IND vs NZ: રણજી ટ્રોફીમાં ત્રેવડુ શતક ફટકારી ઇતિહાસ રચનાર ખેલાડીને ટીમ ઇન્ડિયામાં મળશે મોકો! મુંબઇ ટેસ્ટમાં કરશે ડેબ્યૂ!

આ 28 વર્ષીય ક્રિકેટરની તસવીર હવે બદલાવા જઇ રહી છે. એવું માનવામાં આવે છે કે મુંબઈ ટેસ્ટ (Mumbai Test) દ્વારા ભારત માટે રમવાની તેની રાહ પૂરી થઈ શકે છે.

IND vs NZ: રણજી ટ્રોફીમાં ત્રેવડુ શતક ફટકારી ઇતિહાસ રચનાર ખેલાડીને ટીમ ઇન્ડિયામાં મળશે મોકો! મુંબઇ ટેસ્ટમાં કરશે ડેબ્યૂ!
Srikar Bharat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 12:54 PM

ક્યારેક આ ખેલાડી તો ક્યારેક તે ખેલાડી. ક્યારેક બીજા વિકલ્પ તરીકે તો ક્યારેક સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે. ટીમ ઈન્ડિયા (Team India) માં અત્યાર સુધી વિકેટ કીપર બેટ્સમેન શ્રીકર ભરત (Srikar Bharat) ની કહાની આવી જ રહી છે. પરંતુ આ 28 વર્ષીય ક્રિકેટરની તસવીર હવે બદલાવા જઇ રહી છે. એવું માનવામાં આવે છે કે મુંબઈ ટેસ્ટ દ્વારા ભારત તરફથી રમવા માટે એસ. ભરતની રાહ પૂરી થઈ શકે છે. તેને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ની જગ્યાએ આ તક મળી શકે છે.

કાનપુર ટેસ્ટની બીજી ઈનિંગમાં વિકેટ કીપિંગ કરતી વખતે સાહાની ગરદન જકડાઈ ગઈ હતી. આ પછી શ્રીકર ભરતે ભારતની કીપિંગની જવાબદારી પણ સંભાળી લીધી હતી અને 2 કેચ લેવા ઉપરાંત તેણે અક્ષર પટેલ (Axa Patel) ના બોલ પર ટોમ લાથમને પણ સ્ટમ્પ કર્યો હતો.

મુંબઈમાં શ્રીકર ભરતને સત્તાવાર રીતે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળતા જોઈ શકાય છે. જ્યાં તે માત્ર વિકેટ પાછળ જ નહીં પરંતુ તેની આગળ પણ અદ્દભૂત પ્રદર્શન કરી શકે છે. વિરાટ કોહલી (Virat Kohli) માટે પ્લેઈંગ ઈલેવનમાંથી મયંક અગ્રવાલને પડતો મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જો આમ થાય છે, તો ફરીથી શુભમન ગિલ શ્રીકર ભારત સાથે ભારતની ઓપનિંગની કમાન સંભાળતો જોવા મળી શકે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

રણજીમાં ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર કીપર

આંધ્રપ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર શ્રીકર ભરતે વર્ષ 2015માં ઈતિહાસ રચ્યો હતો અને રણજી ટ્રોફીના ઈતિહાસમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ વિકેટ કીપર બેટ્સમેન બન્યો હતો. તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 69 મેચ રમાઈ છે, જેમાં તેણે 37.58ની એવરેજથી 3909 રન બનાવ્યા છે.

આ દરમિયાન તેના બેટથી 8 સદી અને 20 અડધી સદી જોવા મળી છે. જ્યારે સૌથી વધુ સ્કોર 308 રનનો રહ્યો છે. બેટિંગમાં, કે.એસ. ભરતની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની સરેરાશ તેની લિસ્ટ A કરતા સારી રહી છે. લિસ્ટ Aમાં KS ભરતે 29.11ની એવરેજથી 1281 રન બનાવ્યા છે.

કેએસ ભરત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલની છેલ્લી સીઝન રમ્યો હતો, જ્યાં તેને કેટલીક મેચ રમવાની મળી હતી. પરંતુ જે મેચથી તે ચર્ચામાં રહ્યો હતો, તે દિલ્હી કેપિટલ્સ સામે હતી. આ મેચમાં તેણે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જરૂરી જીત અપાવી હતી.

આ પણ વાંચોઃ IPL 2022: ધોનીના આ 5 મેચ વિનર ખેલાડીઓને ફરીથી ટીમમાં લેવા માટે કરોડો રુપિયા લગાવી દેશે ચેન્નાઇ સુપર કિંગ્સ!

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇમાં કમોસમી વરસાદ બીજી ટેસ્ટમાં બની શકે છે વિલન, નિર્ણાયક ટેસ્ટની પિચ પર પડી શકે છે અસર

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">