કંપનીએ ભૂલથી કર્મચારીના ખાતામાં 1.4 કરોડ રૂપિયાનો પગાર ચૂકવ્યો ! કર્મચારી રાજીનામું આપી ફરાર

Viral News: એક અજીબોગરીબ કેસમાં એક કર્મચારીને તેના વિચાર કરતા વધારે પગાર મળ્યો, ત્યારબાદ તેણે રાજીનામું આપી દીધું અને ગાયબ થઈ ગયો.

કંપનીએ ભૂલથી કર્મચારીના ખાતામાં 1.4 કરોડ રૂપિયાનો પગાર ચૂકવ્યો ! કર્મચારી રાજીનામું આપી ફરાર
સાંકેતિક તસ્વીર (ફાઇલ)
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jun 29, 2022 | 12:31 PM

Employee’s Salary: આપણે બધા જાણીએ છીએ કે એક મહિના સુધી કામ કર્યા પછી, કર્મચારીઓ(Employee) આતુરતાથી પગાર તારીખની રાહ જોતા હોય છે, કારણ કે પગાર (Salary) આ દિવસે આવે છે, જે આખા મહિનાના ખર્ચને આવરી લે છે. આટલું જ નહીં, ઘણી વખત મહિનાના અંતિમ દિવસોમાં લોકોના પૈસા ખલાસ થઈ જાય છે, તેથી તેઓ થોડાકમાં રૂપિયામાં જીવનનિર્વાહ કરતા હોય છે. ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને વધુ મહેનત કરવી પડે છે અને તેઓ પગારનું મહત્વ સારી રીતે જાણે છે.

286 ગણો પગાર ભૂલથી કર્મચારીના બેંક ખાતામાં આવી ગયો

કંપની દ્વારા પગારની ફાળવણી થતાં જ કર્મચારીઓના ચહેરા પર સ્મિત આવી જાય છે. જો કે, એક વિચિત્ર કિસ્સામાં, એક કર્મચારીને તેના વિચાર કરતાં વધુ પગાર મળ્યો, જે પછી તેણે રાજીનામું આપી દીધું અને ગાયબ થઈ ગયો. હા, કંપનીએ આકસ્મિક રીતે કર્મચારીને હજારો-લાખ નહીં પરંતુ એક કરોડથી વધુ પગાર આપી દીધો. કર્મચારીને ભૂલથી તેના 286 ગણા પગાર ચૂકવવામાં આવ્યો હતો.

પગાર મળતાં જ કર્મચારીએ રાજીનામું આપી દીધું અને ગાયબ થઈ ગયો

આ ઘટના પછી, કર્મચારીએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેની કંપનીને વચન આપ્યા બાદ ગાયબ થઈ ગયો હતો. તેને કંપનીને વાયદો કર્યો કે તે વધુ પડતી રકમ પરત કરશે. તે ચિલીમાં (Chile) સેસિનાસ (સ્પેનિશ મૂળના નિર્જલીકૃત માંસનો એક પ્રકાર) ની સૌથી મોટી કંપની છે. જ્યારે કંપની કર્મચારીઓને પગાર ટ્રાન્સફર કરી રહી હતી ત્યારે એક ભૂલ થઇ ગઇ હતી. જેના કારણે આટલી મોટી ભૂલ થઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, કંપનીએ ભૂલથી કર્મચારીને 500,000 પેસો (43,000 રૂપિયા)ને બદલે 165,398,851 ચિલીયન પેસો (રૂ. 1.42 કરોડ) ચૂકવ્યા હતા.

આ સમગ્ર ઘટના ફૂડ ઈન્ડસ્ટ્રીયલ કોન્સોર્ટિયમ (Cial)ના HR સેક્ટરમાં બની હતી. તે એવી કંપની છે જે સાન જોર્જ, લા પ્રિફેરિડા અને વિન્ટર જેવી મહત્વપૂર્ણ ચિલીની બ્રાન્ડને નિયંત્રિત કરે છે.

આમ, આ કેસમાં કર્મચારી કંપનીની ભૂલનો ફાયદો ઉઠાવીને રફુચક્કર થયો છે. અને, પૈસાની લાલચમાં આ કર્મચારી ગુનેગાર બની ગયો છે. ત્યારે હવે આ કર્મચારી હવે તેનો વાયદો પુરો કરવા પરત ફરે છેકે નહીં તેની રાહ જોવી રહી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati