અમદાવાદમાં ધમધમતા રિલીફ રોડ વિસ્તારમાં ખુલ્લેઆમ ફાયરિંગ, આરોપીઓ ફરાર
રિલીફ સિનેમા કોમ્પ્લેક્ષ બાજુમાં આવેલ ગલીમાં મયુદ્દીન મેમણ નામના વ્યક્તિ બેઠા હતા તેવામાં ચાર જેટલા અજાણ્યા શખ્શો બે બાઈક ઉપર આવ્યા અને ફાયરિંગ કરી નાસી ગયા હતા.
અમદાવાદ (Ahmedabad)શહેરમાં બીજા દિવસે જાહેરમાં ફાયરીંગની(Firing)ઘટના બની છે. જેમાં કારંજ પોલીસ સ્ટેશનની(Karanj Police)હદમાં આવેલ રિલીફ સિનેમા(Relief Cinema)કોમ્પ્લેક્ષની બાજુમાં આમને સામને ચાર રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો હતો. જો કે ઘટનામાં કોઈ ઇજા નથી પહોંચી.ત્યારે પોલીસે ગુનો નોંધી ફાયરિંગ ચોક્કસ કારણ અને આરોપી શોધખોળ શરૂ કરી છે.
શહેરના રિલીફ રોડ વિસ્તારમાં ફાયરીંગની ઘટના બનતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.કારણ કે ચાર રાઉન્ડ ફાયરિંગ આમને સામને થયું હતું.પરતું ફાયરિંગમાં કોઈને જાનહાની થઇ ન હતી.રિલીફ સિનેમા કોમ્પ્લેક્ષ બાજુમાં આવેલ ગલીમાં મયુદ્દીન મેમણ નામના વ્યક્તિ બેઠા હતા તેવામાં ચાર જેટલા અજાણ્યા શખ્શો બે બાઈક ઉપર આવ્યા અને ફાયરિંગ કરી નાસી ગયા હતા.
જેમાં ફાયરિંગ કરનાર ઈલિયાસ નામનો આરોપી હતો.જો કે ઈલિયાસે મયુદ્દીન પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું પરતું સદનસીબે ગોળી વાગી નોહતી..બીજી બાજુ પોતાના સ્વબચાવ માટે મયુદ્દીન પણ પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વર થી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મયૂદ્દીન નું એક મકાન જુહાપુરા વિસ્તારમાં છે જેને ઈલિયાસને ભાડે આપેલું છે અને ઈલિયાસ મકાન ખાલી ન કરતો હોવાથી છેલ્લા ઘણા દિવસથી માથાકૂટ ચાલી રહી છે..જે બાબતને લઈને મયુદ્દીન પર ઈલિયાસે હુમલો કર્યો…જો કે હાલ કારજ પોલીસે ફાયરિંગ કરનાર ઈલિયાસ સાથે રહેલ સાગરીતો પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે..
જેમાં ફાયરિંગ કરી આરોપીઓ ભાગતા હોય તેવા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે..ત્યારે ફાયરિંગ પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ કરી રહી છે..શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે..કારણકે સામાન્ય બાબત પર લોકો ફાયરિંગ જેવી ધટનાઓ અંજામ આપી રહ્યા છે જે પોલીસનો કોઈને ડર ન રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
મહત્વનું છે કે, ગઇકાલે વસ્ત્રાલ વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવક પર ફાયરિંગની ઘટના બની હતી.વસ્ત્રાલ રિંગ રોડ પાસે બપોરે વાત્સલ્ય હાઈટ પાસે ઈશ્વર ઠાકોર નામના યુવાન પર કેટલાક લોકો ફરાર થઇ ગયા હતા…પ્રદીપ રાજપૂત નામના શખ્સે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી યુવકના માથામાં ગોળી મારતા તેને ગંભીર ઇજા થઇ હતી…હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : Gram Panchyat Election : ગુજરાતના આ ગામમાં ચૂંટણી જંગમાં સાસુ -વહુ આમને સામને , જાણો વિગતે
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાથી સત્તાવાર મૃત્યુ કરતા સહાય માટે વધુ અરજીઓ મળી