AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai News: દુબઈથી મુંબઈ પરત ફરતી ફ્લાઈટમાં ગૌહર ખાનની કિંમતી વસ્તુઓની ચોરી, ટ્વીટ કરીને એરલાઈન્સ પર ગુસ્સો ઠાલવ્યો

લોકપ્રિય ટેલિવિઝન સ્ટાર બનવાથી લઈને કેટલીક સફળ ફિલ્મોમાં અભિનય કરવા સુધી, ગૌહરે શોબિઝની દુનિયામાં તેની ક્ષમતાઓ માટે ઘણી પ્રશંસા મેળવી છે. વર્ષોથી અભિનેત્રી ઘણી ફિલ્મો, વેબ શો અને મ્યુઝિક વીડિયોનો ભાગ રહી છે.

Dubai News: દુબઈથી મુંબઈ પરત ફરતી ફ્લાઈટમાં ગૌહર ખાનની કિંમતી વસ્તુઓની ચોરી, ટ્વીટ કરીને એરલાઈન્સ પર ગુસ્સો ઠાલવ્યો
Dubai news
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 2:53 PM
Share

Gauahar Khan : ફેમસ એક્ટ્રેસ ગૌહર ખાન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું ખૂબ જ જાણીતું નામ છે. લોકપ્રિય ટેલિવિઝન સ્ટાર બનવાથી લઈને કેટલીક સફળ ફિલ્મોમાં અભિનય કરવા સુધી, ગૌહરે શોબિઝની દુનિયામાં તેની ક્ષમતાઓ માટે ઘણી પ્રશંસા મેળવી છે. વર્ષોથી અભિનેત્રી ઘણી ફિલ્મો, વેબ શો અને મ્યુઝિક વીડિયોનો ભાગ રહી છે. હાલમાં જ જ્યારે ગૌહર ખાન દુબઈથી મુંબઈ પાછી આવી ત્યારે આ સમયગાળા દરમિયાન તેનો અનુભવ ઘણો ખરાબ હતો. ગૌહર ખાને આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે.

આ પણ વાંચો ; Dubai News : જયપુર એરપોર્ટ પરથી 7 કિલો સોનાની પેસ્ટ પકડાઈ, ચોરોએ દુબઈથી ટ્રોલી બેગમાં છુપાવી હતી

ફ્લાઇટમાં ગૌહર ખાનનો સામાન ચોરાઈ ગયો

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી ગૌહર ખાને તેના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે, ફ્લાઈટમાં તેના સનગ્લાસ ચોરાઈ ગયા છે. તેણે એરલાઈન્સને પણ આ મામલે તપાસ કરવા વિનંતી કરી છે. આ સાથે એરલાઈન્સને ટેગ કરીને તેણે લખ્યું, “ગઈકાલે દુબઈથી મુંબઈની તમારી ફ્લાઈટ ek508 માં મારા સનગ્લાસ ચોરાઈ ગયા હતા, જ્યારે હું ઉતરી ત્યારે તે ફ્લાઈટમાં જ રહી ગયા હતા અને મેં તરત જ ભારતીય ગ્રાઉન્ડ સ્ટાફને જાણ કરી હતી.”

(Credit Source : @GAUAHAR_KHAN)

તેણે આગળ લખ્યું, “મારી સીટના પોકેટ માંથી 9j ની એક જોડી મળી આવી હતી પરંતુ મને આશ્ચર્ય થયું કે, જે પેકેટ મને આપવામાં આવ્યું હતું. તેમાં બીજી એક જોડી હતી જે મારી ન હતી. મેં તમારા હેલ્પ નંબર પર ઘણી વખત ફોન કર્યો અને પુરાવા સાથે ઈમેલ મોકલ્યો, કોઈ જવાબ આપ્યો નથી. કૃપા કરીને ચોરને શોધી કાઢો, કારણ કે તમારી પ્રતિષ્ઠિત એરલાઈન્સમાં કેમેરા ઈન્સ્ટોલ છે, જે સેવાઓ માટે મોટી રકમ વસૂલે છે.”

ગૌહર ખાન પ્રોફેશનલ લાઈફ

ગૌહર ખાન લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેણે ‘ઈશકઝાદે’, ‘બેગમ જાન’ અને બીજી ઘણી ફિલ્મોમાં જોરદાર અભિનય કર્યો છે. તેણે ટીવી પર ‘ઝલક દિખલા જા 3’, ‘બિગ બોસ 7’ અને ‘ખતરોં કે ખિલાડી 5’ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. ગૌહર ખાન સલમાન ખાનના શો બિગ બોસ 7ની વિજેતા રહી ચૂકી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">