Ahmedabad: Tv9 સાથે યુએસ કોન્સ્યુલેટ જનરલ માઈક હેન્કીની એક્સક્લુઝિવ વાતચીત, અમદાવાદમાં US કોન્સ્યુલેટની ઓફિસ ખૂલવા અંગે કહી આ વાત- વાંચો

Ahmedabad: US કોન્સ્યુલેટ જનરલ માઇક હેન્કીએ Tv9 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી જેમાં તેમણે ભારતીયોને વિઝા આપવાથી લઈ અમદાવાદમાં યુએસ કોન્સ્યુલેટની ઓફિસ ખૂલવા સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર વાતચીત કરી હતી. વાંચો આ વાતચીતના મુખ્યો અંશો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 9:39 PM

TV9  EXCLUSIVE : Ahmedabad:  અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ માઈક હેન્કીએ TV9 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. જેમા ભારતીયોને વિઝા આપવા અંગે તેમણે ખાસ જણાવ્યુ હતુ કે અમે વિઝા આપવામાં ક્વોટાના આધારે કામ કરતા નથી. સાથે જ પીએમ મોદી જ્યારે અમેરિકા (America) ગયા ત્યારે અમદાવાદમાં યુએસ કોન્સ્યુલેટ ખોલવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

અમદાવાદમાં ક્યારે ખૂલશે US કોન્સ્યુલેટની ઓફિસ? 

ત્યારે અમદાવાદમાં યુએસ કોન્સ્યુલેટની ઓફિસ ક્યારે ખૂલશે તે અંગે માઈક હેન્કીએ જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન અમે અમદાવાદ અને બેંગાલુરુમાં કોન્સ્યુલેટ ખોલવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જો કે આ એક લાંબી પ્રક્રિયા છે, જે અંગે હાલ હું તમને ચોક્કસ સમયમર્યાદા ન જણાવી શકુ. આ તરફ તેમણે એમ પણ જણાવ્યુ કે ભારતીય વિદ્યાર્થીઓ ઘણુ સારુ કરી રહ્યા છે અને ખૂબ જ મજબૂત પાયા સાથે આવી રહ્યા છે. તેમણે એમપણ જણાવ્યુ કે તમામ વિષયોમાં ફિમેલ સ્ટુડન્ટ્સ વધુ આવે તેવી તેઓ આશા રાખે છે.

માઈક હેન્કીએ ભારતીયોના વિઝા આપવા અંગે સ્પષ્ટતા કરી કે વિઝા કરનારાઓને લાંબો સમય રાહ ન જોવી પડે એ માટે શક્ય તેટલો સમય ઘટાડવા પ્રયાસ કરીશુ. બીજી તરફ સ્ટુડન્ટ વિઝાના ફી વધારા અંગે તેમણે જણાવ્યુ કે જે ચાર્જ અન્ય દેશના લોકો માટે છે તે જ ભારત માટે પણ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે  તેઓ અમેરિકા આવતા વિદ્યાર્થીઓને સુવિધા માટે તેમની પાસે અમદાવાદ અને  મુંબઈમાં એજ્યુકેશન યુએસ કાર્યરત છે જે લોકોને પ્રોત્સાહિત કરે છે અને વિઝા માટેનું માર્ગદર્શન પુરુ પાડે છે જેમા કેવી રીતે એપ્લાય કરવુ, વિઝાની પ્રોસેસ કઈ રીતે થાય છે, સ્કોલરશિપ માટેના શું ધારાધોરણો છે તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.

અમેરિકાના ટુરિસ્ટ વિઝા અંગે શું કહ્યુ માઈક હેન્કીએ?

પ્રવાસી વિઝા અંગે માઈક હેન્કીએ જણાવ્યુ કે ટુરિસ્ટ વિઝામાં અમે ક્વોટાના આધારે કામ નથી કરતા. જેટલા આપી શકાય તેટલા આપી દઈએ છીએ. આ વર્ષે 10 લાખથી વધુ વિઝા આપવામાં આવ્યા છે.

બિઝનેસ વિઝા અંગે કરી આ વાત

બિઝનેસ વિઝા અંગે માઈક હેન્કીએ જણાવ્યુ કે ગુજરાતી અમેરિકન વસ્તી તેમના માટે ગર્વ સમાન છે. બિઝનેસ વિઝામાં ગુજરાત અને ભારત અમેરિકાને કેટલા લાભ આપે છે તેના પર તેમણે સ્પષ્ટ જાણકારી ન હોવાનું કહ્યુ અને જણાવ્યુ કે હું પરત જઈશ ત્યારે આંકડા તપાસીશ. જો કે તેમણે એ પણ જણાવ્યુ કે અમેરિકન ગુજરાતી તેમને બે દેશ વચ્ચેનું કનેક્શન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

પીએમની યુએસ મુલાકાતને માઈક હેન્કીએ ગણાવી ઐતિહાસિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુ.એસ. મુલાકાતને તેમણે ઐતિહાસિક ગણાવતા કહ્યુ કે અમેરિકા માટે આ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક મુલાકાત હતી. તેમની આ વિઝિટ દરમિયાન સેમી કન્ડક્ટરના રોકાણ, સ્પેસ એક્સપ્લોરેશન જેવા મુદ્દાઓ પર નક્કર કામ થયુ છે. રાષ્ટ્રપતિ બાયડને કહ્યુ હતુ કે આ મુલાકાત ક્ષિતિજથી આસમાન સુધીની છે.

ભારતના ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનવા અંગે માઈક હેન્કીએ કહ્યુ કે આ વિકાસમાં દરેકનો સમાવેશ થાય એ સુનિશ્ચિત કરવુ પડશે. સમાજના તમામ ભાગોના સમાવેશથી વિકાસ થાય છે. ભારત યુએસ વચ્ચે એક્સપોર્ટ અને વૃદ્ધિ અંગે જણાવ્યુ કે 195 બિલિયન ડોલર સુધીની વૃદ્ધિ લગભગ 40 ટકા છે. માઈક હેન્કીએ કહ્યુ કે મને આશા છે કે આ નિકાસ હજુ વધશે. હજુ અમેરિકન કંપની અને અન્ય કંપની આવી રહી છે.

ભારતની રણનીતિક ભાગીદારી અંગે બોલ્યા માઈક હેન્કી

ભારતના ડિફેન્સ ક્ષેત્રને વધુ મજબૂત કરવા અંગે હેન્કીએ જણાવ્યુ કે અમેરિકા વ્યુહાત્મક ભાગીદારીમાં ભારત સાથે ખૂબ જ નજીકથી કામ કરી રહ્યુ છે. અમે વધુ સહિયારો વિકાસ અને સહ ઉત્પાદન તરફ આગળ વધવાના રસ્તા પર ચાલી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યુ કે ભારત-યુએસએની મિત્રતા ઐતિહાસિક રીતે ઉચ્ચ કક્ષાએ છે.

(With Input- Akshay Shrof)

આ પણ વાંચો-દ્વારકાના જગત મંદિર પર છઠ્ઠી ધજા ચડાવવાના નિર્ણય પર વિવાદ, મંદિરના પૂજારીઓ અને કલેક્ટર આમને સામને, જુઓ Video

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">