અફવાઓનો અંત ! નીક જોનસ સાથે ડિવોર્સની વાતને લઇને પ્રિયંકા ચોપરાએ જાહેરમાં કહી આ વાત

પ્રિયંકાએ નિકની મજાક ઉડાવવાનો એક પણ મોકો છોડ્યો ન હતો, પછી ભલે તે બંને વચ્ચેની ઉંમરનો તફાવત હોય કે પછી ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની મહત્તમ સંખ્યા હોય.

અફવાઓનો અંત ! નીક જોનસ સાથે ડિવોર્સની વાતને લઇને પ્રિયંકા ચોપરાએ જાહેરમાં કહી આ વાત
Priyanka and Nick
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 8:55 AM

પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નામમાંથી જોનાસ સરનેમ હટાવી દીધી છે. અભિનેત્રીના આ નિર્ણયથી બધા ચોંકી ગયા છે. પ્રિયંકાએ આવું શા માટે કર્યું તેનું કારણ અભિનેત્રીએ જણાવ્યું નથી. જો કે તે નિક જોનાસ (Nick Jonas) અને તેના સાસરિયાઓને ફોલો કરી રહી છે. અને સાથે સાથે તેની પોસ્ટ પર કોમેન્ટ પણ કરી છે, પરંતુ સરનેમ હટાવવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

આ દરમિયાન, જોનાસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ શો નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ કરવામાં આવ્યો છે, જેણે ધૂમ મચાવી છે. પ્રિયંકાએ આ શોની એક ક્લિપ પણ શેર કરી છે જેમાં તે નિકને રોસ્ટ એટલે કે તેના પગ ખેંચી રહી છે. બાય ધ વે, પ્રિયંકા સિવાય તેની બે ભાભી સોફી ટર્નર અને ડેનિયલ જોનાસે પણ પોતાના પતિને રોસ્ટ કર્યા હતા.

પ્રિયંકાએ નિકની મજાક ઉડાવવાનો એક પણ મોકો છોડ્યો ન હતો, પછી ભલે તે બંને વચ્ચેની ઉંમરનો તફાવત હોય કે પછી ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની મહત્તમ સંખ્યા હોય. બંને વચ્ચેની ઉંમરના અંતર અંગે પ્રિયંકાએ કહ્યું કે, નિક અને મારી વચ્ચે ઉંમરમાં 10 વર્ષનું અંતર છે. તેથી 90 ના દાયકાની ઘણી બધી પોપ સંસ્કૃતિ છે જે નિક સમજી શકતો નથી અને હું તેમને સમજાવું છું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નિકે મને ટિક ટોક અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે સમજાવ્યું અને મેં તેને બતાવ્યું કે સફળ અભિનય કારકિર્દી કેવી દેખાય છે. પ્રિયંકાના આ નિવેદનને સાંભળીને માત્ર નિક અને તેનો ભાઈ જ નહીં પરંતુ દર્શકો પણ ખૂબ હસ્યા.

પ્રિયંકાએ એમ પણ કહ્યું કે તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ જોનાસ બ્રધર્સ કરતાં વધુ છે. અભિનેત્રીએ કહ્યું, શું તમે ક્યારેય નોંધ્યું છે કે જોનાસ બ્રધર્સ ઓનલાઇન કેટલું કોન્ટેન્ટ પોસ્ટ કરે છે ? તે હંમેશા ઈન્સ્ટાગ્રામ પર હોય છે, હંમેશા તેના ફોન પર હોય છે, ચાલો હું તમને શા માટે કહું. કારણ કે મારા ફોલોઅર્સ સામે આ બધાના ફોલોઅર્સ ઓછા છે. તેથી મને લાગે છે કે જોનાસ પરિવારમાંથી સૌથી લોકપ્રિય હું છું.

પ્રિયંકાએ કહ્યું કે જ્યારે અમે લગ્ન કર્યા ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થયા. લોકોએ કહ્યું કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે. પરંતુ તે કેવી રીતે બની શકે. મને એ પણ ખબર નહોતી કે નિક કેટલો પ્રખ્યાત છે. હું માત્ર એટલું જાણતી હતી કે તે કેવિન જોનાસનો બેબી ભાઈ હતો.

પ્રિયંકાએ તેની જાહેરાતથી નિક અને દર્શકોને ચોંકાવી દીધા હતા. તેણે કહ્યું, અમે એકમાત્ર એવા દંપતી છીએ જેમને અત્યારે બાળકો નથી. કેવિનને 2 દીકરીઓ છે, જોની પણ એક દીકરી છે, હું પણ જાહેરાત કરવા જઈ રહી છું. માફ કરશો બાળકની નહીં. નિક અને હું આજે રાત્રે ડ્રિંક લેવા અને આવતી કાલે સૂવાની રાહ જોઈ રહ્યા છીએ.

પ્રિયંકાની આ વાત સાંભળીને નિકે રાહતનો શ્વાસ લીધો. છેલ્લે, નિક તેની સીટ પરથી ઊભો થાય છે અને પ્રિયંકાને ગળે લગાવે છે અને તેને ચુંબન કરે છે.

આ પણ વાંચો – IND vs NZ: વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચ નહી રમવાને લઇ ન્યુઝીલેન્ડ આ દિગ્ગજ ગુસ્સે ભરાયો, BCCI સામે પણ દર્શાવી નારાજગી

આ પણ વાંચો – 40 લાખની લૂંટના કેસમાં કોર્ટના આદેશ બાદ 8 પોલીસકર્મીઓ સામે કેસ નોંધાયો; જાણો શું છે સમગ્ર મામલો

g clip-path="url(#clip0_868_265)">