AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘અચાનક મોત માટે તૈયાર રહો…’ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ચેતવણી, ઈરાની અખબારે આપી ‘સીધી ધમકી’

અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રાહમના શંકાસ્પદ મોત બાદ ઈરાનના સરકારી અખબારે ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના ટોચના અમેરિકી અને ઈઝરાયેલી અધિકારીઓને "અચાનક મોત માટે તૈયાર રહો" એવી ખુલ્લી ચેતવણી આપી દીધી છે. ઈરાન આ મોતની ખુલ્લેઆમ ઉજવણી કરી રહ્યું છે અને તેમના સરકારી મીડિયાના નિવેદનોએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.

Breaking News: 'અચાનક મોત માટે તૈયાર રહો...' ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ચેતવણી, ઈરાની અખબારે આપી 'સીધી ધમકી'
Image Credit source: AI Generated
| Updated on: Jul 13, 2026 | 3:40 PM
Share

ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી લિન્ડસે ગ્રાહમનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. તેમના મૃત્યુ પછી હવે ઈરાની અખબારો જશ્ન મનાવી રહ્યા છે. ઈરાની અખબાર ‘હમશહરી’ એ પોતાની હેડલાઈનમાં સીધી રીતે ચેતવણી આપી છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ અને અન્ય અમેરિકી અધિકારીઓનું “અચાનક મૃત્યુ” થઈ શકે છે.

અમેરિકી સેનેટરના મોત બાદ, ‘હમશહરી’ અખબારે પોતાના પહેલા પાના પર એક તસવીર પણ છાપી છે. આ તસવીરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લિન્ડસે ગ્રાહમની તસવીર પાસે ઘૂંટણિયે બેઠેલા બતાવવામાં આવ્યા છે. સાથે જ આ તસવીરમાં અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અન્ય વરિષ્ઠ અમેરિકી તથા ઈઝરાયેલી અધિકારીઓ પણ હતા. આ તસવીરની ઉપર હેડલાઈન હતી. એમાં લખ્યું હતું કે, “અચાનક મૃત્યુ માટે તૈયાર રહો”.

આ દરમિયાન, ઈરાની અખબાર ‘વતન-એ-એમરોજ’ એ 13 જુલાઈએ પોતાના પહેલા પાના પર ગ્રાહમના મોતના સમાચાર છાપ્યા હતા અને હેડલાઈન “મોતના સૌદાગરનું મોત” આપી હતી.

ન્યૂઝ એન્કરે ઈરાનને અભિનંદન આપ્યા

તેહરાનની નિવેદનબાજીને વધુ વેગ આપતા ઈરાનના સરકારી મીડિયાના એક ન્યૂઝરીડરે ગ્રાહમના મોત પાછળ તેહરાનની ભૂમિકા તરફ ઈશારો કરતા કહ્યું કે, “હું ઈરાની રાષ્ટ્રને અભિનંદન આપું છું કે, યુદ્ધ ભડકાવનારા અને ઈરાન-વિરોધી અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રાહમને નરકમાં મોકલી દેવામાં આવ્યા છે.”

આ મીડિયા પ્રસારણોએ ડોનાલ્ડ ટ્રમ્પના MAGA સમર્થકો વચ્ચે કાવતરાની થિયરીઓને (ષડયંત્રના દાવાઓને) હવા આપી છે. ઘણા લોકોએ ગ્રાહમના મોતની તપાસની માંગ કરતા IRGC દ્વારા તેમને અગાઉ આપવામાં આવેલી જાનથી મારી નાખવાની ધમકીઓનો હવાલો આપ્યો છે.

શા માટે લિન્ડસેના મોતની ઉજવણી કરી રહ્યું છે ‘ઈરાન’?

સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રાહમે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સતત સૈન્ય સહાય આપવાનું સમર્થન કર્યું હતું. ગાઝા સંઘર્ષ દરમિયાન ઈઝરાયેલનો જોરદાર પક્ષ લીધો હતો અને વારંવાર તર્ક આપ્યો હતો કે, ઈરાનના વર્તમાન નેતૃત્વને સત્તા પરથી હટાવી દેવું જોઈએ.

તેમણે એવું સૂચન કરીને પણ વિવાદ ઊભો કર્યો હતો કે, ગાઝામાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવો ઈઝરાયેલ માટે યોગ્ય હોઈ શકે છે. આ સિવાય, 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ ગ્રાહમે ખુલ્લેઆમ ઈરાન સરકારને તોડી પાડવાની માંગ કરી હતી.

Breaking News : બેંગકોકમાં પબમાં લાગી ભીષણ આગ, 27ના મોત,થાઈલેન્ડના વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">