AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જનતાને લૂંટવાનું બંધ કરો! “પેટ્રોલના ભાવ ઓછા કરો, નહીંતર ‘મોટી આફત’ માટે તૈયાર રહેજો…” ટ્રમ્પે વિક્રેતાઓને આપી ‘ચેતવણી’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના આકરા વલણને કારણે ચર્ચામાં આવ્યા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના પેટ્રોલ વિક્રેતાઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા કિંમતો તાત્કાલિક ઘટાડવાનો આદેશ આપ્યો છે.

Breaking News: જનતાને લૂંટવાનું બંધ કરો! પેટ્રોલના ભાવ ઓછા કરો, નહીંતર 'મોટી આફત' માટે તૈયાર રહેજો... ટ્રમ્પે વિક્રેતાઓને આપી 'ચેતવણી'
| Updated on: Jun 30, 2026 | 3:55 PM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરીને દેશના પેટ્રોલ વિક્રેતાઓને કિંમતોમાં તાત્કાલિક ઘટાડો કરવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ની કિંમતો ઘટવા છતાં જનતાને તેનો ફાયદો નથી મળી રહ્યો, જે સહન કરી લેવામાં નહીં આવે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, “પેટ્રોલ વેચનારાઓએ તાત્કાલિક પોતાના ભાવો ઘટાડવા જોઈએ. કિંમતો ખૂબ જ વધારે છે, જ્યારે તેલની કિંમત હવે પ્રતિ બેરલ $68 છે અને નીચે જઈ રહી છે. વેચનારાઓએ આ બાબત પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને તે જ કરવું જોઈએ જે સાચું છે, આપણા અમેરિકી લોકો માટે કિંમતો ઓછી કરો.”

“કિંમતો મનસ્વી રીતે વધારી ન શકાય”

ટ્રમ્પે આગળ કહ્યું, “કિંમતો મનસ્વી રીતે વધારી ન શકાય, આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો વેચનારાઓ આવું નહીં કરે, તો આગળ મોટી મુશ્કેલીઓ આવી શકે છે. કિંમતને પ્રતિ ગેલન $2.50 ની આસપાસ લાવવાનો પ્રયાસ કરો અને કેલિફોર્નિયાએ પેટ્રોલ પર આટલો ભારે ટેક્સ ન નાખવો જોઈએ.

ટૂંક સમયમાં ટેક્સની કિંમત પેટ્રોલની કિંમત કરતાં પણ વધી જશે, અમેરિકા આ સહન નહીં કરે અને ન તો કેલિફોર્નિયાના લોકો આ સહન કરશે, જેમને આ વાહિયાત ટેક્સ અને પોતાની જ સરકારના કારણે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.”

અમેરિકા-ઈરાન વચ્ચે દોહામાં થશે ‘વાતચીત’

બીજી તરફ, ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર મંગળવારે દોહામાં ઈરાની વાર્તાકારો સાથે વાતચીત કરશે. આ વાર્તાલાપ, બંને પક્ષો દ્વારા વિતેલા સપ્તાહના અંતે એકબીજા પર થયેલા ગોળીબાર પછી યોજાશે, જેના કારણે તેમની વચ્ચે થયેલું યુદ્ધ-વિરામ સમજૂતી ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગયું છે.

ટ્રમ્પે સોમવારે ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઈરાને બેઠકની વિનંતી કરી છે. જો કે, તેમણે બેઠકના એજન્ડા વિશે કોઈ વિગતો આપી નહોતી.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ન્યૂઝ ચેનલ ‘ફોક્સ ન્યૂઝ’ ને જણાવ્યું કે, વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર આ અઠવાડિયે દોહાની મુલાકાત લેશે, જેથી બંને પક્ષો દ્વારા ભૂતકાળમાં હસ્તાક્ષર કરાયેલા સમજૂતી જ્ઞાપન (MoU) પર ચર્ચા કરી શકાય. લેવિટે કહ્યું, “જ્યાં સુધી અમારો સવાલ છે, અમે યુદ્ધવિરામનું પાલન કરી રહ્યા છીએ. હિંસાનો જવાબ હિંસાથી આપવામાં આવશે.”

Indian Army: અરુણાચલમાં ચીની સેનાના કેમ્પ હોવાના દાવા ફગાવાયા, ભારતીય સેનાએ કહ્યું- અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા

Follow Us
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
g clip-path="url(#clip0_868_265)">