AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake In Pakistan : ભૂકંપે પાકિસ્તાનને હચમચાવ્યું, ખૈબર પખ્તુનખ્વામાં 9ના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

Earthquake In Pakistan : ભૂકંપે પાકિસ્તાનને હચમચાવ્યું, ખૈબર પખ્તુનખ્વામાં 9ના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત
Khyber PakhtunkhwaImage Credit source: AP
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 7:59 AM
Share

અફધાનિસ્તાનમાં એપી સેન્ટર ધરાવતા ભૂકંપે અફધાનિસ્તાનની સાથેસાથે ભારત અને પાકિસ્તાનની પણ ધરતી ધ્રુજાવી હતી. મંગળવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પાકિસ્તાનમાં 6.8ની તીવ્રતાના ભૂકંપ અનભવાયો હોવાના કારણે ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું

6.8 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં જુર્મથી 40 કિમી દક્ષિણ પૂર્વમાં હતું. ભૂકંપ લગભગ 190 કિલોમીટરની ઊંડાઈએથી આવ્યો હતો. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે પાકિસ્તાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, અફઘાનિસ્તાન અને ભારતની રાજધાની દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

9 લોકોના મોત

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં પણ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છત, દીવાલ અને મકાન ધરાશાયી થવાની ઘટનાઓમાં નવ લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આઠ મકાનોને આંશિક નુકસાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે.

પાકિસ્તાનના આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

જોકે, સ્વાત જિલ્લા પોલીસ અધિકારી શફીઉલ્લાએ જણાવ્યું હતું કે જિલ્લામાં નવ લોકોના મોત થયા છે. જ્યારે 150 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તેને સારવાર માટે સૈદુ ટીચિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. દરમિયાન, રેડિયો પાકિસ્તાનના પીએમડી ડીજી મેહર સાહિબજાદ ખાનના જણાવ્યા અનુસાર, ઇસ્લામાબાદ, પેશાવર, લાહોર, રાવલપિંડી, ક્વેટા, કોહાટ, લક્કી મારવત, ડેરા ઇસ્માઇલ ખાન, દક્ષિણ વઝીરિસ્તાન અને દેશના અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.

પીએમ શાહબાઝ શરીફે સૂચના આપી

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ અને અન્ય સંસ્થાઓને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનના ડોન અખબાર અનુસાર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ઈસ્લામાબાદમાં મોટી સરકારી હોસ્પિટલો હાઈ એલર્ટ પર છે. આરોગ્ય મંત્રી અબ્દુલ કાદિર પટેલની સૂચના પર હોસ્પિટલોને એલર્ટ આપવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">