્દ્રએ કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા, રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવા પર ભાર મૂકે છે.