Corona: નથી ગયો કોરોના વાઈરસ! ઓમિક્રોનથી પણ ખતરનાક વેરિએન્ટ આવ્યો સામે
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક વ્યક્તિના સ્વેબમાં ડેલ્ટાના 113 વખત મ્યુટન્ટ વેરિઅન્ટ મળી આવ્યા છે, જે ઓમિક્રોન કરતાં વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ સુધી તેનું કોઈ નામ આપવામાં આવ્યું નથી.

Covid 19: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) આ વર્ષે મે મહિનામાં ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની શ્રેણીમાંથી કોરોના વાયરસને હટાવી દીધો હતો, ત્યારબાદ આખી દુનિયા માની રહી હતી કે કોવિડનો અંત આવી ગયો છે. હવે વાયરસ સંબંધિત એક નવી માહિતી અનુસાર કોરોના વાયરસ હજુ પણ વિશ્વના દરેક ભાગમાં કોઈને કોઈ રૂપમાં હાજર છે અને તેનો ખતરો ટળ્યો નથી.
તાજેતરમાં, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક વ્યક્તિના સ્વેબમાં ડેલ્ટાના 113 વખત મ્યુટન્ટ વેરિઅન્ટ મળી આવ્યા છે, જે ઓમિક્રોન કરતાં વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ સુધી તેનું કોઈ નામ આપવામાં આવ્યું નથી. નિષ્ણાતો માને છે કે વાયરસ અથવા સ્ટ્રેન જેટલા વધુ મ્યુટન્ટ હોય છે, તે જ દરે તે ફેલાવવાની શક્યતા વધારે છે, પરંતુ આ મ્યુટન્ટ દ્વારા ઉભા થયેલા જોખમ વિશે તબીબી જગતમાં વધુ સ્પષ્ટતા નથી.
આ પણ વાંચો: ભારત-અમેરિકાના સંબંધો ઐતિહાસિક સ્તરે, ભારતીયોને વિઝા આપવા બાબતે શું કહ્યુ માઈક હેન્કીએ, જૂઓ Video
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. શરદ અગ્રવાલે અમારી સહયોગી ચેનલ TV9 ભારતવર્ષ સાથે મળીને ઈન્ડોનેશિયામાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના આ મ્યુટન્ટને સામાન્ય અને માનવ જીવન માટે ઓછા ખતરનાક ગણાવ્યા છે, તેમનું માનવું છે કે વાયરસ જેટલા મ્યુટન્ટ હશે તેટલી ઝડપથી તે લોકોમાં ફેલાશે, જ્યારે તેની ફાયરપાવર ઓછી હશે, જો કે તેણે લોકોને કોરોના માટેના પ્રોટોકોલનું પાલન કરવાની અને સાવચેત રહેવાની સલાહ આપી છે.
એક્સપર્ટે કહ્યું- ખુબ જ સતર્ક રહેવાની જરૂર
તે જ સમયે, ફોર્ટિસ હોસ્પિટલના હેમેટોલોજી વિભાગના વડા ડો. રાહુલ ભાર્ગવે કહ્યું કે જ્યાં સુધી આ વાયરસ આપણી રસીને માત ન આપે, ત્યાં સુધી દેશના લોકોએ આવા કોઈપણ વાયરસથી ગભરાવાની જરૂર નથી. છેલ્લા બે-ત્રણ વર્ષોમાં એવું જોવામાં આવ્યું છે કે કોવિડ-19ના કોઈપણ વેરિએન્ટ પછી ભલે તે ડેલ્ટા હોય, ડેલ્ટા પ્લસ હોય, ઓમિક્રોન હોય કે XBB1.16 હોય, આમાંથી કોઈ પણ પ્રકારે આપણી રસીને માત આપી નથી. જો કે, આ અંગે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, એવું ન બને કે આ વાયરસ સંપૂર્ણપણે નવું સ્વરૂપ લઈને ફરીથી આખી દુનિયામાં તબાહી સર્જે.
‘કોરોના વાયરસની અસર પર રિસર્ચ થવું જોઈએ’
ડો.રાહુલ ભાર્ગવે એમ પણ કહ્યું છે કે છેલ્લા વર્ષોમાં જે રીતે કોરોના વાયરસના પ્રકાર બદલાયા છે, તેના આધારે હવે તબીબી જગતે વિચારવું જોઈએ કે શું દર વર્ષે તેના માટે નવી રસી લેવાની જરૂર પડશે. જેમને કો-મોરબિડિટી છે, જેઓ અન્ય ગંભીર રોગોથી પીડિત છે, આવા લોકોને પણ દર વખતે કોવિડ-19 રસી લેવાની જરૂર પડી શકે છે. આ સાથે એ પણ સંશોધનનો વિષય છે કે શું આ વાયરસ મ્યુટન્ટ થયા પછી આપણી રોગપ્રતિકારક શક્તિને પડકાર નહીં આપે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો