Vibrant Gujarat Summit 2022: સીએમ ભૂપેન્દ્ર પટેલે દુબઇમાં પ્રથમ દિવસે યુએઇના બે મંત્રી અને આઠ ઉદ્યોગપતિઓ સાથે સફળ મુલાકાત કરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓબેરોય હોટલમાં આયોજિત રોડ શો દરમ્યાન કહ્યું કે, ગુજરાત ભારતના સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ અને અર્બનાઇઝડ્ ઇકોનોમી ધરાવતા રાજ્યોમાંનું એક રાજ્ય છે.

Vibrant Gujarat Summit 2022:  સીએમ ભૂપેન્દ્ર પટેલે દુબઇમાં પ્રથમ દિવસે યુએઇના બે મંત્રી અને આઠ ઉદ્યોગપતિઓ સાથે સફળ મુલાકાત કરી
CM Bhupendra Patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 10:06 PM

Vibrant Gujarat Summit 2022:  દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨(Vibrant Gujarat)  અંતર્ગત દુબઇની(Dubai) દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) આયોજીત રોડ-શૉ (Road Show) દરમ્યાન અગ્રણી ઉદ્યોગપતિઓનો સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રી બુધવારે સવારે દુબઈ પહોંચ્યા હતા અને ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે તેમણે વર્લ્ડ એક્સ્પો ની મુલાકાતથી દુબઈ પ્રવાસ નો આરંભ કર્યો હતો.

સામાજિક-આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નેશનલ લીડર

સીએમ ભૂપેન્દ્ર પટેલ સમગ્ર દિવસ દરમ્યાન યુ એ ઇ ના બે મંત્રીશ્રીઓ તેમજ 8 જેટલા અગ્રણી ઉદ્યોગ રોકાણકારોને વન ટુ વન બેઠકમાં મળ્યા હતા. મુખ્યમંત્રી એ સાંજે ઓબેરોય હોટલમાં આયોજિત રોડ શો દરમ્યાન કહ્યું કે, ગુજરાત ભારતના સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ અને અર્બનાઇઝડ્ ઇકોનોમી ધરાવતા રાજ્યોમાંનું એક રાજ્ય છે અને સામાજિક-આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નેશનલ લીડર બન્યું છે

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ત્રણેય પ્રોજેક્ટ્સની વિસ્તૃત છણાવટ કરી

ધોલેરા SIR, ગિફ્ટ સીટી, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ પર ગુજરાતે ભાર મૂક્યો છે.સીએમ પટેલે આ ત્રણેય પ્રોજેક્ટ્સની વિસ્તૃત છણાવટ કરી આવા ફયુચરિસ્ટિક પ્રોજેકટ્સના પાયામાં ગુજરાતને વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચરથી સજ્જ બનાવવાની વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન રહેલા છે તેમ ઉમેર્યુ હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે વિકાસના રોલ મોડેલ સ્ટેટ તરીકે મેળવેલી આ પ્રતિષ્ઠાની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા યુ.એ.ઇ ના ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને વાયબ્રન્ટ સમિટ-ર૦રરમાં સહભાગી થવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું.

ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત અત્યારે કેટલાક નોંધપાત્ર સ્ટાર્ટ અપ્સનું કેન્દ્ર છે. ગુજરાતમાં ઇન્ક્યુબેશન કેન્દ્રો, આઇક્રિએટ વિગેરે દ્વારા એક એવી સફળ ઇકોસિસ્ટમ વિકસી છે જેમાં ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળે છે.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત-સેલ્ફ રિલાયન્ટ ભારત માટેનું આહવાન કર્યુ છે. ગુજરાત ઔદ્યોગિક, કૃષિ, સામાજીક, માળખાકીય એમ સર્વગ્રાહી વિકાસથી આત્મનિર્ભર બની ‘‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ માટે પ્રતિબદ્ધ છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે. ગુજરાત યુ.એ.ઈ. માટે ભારતનું પ્રવેશદ્વાર છે અને ભારતમાં યુએઈનું પ્રવેશદ્વાર બનવા માટે એકદમ તૈયાર છે.

ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે

યુએઇમાં રહેતા ૩૫ લાખ ભારતીયો બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને તેમના વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે રહેતા ભારતીય સમુદાયોમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ  વાંચો : અમદાવાદમાં ધમધમતા રિલીફ રોડ વિસ્તારમાં ખુલ્લેઆમ ફાયરિંગ, આરોપીઓ ફરાર

આ પણ વાંચો : સુરતના અમરોલીમાં યુવકની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો, બે આરોપીની ધરપકડ કરી

g clip-path="url(#clip0_868_265)">