રશિયા સાથે AK 203 માટે થશે સોદો, વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલા સંરક્ષણ મંત્રાલયે કર્યો મહત્વનો નિર્ણય

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. તે પહેલા રક્ષા મંત્રાલય દ્વારા, AK-203 કલાશ્નિકોવ રાઈફલ માટે રૂ. 5,000 કરોડના સોદાની મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલયના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ભારતની સંરક્ષણ શક્તિમાં વધુ વધારો થશે.

રશિયા સાથે AK 203 માટે થશે સોદો, વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલા સંરક્ષણ મંત્રાલયે કર્યો મહત્વનો નિર્ણય
AK-203 Kalashnikov rifle

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે, જ્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે શિખર મંત્રણા કરશે. આ દરમિયાન, ભારત અને રશિયા (India and Russia) વચ્ચે લાંબા સમયથી પેન્ડિંગ ‘AK-203’ કલાશ્નિકોવ રાઇફલ (AK-203 Kalashnikov rifle) ખરીદી કરાર પર હસ્તાક્ષર કરવાની પણ સંભાવના છે, જેનું નિર્માણ ‘મેક ઇન ઇન્ડિયા’ (Make in India) પહેલ હેઠળ કરવામાં આવશે. ભારતની સંરક્ષણ શક્તિના દૃષ્ટિકોણથી તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

AK-203 કલાશ્નિકોવ રાઈફલની દિશામાં એક મોટું અપડેટ ત્યારે આવ્યું જ્યારે પુતિનની મુલાકાતના બે અઠવાડિયા પહેલા જ સંરક્ષણ મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય ભરતા, રશિયા સાથે લગભગ રૂ. 5000 કરોડની કિંમતની AK-203 રાઇફલ્સની ડીલને મંજૂરી આપી. આ અંતર્ગત ભારતની ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ ઉત્તર પ્રદેશના અમેઠીમાં રશિયન સંરક્ષણ કંપનીઓ દ્વારા 7.5 લાખ એકે-203 રાઈફલ્સનું નિર્માણ કરવામાં આવનાર છે.

અવરોધો દૂર થયા! સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયા સાથેના AK-203 કલાશ્નિકોવ રાઈફલના સોદાને લઈને મંગળવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ‘ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ’ (DAC)ની બેઠક યોજાઈ હતી, જેમાં AK-203 કલાશ્નિકોવ રાઈફલના સોદા સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આમાં, ડીલ મૂલ્યમાં ઘટાડા સાથે, ટેક્નોલોજી ટ્રાન્સફરનો પણ મહત્વપૂર્ણ મુદ્દો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંભવિત ડીલને લઈને જે અડચણોનો અંદેશો હતો તે હવે દૂર થઈ ગયો છે.

આ AK-203 રાઈફલ માટેનો સોદો ભારત અને રશિયા વચ્ચે થોડા વર્ષો પહેલા થયો હતો. આ ડીલ હેઠળ, ભારતીય સેનાને 7.5 લાખ AK-203 કલાશ્નિકોવ રાઇફલ્સ મળવાની સંભાવના છે, જેમાંથી 70,000 રશિયન સાધનો સાથે ફીટ કરવામાં આવશે, કારણ કે ટેક્નોલોજી ટ્રાન્સફર તબક્કાવાર થશે. ભારતીય સેનાને, AK-203 કલાશ્નિકોવ રાઇફલ્સની ઉત્પાદન પ્રક્રિયા શરૂ થયાના 32 મહિના પછી આ રાઈફલો મળવાની સંભાવના છે. પુતિનની ભારત મુલાકાત 6 ડિસેમ્બરે થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ

Cricket: જીવન સંઘર્ષથી ગુસ્સામાં રહેતો મોહમ્મદ શામી નિવૃત્તી જાહેર કરનારો હતો, આ બે ભારતીય દિગ્ગજોએ રોકી લીધો

આ પણ વાંચોઃ

અફવાઓનો અંત ! નીક જોનસ સાથે ડિવોર્સની વાતને લઇને પ્રિયંકા ચોપરાએ જાહેરમાં કહી આ વાત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati