ન્યૂઝક્લિક કેસમાં અમેરિકાના કરોડપતિ નેવિલ રોય સિંઘમને ઈડીએ પાઠવ્યું સમન્સ
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ એ ભારતમાં આવેલી ન્યૂઝક્લિકની ઓફિસ અને તેના કર્મચારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના દરોડામાં કરોડો રૂપિયાનું વિદેશી ભંડોળ મળ્યું હોવાનું બહાર આવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના દરોડા દરમિયાનની તપાસમાં સામે આવ્યું હતું કે, ન્યૂઝક્લિકમાં 86 કરોડનું વિદેશી ફંડિંગ થયું હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ અમેરિકાના કરોડપતિ બિઝનેસમેન નેવિલ રોય સિંઘમને ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકને પ્રાપ્ત થયેલા વિદેશી ભંડોળના સંબંધમાં પુછપરછ માટે સમન્સ મોકલ્યા છે. સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ નેવિલ રોયને પૂછપરછ માટે બોલાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્ક ટાઈમ્સે ચીન સાથે જોડાયેલી કંપનીઓને ફંડિંગ મળી રહ્યુ હોવા અંગે એક અહેવાલ જાહેર કર્યો હતો. જેમા નેવિલ રોય સિંઘમનું નામ પણ સામે આવ્યું હતું. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ એ વ્યાપક દરોડા પણ પાડ્યા હતા.
શુ છે સમગ્ર વિવાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂઝક્લિકને લઈને ન્યૂયોર્ક ટાઈમ્સે એક અહેવાલ જાહેર કરે તે પહેલા જ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ એ ભારતમાં આવેલી ન્યૂઝક્લિકની ઓફિસ અને તેના કર્મચારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના દરોડામાં કરોડો રૂપિયાનું વિદેશી ભંડોળ મળ્યું હોવાનું બહાર આવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના દરોડા દરમિયાનની તપાસમાં સામે આવ્યું હતું કે, ન્યૂઝક્લિકમાં 86 કરોડનું વિદેશી ફંડિંગ થયું હતું. આમાં મની લોન્ડરિંગ થકી રૂપિયા મળ્યા હોવાના પુરાવાઓ સામે આવ્યા હતા.
The Enforcement Directorate has issued summons to American millionaire Neville Roy Singham in connection with the NewsClick terror case: Sources
— ANI (@ANI) November 16, 2023
કોણ છે નેવિલ રોય સિંઘમ?
નેવિલ રોય સિંઘમ અમેરિકાના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે. નેવિલ રોય સિંઘમનો જન્મ 1954માં અમેરિકામાં થયો હતો. તેમના પિતા આર્ચીબાલ્ડ સિંઘમ ડાબેરી વિચારધારા ધરાવનારા હતા. આર્ચીબાલ્ડનો જન્મ બર્મામાં થયો હતો. તેમણે બ્રુકલિન કોલેજ, સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાં પોલીટીકલ સાયન્સના પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી. જે બાદ 1991માં તેમનું અવસાન થયું હતું. નેવિલ આઇટી કન્સલ્ટિંગ કંપની થોટવર્ક્સના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન છે. નેવિલ ઉપર ચીનના પ્રોપોગેંડાને પ્રોત્સાહન આપતા વિવિધ જૂથોને ભંડોળ આપવાનો આરોપ છે.
નેવિલ રોય સિંઘમે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1993માં થોટવર્ક્સની સ્થાપના પહેલા વર્ષો સુધી સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. નેવિલ રોય સિંઘમને 2009માં ફોરેન પોલિસી મેગેઝિન દ્વારા ‘ટોપ 50 ગ્લોબલ થિંકર્સ’માં સ્થાન આપવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો