AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જગત જમાદાર ટ્રમ્પના એક નિર્ણયથી અનેક દેશોમાં હડકંપ, ભારત માટે ખૂલ્યા પ્રગતિના દ્વાર

ડોનાલ્ડ ટ્રમ્પના નવા 15% વૈશ્વિક ટેરિફથી વૈશ્વિક વેપારમાં ખળભળાટ મચ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી. આનાથી ભારત, ચીન અને મેક્સિકો જેવા દેશોને નિકાસમાં રાહત મળી છે.

Breaking News : જગત જમાદાર ટ્રમ્પના એક નિર્ણયથી અનેક દેશોમાં હડકંપ, ભારત માટે ખૂલ્યા પ્રગતિના દ્વાર
| Updated on: Feb 23, 2026 | 6:51 PM
Share

Donald Trumpના તાજા નિર્ણયથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે, પરંતુ આ સ્થિતિ ભારત માટે પ્રગતિની નવી તક લઈને આવી છે. અમેરિકાના એક મોટા ન્યાયિક નિર્ણય બાદ વૈશ્વિક વેપારની દિશા અચાનક બદલાઈ ગઈ છે, જેના સીધા પ્રભાવ અનેક દેશોની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહ્યા છે.

US Supreme Courtએ વૈશ્વિક વેપાર યુદ્ધ દરમિયાન ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા અનેક જૂના ટેરિફ રદ કરી દીધા હતા. આ નિર્ણય ટ્રમ્પ માટે મોટો કાનૂની અને રાજકીય આંચકો માનવામાં આવ્યો. જોકે, આ ચુકાદાના થોડા જ કલાકોમાં ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો અને તમામ દેશોની આયાત પર પ્રથમ 10 ટકા અને ત્યારબાદ 15 ટકાનો વૈશ્વિક ટેરિફ લાદવાની જાહેરાત કરી.

નવા 15 ટકાના વૈશ્વિક ટેરિફથી વૈશ્વિક બજારમાં એક અનોખી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોને નોંધપાત્ર રાહત મળી છે, જ્યારે કેટલાક વિકસિત દેશો માટે આ નિર્ણય આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે.

ભારત માટે પ્રગતિનો મોટો મોકો

અગાઉ અમેરિકાએ ભારતમાંથી નિકાસ થતી ચીજવસ્તુઓ પર 50 ટકા જેટલો ભારે કર લાદ્યો હતો, જેનાથી ભારતીય નિકાસકારોને ભારે નુકસાન થયું હતું. બાદમાં આ દર ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યો અને તાજેતરમાં બંને દેશો વચ્ચે તેને 18 ટકા સુધી લાવવા પર સહમતિ થઈ હતી.

શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આ દર 10 ટકા થયો અને ટ્રમ્પના નવા આદેશ બાદ 15 ટકા નક્કી થયો. ભારત માટે આ 15 ટકાનો દર અગાઉના 18 ટકા કરતા વધુ લાભદાયક છે અને મુક્તિ દિવસ પર લાદવામાં આવેલા 26 ટકા કરતા ઘણો ઓછો છે. આથી ભારતીય નિકાસ માટે અમેરિકાનો બજાર ફરી વધુ અનુકૂળ બન્યો છે.

ચીન અને મેક્સિકોને પણ રાહત

આ નવા ફેરફારથી ચીન પણ ખુશ જોવા મળી રહ્યું છે. ફેન્ટાનાઇલ સંબંધિત 10 ટકા ટેરિફ દૂર થતાં ચીની નિકાસકારોને અમેરિકી બજારમાં મોટી રાહત મળી છે. ચીને આ નિર્ણય બાદ અમેરિકા સામે એકપક્ષીય વેપાર નીતિઓ સમાપ્ત કરવાની અપીલ કરી છે.

ફેન્ટાનાઇલ ટેરિફ હટાવવાના કારણે મેક્સિકોને પણ સીધો ફાયદો થયો છે, કારણ કે હવે તેના ઉત્પાદનો પર વધારાની ડ્યુટી લાગુ નહીં પડે.

બ્રિટનને સૌથી મોટો ફટકો

આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ નુકસાન જો કોઈ દેશને થઈ રહ્યું છે તો તે બ્રિટન છે. અત્યાર સુધી બ્રિટન 10 ટકાના નીચા પારસ્પરિક ટેરિફનો લાભ લઈ રહ્યું હતું, જેના કારણે તેની નિકાસમાં વધારો થયો હતો.

પરંતુ ટ્રમ્પના નવા 15 ટકાના કડક આદેશથી બ્રિટિશ કંપનીઓ માટે આર્થિક કટોકટી ઊભી થઈ છે. ગ્લોબલ ટ્રેડ એલર્ટના ડેટા મુજબ, આ નવા ટેરિફથી બ્રિટનને સૌથી વધુ નુકસાન થવાની શક્યતા છે, ત્યારબાદ ઇટાલી અને સિંગાપોરનો ક્રમ આવે છે.

બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે ચેતવણી આપી છે કે આ ટેરિફના કારણે બ્રિટિશ નિકાસકારો પર અંદાજે 4 બિલિયન ડોલરનો બોજ પડશે. તેની અસર લગભગ 40,000 બ્રિટિશ કંપનીઓ અને તેમના કર્મચારીઓ પર સીધી રીતે પડશે.

યુરોપિયન યુનિયનનો કડક અભિગમ

European Union પણ ટ્રમ્પના નવા નિર્ણયથી નારાજ છે. યુરોપિયન કમિશને સ્પષ્ટ જણાવ્યું છે કે અમેરિકાએ ગયા વર્ષે EU સાથે થયેલા વેપાર કરારનું સન્માન કરવું જોઈએ.

કમિશનનું કહેવું છે કે સોદો સોદો જ હોય છે અને બંને પક્ષોએ તેમની પ્રતિબદ્ધતાઓનું પાલન કરવું જોઈએ. ગયા વર્ષે અમેરિકા અને EU વચ્ચે સહમતિ થઈ હતી કે મોટાભાગના યુરોપિયન માલ પર મહત્તમ 15 ટકા ટેરિફ રહેશે.

આ નવા વૈશ્વિક ટેરિફ પછી યુરોપિયન સંસદના વેપાર વડાએ કડક પગલું ભરવાનો સંકેત આપ્યો છે. યુરોપિયન સંસદ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વેપાર કરારની બહાલી પ્રક્રિયા અટકાવવા તૈયાર છે. સંસદીય વેપાર સમિતિના અધ્યક્ષ બર્ન્ડ લેંગે જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકી વહીવટીતંત્ર તરફથી સ્પષ્ટ કાનૂની વિગતો અને ખાતરી ન મળે ત્યાં સુધી કરાર પર આગળ વધવું શક્ય નથી.

કેનેડાએ કરી 2026 માટે નવી એક્સપ્રેસ એન્ટ્રી શ્રેણીઓની કરી જાહેરાત

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
g clip-path="url(#clip0_868_265)">