સુરતના અમરોલીમાં યુવકની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો, બે આરોપીની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા આરોપીઓના નામ છે મુકેશ ઉર્ફે છોટી ગાયકવાડ અને સાગર દંતાણી. આ બંને ઇસમોમાંથી મુકેશ ગાયકવાડ સુરતનો રહેવાસી છે. જ્યારે સાગર અમદાવાદના સરસપુરનો રહેવાસી છે.
Ahmedabad : સુરતના અમરોલીમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે, સામાન્ય બાબતે ઉગ્ર સ્વરુપ ધારણ કરતા આ હત્યાની ઘટના બની હોવાનું ખુલ્યું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે યુવકોની ધરપકડ કરી છે. કોણ છે આ આરોપીઓ વાંચો આ અહેવાલમાં.
કોણ છે હત્યાના આરોપી ?
ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા આરોપીઓના નામ છે મુકેશ ઉર્ફે છોટી ગાયકવાડ અને સાગર દંતાણી. આ બંને ઇસમોમાંથી મુકેશ ગાયકવાડ સુરતનો રહેવાસી છે. જ્યારે સાગર અમદાવાદના સરસપુરનો રહેવાસી છે. સુરતના અમરોલી વિસ્તારમાં બે મહિના પહેલા સન્ની શર્મા નામના યુવકનું બન્ને આરોપીઓએ હત્યા કરી હતી. બે મહિનાથી નાસતા ફરતા આરોપીઓ અમદાવાદમાં હોવાની માહિતીની આધારે ક્રાઈમ બ્રાન્ચે બંનેને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
કેવી રીતે ઉકેલાયો હત્યાનો ભેદ ? શા માટે આપ્યો હત્યાને અંજામ ?
આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે 26-9-2021 ના રોજ અમરોલી વિસ્તારમાં છાપરા ભાઠા ખાતે તાપીના પાળા પર ખુલ્લી જગ્યામાં બંને આરોપીઓ દારૂ પિતા હતા. તે સમયે મૃતક સન્ની શર્મા ત્યાં આવ્યો હતો અને દારૂ પીવાની ના પાડતા બોલાચાલી અને ગાળાગાળી થતા મુકેશ ગાયકવાડે છરીથી યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. બંને ઈસમો હત્યા કર્યા બાદ અમદાવાદમાં આવી ગયા હતા. અને છૂટક મજૂરી કરતા હતા. બંને ઈસમોએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હોવાની માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચે બંને યુવકો પકડી તપાસ કરતા સામે આવ્યું કે બન્ને જણા સુરતમાં હત્યા કરી અમદાવાદમાં આવી ગયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગુના ભેદ ઉકેલી દીધો.
આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરાશે.
આ પણ વાંચો : OMG : ઝુમ મીટિંગ દરમિયાન માત્ર ત્રણ મીનિટમાં આ CEOએ 900 કર્મચારીને કર્યા છુટા, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !