લોકશાહી માટે શું કરવાનું છે તે કહેવાની જરૂર નથી, રૂચિરા કંબોજે UNમાં પત્રકારોને સણસણતો જવાબ આપ્યો

સંયુક્ત રાષ્ટ્રમાં (UNSC) ભારતના પ્રથમ મહિલા સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખની ખુરશી પર બેસશે. સુરક્ષા પરિષદના પ્રમુખ તરીકે પ્રથમ દિવસે, તેણીએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં માસિક કાર્યક્રમોના સંદર્ભમાં પત્રકારોને સંબોધિત કર્યા.

લોકશાહી માટે શું કરવાનું છે તે કહેવાની જરૂર નથી, રૂચિરા કંબોજે UNમાં પત્રકારોને સણસણતો જવાબ આપ્યો
ડિસેમ્બર મહિના માટે UNમાં ભારત પ્રમુખ પદ ભોગવશે (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 5:17 PM

સંયુક્ત રાષ્ટ્રમાં (UN)ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે ભારતને લોકશાહી પર શું કરવું જોઈએ તે કહેવાની જરૂર નથી. ભારતે ગુરુવારે ડિસેમ્બર મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખપદની જવાબદારી સંભાળી લીધી છે. આ દરમિયાન ભારત આતંકવાદ સામે લડવા સહિત અન્ય વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ભારતને ડિસેમ્બર મહિના માટે UNનું પ્રમુખ પદ મળ્યું 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 15 સભ્ય દેશો છે. ડિસેમ્બર મહિના માટે ભારત તેના પ્રમુખ બન્યા છે. આ દરમિયાન, સુરક્ષા પરિષદ આતંકવાદનો મુકાબલો અને બહુપક્ષીયતામાં સુધારા પર કાર્યક્રમોનું આયોજન કરશે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય નથી. ભારત બે વર્ષ માટે અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું હતું. ડિસેમ્બર એ સુરક્ષા પરિષદમાં ભારતના બે વર્ષના કાર્યકાળનો છેલ્લો મહિનો છે. આ કાઉન્સિલમાં ભારતનો 2021-2022નો કાર્યકાળ 31 ડિસેમ્બરે સમાપ્ત થશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ મહિલા સ્થાયી પ્રતિનિધિ કંબોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખની ખુરશી પર બેસી રહ્યા છે. સુરક્ષા પરિષદના પ્રમુખ તરીકે પ્રથમ દિવસે, તેણીએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં માસિક કાર્યક્રમોના સંદર્ભમાં પત્રકારોને સંબોધિત કર્યા. જયાં તેમણે પત્રકારોના સવાલોના સણસણતા જવાબ આપ્યા હતા.

અમે હંમેશા લોકશાહીમાં રહ્યા છીએ : ભારત

ભારતમાં લોકશાહી અને પ્રેસની સ્વતંત્રતા અંગેના એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે, લોકશાહીમાં શું કરવું તે અમને કહેવાની જરૂર નથી. તેમણે કહ્યું, જેમ તમે બધા જાણો છો, ભારત કદાચ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે. ભારતમાં લોકશાહીના મૂળ 2500 વર્ષ પહેલા હતા, આપણે હંમેશા લોકશાહી હતા. તાજેતરના સમયમાં, આપણી પાસે લોકશાહીના તમામ સ્તંભો અકબંધ છે – ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અને ચોથો સ્તંભ, પત્રકારત્વ. તેમજ ખૂબ જ વાઇબ્રન્ટ સોશિયલ મીડિયા છે. તેથી જ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે.

‘દેશની પ્રગતિની ગતિ ખૂબ જ પ્રભાવશાળી રહી છે’

રૂચિરા કંબોજે કહ્યું, દર પાંચ વર્ષે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી કવાયત કરીએ છીએ. દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ બોલવા માટે સ્વતંત્ર છે અને આ રીતે આપણો દેશ ચાલે છે. દેશ ઝડપથી સુધરી રહ્યો છે, ફેરફારો કરી રહ્યો છે. પ્રગતિની ગતિ ખૂબ જ પ્રભાવશાળી રહી છે. મારે આ કહેવાની જરૂર નથી અને તમારે ફક્ત મારા શબ્દો પર વિશ્વાસ કરવાની જરૂર નથી.

(ઇનપુટ-ભાષાંતર)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">