ડ્રેગને પોતાના મિત્રને આપ્યો દગો ! પાકિસ્તાનના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને ચીનમાં નો એન્ટ્રી

વિદ્યાર્થીઓએ ઈમરાન ખાન સરકાર અને ચીનના દૂતાવાસને અપીલ કરી હતી, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. ચીનની એમ્બેસીએ પણ વિદ્યાર્થીઓના ઈ-મેલનો જવાબ આપ્યો ન હતો.

ડ્રેગને પોતાના મિત્રને આપ્યો દગો ! પાકિસ્તાનના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને ચીનમાં નો એન્ટ્રી
Pakistani Students (File Photo)

ચીન (China) અને પાકિસ્તાનની (Pakistan) મિત્રતા વિશે તો સૌ કોઇ જાણે જ છે, આતંરરાષ્ટ્રીય સ્તર પર ઘણી વખત બંને દેશો એકબીજાને બચાવતા અને એકબીજાનો પક્ષ લેતા જોવા મળ્યા છે. પરંતુ ડ્રેગન ખૂબ જ ચતુરાઇપૂર્વક પાકિસ્તાનને દગો આપી રહ્યુ છે. ચીને 10 હજારથી વધુ પાકિસ્તાની વિદ્યાર્થીઓના (Pakistani Students) ભવિષ્યને લટકાવીને રાખ્યુ છે.

કોરોનાના કારણે વિશ્વના મોટાભાગના દેશોએ પોતાની સીમાઓ બંધ કરી દીધી હતી અને આ વાતની અસર સૌથી વધુ વિદ્યાર્થીઓ અને અભ્યાસ પર પડી છે. કોરોનાને કારણે વિશ્વ ભરના લાખો વિદ્યાર્થી કે જેઓ વિદેશમાં જઇને ભણતા હતા અથવા તો ભણવા જવાના હતા તેમના માટે મોટી સમસ્યાઓ ઉભી થઇ છે.

ડ્રેગને પાકિસ્તાનને આપ્યો દગો

ચીનની વિવિધ યુનિવર્સીટીઓમાં ભણતા પાકિસ્તાનના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ અધ્ધરતાલ છે. કારણ કે ચીન તે વિદ્યાર્થીઓને દેશમાં પ્રવેશ નથી આપી રહ્યુ. ચીનમાં કોરોના રોગચાળો શરૂ થયા બાદ મોટાભાગના પાકિસ્તાની વિદ્યાર્થીઓ જાન્યુઆરી 2020માં પોતાના દેશમાં પરત ફર્યા હતા. તેઓ જુલાઈમાં 7 મહિના પછી તેમની કોલેજોમાં પાછા ફરવાના હતા. હવે 2021 પણ સમાપ્ત થવામાં છે, પરંતુ ચીનની સરકારે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી.

આવા પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ઈમરાન ખાન સરકાર અને ચીનના દૂતાવાસને અપીલ કરી હતી, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. ચીનની એમ્બેસીએ પણ વિદ્યાર્થીઓના ઈ-મેલનો જવાબ આપ્યો ન હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ જ બ્લોક કરી દીધા છે.

ચીનની કોલેજોમાં લગભગ 28 હજાર પાકિસ્તાની વિદ્યાર્થીઓ છે. તેમને જુલાઈમાં ચીન પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું. ચીન હવે લગભગ 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને તેની શૈક્ષણિક સંસ્થામાં આવવા દેતું નથી. પરેશાન વિદ્યાર્થીઓ ઈમરાન ખાન સરકારના દરેક મંત્રી, વિદેશ મંત્રાલય અને ચીની દૂતાવાસની મુલાકાત લઈને થાકી ગયા છે. તેમને આશાનું કોઈ કિરણ દેખાતું નથી.

આ પણ વાંચો –

Last Solar Eclipse of 2021: જાણો સૂર્યગ્રહણની સ્વાસ્થ્ય પર કેવી પડે છે અસર, જાણો ક્યારે છે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ

આ પણ વાંચો –

Fortune India Powerful Women: શું તમે જાણો છો દેશની સૌથી શક્તિશાળી મહિલા કોણ છે? કરો એક નજર Top -10 ની યાદી ઉપર

આ પણ વાંચો –

IND vs NZ: રણજી ટ્રોફીમાં ત્રેવડુ શતક ફટકારી ઇતિહાસ રચનાર ખેલાડીને ટીમ ઇન્ડિયામાં મળશે મોકો! મુંબઇ ટેસ્ટમાં કરશે ડેબ્યૂ!

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati