‘નાપાક’ ક્યારેય નહીં સુધરે.. દિલ્હી બ્લાસ્ટ બાદ લશ્કર-એ-તૈયબાએ POK માં કરી બેઠક, આતંકવાદીઓ દેખાયા
દિલ્હી બ્લાસ્ટ પછી, POKના કોટલીમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશના આતંકવાદીઓ વચ્ચે કાળી મુરાદ બેઠક યોજાઈ હોવાની માહિતી સામે આવી હતી. લશ્કરના ટોચના આતંકીઓ અબ્દુલ રઉફ અને રિઝવાન હનીફ પણ હાજર હોવાની તસવીરો સામે આવી. સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.

લશ્કર-એ-તૈયબા (LeT) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લશ્કરના ટોચના નેતાઓ અબ્દુલ રઉફ અને રિઝવાન હનીફ પણ હાજર હતા. રિઝવાન હનીફ લશ્કરના POK યુનિટના ડેપ્યુટી અમીર (આતંકી ડેપ્યુટી ચીફ) છે. તે લશ્કર અને જૈશના આતંકવાદીઓ વચ્ચે મુખ્ય કડી તરીકે કામ કરે છે.
રિઝવાન હનીફ હિલાલ-ઉલ-હક બ્રિગેડ નામના આતંકી સંગઠનનું નેતૃત્વ કરી રહ્યો હોવાની માહિતી મળી. આ બ્રિગેડ લશ્કર અને જૈશની સંયુક્ત ટીમ છે અને ખુલ્લેઆમ PAFF (પીપલ્સ એન્ટી-ફાસીસ્ટ ફ્રન્ટ) નામથી કાર્ય કરે છે. આ બ્રિગેડ દ્વારા ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
આતંકવાદીઓનું ફૂલોથી સ્વાગત !
રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં આતંકવાદીઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. દિલ્હી વિસ્ફોટો પછી આ આતંકીઓની બેઠક થઈ હોવાનું માનવામાં આવે છે. રિઝવાન હનીફનું નામ અનેક મોટા આતંકવાદી કેસોમાં સામે આવ્યું છે. તે જૈશ અને લશ્કર વચ્ચે કડી તરીકે કામ કરે છે, આતંકવાદીઓને જોડે છે અને સૂચના આપે છે.
પહલગામ હુમલામાં સામેલ હબીબ તાહિર પણ રિઝવાન હનીફ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ સાબિત કરે છે કે હનીફ અને તેની બ્રિગેડ આતંકવાદીઓની તાલીમ અને આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ બેઠકનો હેતુ ફક્ત આતંકવાદીઓ વચ્ચે સંકલન વધારવાનો જ નહીં પરંતુ હુમલાઓ માટે નવી યોજનાઓ અને વ્યૂહરચનાઓની ચર્ચા કરવાનો પણ હોવાનું કહેવાય છે.
આતંકવાદી નેટવર્કને મજબૂત બનાવવાનો પ્રયાસ
POKમાં આવી બેઠકો આતંકવાદી નેટવર્કને મજબૂત બનાવે છે. તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ નવા કાવતરાં કરવા માટે થાય છે. આ બેઠકથી સ્પષ્ટ થયું કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો સક્રિય રહે છે અને પીઓકેમાં સુરક્ષિત ઠેકાણાઓથી ભારતમાં આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓ આ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે અને આતંકવાદીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. આ બેઠક દર્શાવે છે કે દિલ્હી વિસ્ફોટો જેવા હુમલાઓ પછી પણ, આતંકવાદી સંગઠનો તેમના નેટવર્કને મજબૂત બનાવવા અને નવી યોજનાઓને અમલમાં મૂકવાનું ચાલુ રાખી રહ્યા છે. એલતે કે આ નાપાક દેશ ક્યારેય સુધરશે નહીં તેવું લાગી રહ્યું છે.
