AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

થિયેટરની દિવાલમાંથી આવી રહ્યો હતો અવાજ, દિવાલ તોડીને જોયું તો લોકોના હોશ ઉડી ગયા !

ક્યારેક કેટલીક એવી ઘટનાઓ બને છે, જેની કોઈ કલ્પના પણ ન કરી શકે તમે જૂના જમાનામાં સજા તરીકે દીવાલમાં ચણી દેવાની ઘટનાઓ તો સાંભળી જ હશે, પરંતુ આ ઘણું અજીબ છે કે કોઈ જીવતા જીવતા દિવાલની અંદર ફસાઈ જાય.

થિયેટરની દિવાલમાંથી આવી રહ્યો હતો અવાજ, દિવાલ તોડીને જોયું તો લોકોના હોશ ઉડી ગયા !
(Credit- SYRACUSE FIRE DEPARTMENT)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 10:38 PM
Share

અમેરિકાના ન્યુયોર્ક સિટી (United States) માં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના પ્રખ્યાત લેન્ડમાર્ક થિયેટર (Landmark Theatre)માં સ્ટાફને દિવાલની અંદરથી અવાજ સંભળાયો હતો. જો કે કોઈએ ધાર્યું ન હતું કે દિવાલની અંદર કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે. આખરે ફાયર ફાઈટરોને મદદ માટે થિયેટરમાં બોલાવવામાં આવ્યા હતા. તેણે પણ અવાજ સાંભળીને દિવાલ તોડવાનું શરૂ કર્યું. અડધી દિવાલ તૂટી ગયા પછી તેમને સામે જે જોયું (Man Trapped Inside Wall) તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

ક્યારેક કેટલીક એવી ઘટનાઓ બને છે, જેની કોઈ કલ્પના પણ ન કરી શકે (Incredible Incident). તમે જૂના જમાનામાં સજા તરીકે દિવાલમાં ચણી દેવાની ઘટનાઓ તો સાંભળી જ હશે, પરંતુ આ ઘણું અજીબ છે કે કોઈ જીવતા જીવતા દિવાલની અંદર ફસાઈ જાય. ન્યુયોર્કમાં એક વ્યક્તિ સાથે પણ આવું જ થયું, તે દિવાલની અંદર બનેલી જગ્યામાં 2 દિવસ સુધી ફસાયેલો રહ્યો.

થિયેટર સ્ટાફ અંદરથી કોઈનો ધક્કો મારતો અવાજ સાંભળી શકતા હતા. તેઓને લાગ્યું કે કોઈ મદદ માટે બોલાવી રહ્યું છે. આ પછી તેમને ફાયર ફાઈટર્સને સ્થળ પર મદદ માટે બોલાવ્યા. આ વ્યક્તિને ત્યાંથી દીવાલ કાપીને બહાર લાવવામાં આવ્યો હતો, પરંતુ દરેકના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો કે આ વ્યક્તિ દિવાલની અંદર કેવી રીતે પહોંચ્યો?

Facebook પર શેર કરવામાં આવી ઘટના

એક અહેવાલ મુજબ, જ્યારે રેસ્ક્યુ ટીમે દિવાલ કાપીને વ્યક્તિને બહાર કાઢ્યો ત્યારે તેણે કોઈ કપડા પહેર્યા ન હતા. આ ઘટનાને ફેસબુક પર શેર કરતા સિરાક્યુઝ ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે કોઈને ખબર નથી કે વ્યક્તિ દિવાલની પાછળની નાની જગ્યામાં કેવી રીતે પ્રવેશ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ પહેલાથી જ લેન્ડમાર્ક થિયેટરની આસપાસ ફરતો હતો. એક મીડિયા સાથે વાત કરતાં થિયેટર ડિરેક્ટર માઇક ઇન્ટાગ્લિએટાએ જણાવ્યું હતું કે તે વ્યક્તિ પોતાને ગરમ રાખવા અથવા બાથરૂમનો ઉપયોગ કરવા માટે દાખલ થયો હશે.

વ્યક્તિ 2 દિવસ સુધી અંદર ફસાયેલો હતો

ફાયર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ જોન કેન મુજબ આ વ્યક્તિ 2 દિવસથી નાની જગ્યાએ ફસાયેલો હતો. પોલીસનું કહેવું છે કે, તે વ્યક્તિને કોઈક પ્રકારની માનસિક બીમારી છે, એટલા માટે તેના પર કોઈ આરોપ લગાવવામાં આવી રહ્યો નથી. જૂનની શરૂઆતમાં, કપડા વગરનો એક માણસ શહેરના કેન્દ્ર નજીક સનબાથ લેતો જોવા મળ્યો હતો. તેને આ રીતે જોઈને લોકો ડરી ગયા. ફરી એકવાર આ પ્રકારની ઘટનાએ જાહેર સ્થળની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: સસ્તુ પેટ્રોલ ભરવા માટે નેપાળ જઈ રહ્યા છે ભારતના લોકો, જાણો પડોશી દેશમાં શું છે કિંમત ?

આ પણ વાંચો: હાથના કર્યા હૈયે વાગ્યા, કોરોના દરમિયાન વુહાનના જે અધિકારીએ સંભાળી હતી કમાન, હવે તેની જ કરાઈ ધરપકડ

Follow Us
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું
વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા
વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા
Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું
Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું
અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા
અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા
પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન
પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન
બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">