AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનની વધુ એક અવળચંડાઈ, દેશમાં બેન છે ટ્વીટર છતાં ફેક એકાઉન્ટથી અરૂણાચલ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહીની આપી રહ્યું છે ધમકી

એક અહેવાલ મુજબ ચીનમાં ટ્વીટર (Twitter) પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં ચીન ભારતીય સરહદ પર તૈનાત PLA સૈનિકોની તસવીરો અને માહિતીથી પ્લેટફોર્મ ભરાઈ ગયું છે. આ કારણે ભારતીય અધિકારીઓએ લદ્દાખ (Ladakh) અને અરુણાચલ બંને સરહદો પર હાઈ એલર્ટ જારી કરવું પડ્યું છે.

ચીનની વધુ એક અવળચંડાઈ, દેશમાં બેન છે ટ્વીટર છતાં ફેક એકાઉન્ટથી અરૂણાચલ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહીની આપી રહ્યું છે ધમકી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 6:37 PM
Share

ચીન (China)ના સંગઠનોએ ભારત (India) વિરુદ્ધ ઓનલાઈન ઝેર ઓકવાનું શરૂ કર્યું છે. ચીન દ્વારા ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયા અભિયાન (China Social Media Campaign) ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh)માં સૈન્ય કાર્યવાહીની ધમકી આપવામાં આવી છે. ભારતીય સરહદ (Indian border) પર હાજર પીપલ્સ લિબરેશન આર્મી (People’s Liberation Army)ના જવાનોના જૂના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઘણા વેરિફાઈડ અને અનવેરિફાઈડ એકાઉન્ટ્સ પરથી શેર કરવામાં આવી રહ્યા છે.

એક અહેવાલ મુજબ ચીનમાં ટ્વીટર (Twitter) પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં ચીન ભારતીય સરહદ પર તૈનાત PLA સૈનિકોની તસવીરો અને માહિતીથી પ્લેટફોર્મ ભરાઈ ગયું છે. આ કારણે ભારતીય અધિકારીઓએ લદ્દાખ (Ladakh) અને અરુણાચલ બંને સરહદો પર હાઈ એલર્ટ જારી કરવું પડ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય સૈનિકો સરહદ પર તૈયાર છે અને ચાંપતી નજર રાખી રહ્યા છે. ચીને તાજેતરમાં તિબેટ(Tibet)માં મોટા પાયે કવાયત હાથ ધરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરહદ પર ચીનની નાપાક યોજનાઓ અંગે ગુપ્ત માહિતી પણ મળી છે.

ચીને અરુણાચલ સરહદે વિવાદિત વિસ્તારમાં 100 ઘર સાથે એક ગામ વસાવ્યું

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયે પણ સરહદ સંબંધિત માહિતી સુરક્ષા અધિકારીઓને સોંપવામાં આવી છે. આ બધા પછી ટ્વિટર પર ચીનને સમર્થન કરતી પોસ્ટ્સનો મારો જોવા મળ્યો. ભારતીય અધિકારીઓ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પેન્ટાગોને ચેતવણી આપી છે કે ચીન તેના સરહદ દાવાઓ પર સતત કાર્યવાહી કરી રહ્યું છે અને અરુણાચલ સરહદ પરના વિવાદિત વિસ્તારમાં ગામડાઓમાં 100 જેટલા ઘરો બાંધ્યા છે, ત્યારથી આ દેખરેખ વધુ વધી છે. આ રીતે સરહદ પર ચીનની નાપાક યોજનાઓની માહિતી મળી રહી છે. ચીન અહીં પોતાની હાજરી વધારવામાં વ્યસ્ત છે.

ચીન વિદેશમાં પણ PLA માટે સ્થાન બનાવી રહ્યું છે

આઈએએનએસના એક અહેવાલ મુજબ ચીને પાકિસ્તાન, શ્રીલંકા, સેશેલ્સ સહિત ઘણા દેશોને પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની સુવિધાઓ માટે સ્થાન તરીકે ગણાવ્યું છે. પીએલએ લાંબા અંતર સુધી સૈન્ય શક્તિ જાળવી શકે તે માટે ચીન વધુ મજબૂત વિદેશી લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરી રહ્યું છે. ચીને શ્રીલંકાના એક બંદર પર કબજો જમાવી લીધો છે. આ સિવાય બેઈજિંગે દક્ષિણ ચીન સાગરમાં પોતાની હાજરી વધારવા માટે કૃત્રિમ ટાપુઓ પણ બનાવ્યા છે.

આ પણ વાંચો: થિયેટરની દિવાલમાંથી આવી રહ્યો હતો અવાજ, દિવાલ તોડીને જોયું તો લોકોના હોશ ઉડી ગયા !

આ પણ વાંચો: UP: કૈરાનામાં પરત ફરેલા હિન્દુ પરિવારોને મળ્યા CM યોગી, કહ્યું- અમારી નીતિ ઝીરો ટોલરેન્સની, ગોળી મારનારની છાતી પર ચાલી ગોળી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">