AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિર્દય પિતાએ પુત્રને મોબાઈલ પર ગેમ રમતા પકડયો, અને 17 કલાકની આપી ‘દર્દનાક’ સજા

એક પિતાએ તેના 11 વર્ષના પુત્રને તેના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને રાત્રે એક વાગ્યે પકડ્યો, પછી તેણે પુત્રને સતત 16 કલાક સુધી વીડિયો ગેમ રમવાની સજા કરી. આ દરમિયાન માસૂમને સૂવા પણ દેવામાં આવ્યો ન હતો.

નિર્દય પિતાએ પુત્રને મોબાઈલ પર ગેમ રમતા પકડયો, અને 17 કલાકની આપી 'દર્દનાક' સજા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 8:46 PM
Share

એક પિતાએ રાત્રે એક વાગ્યે પોતાના 11 વર્ષના પુત્રને સ્માર્ટફોનનો ઉપયોગ કરતા પકડ્યો, પછી ગુસ્સો ગુમાવ્યા પછી તેણે શું કર્યું તે સાંભળીને તમે ચોંકી જશો. ‘નિર્દય’ પિતાએ તેના પુત્રને આ માટે એટલી ભયાનક સજા આપી કે તે 17 કલાક સુધી ઊંઘી શક્યો નહીં અને સતત જાગતો રહ્યો. તેણે પુત્રને સતત વિડીયો ગેમ રમવા માટે દબાણ કર્યું અને પુત્રને સૂવા પણ ન દીધો. રુંવાળા ઉભા કરી દેતી આ ઘટના ચીનના ગુઆંગડોંગ પ્રાંતના શેનઝેન શહેરની છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પિતાએ પુત્રને ‘દર્દનાક’ સજા આપી

11 વર્ષના બાળકે તેના પિતાની આ કરતૂતને જાહેર કરી હતી. 17 કલાક સુધી ઊંઘ ન આવ્યા બાદ છોકરો ખૂબ થાકી ગયો હતો. તેણે જણાવ્યું કે તેના પિતા હુઆંગે તેને રાત્રે એક વાગ્યે મોબાઈલ પર ગેમ રમતા પકડ્યો હતો. તેના પિતાએ તેના પુત્ર સાથે શું કર્યું તે વિશે ભાગ્યે જ કોઈ વિચારી શકે. આ પછી પિતાએ તેના 11 વર્ષના પુત્રને મોબાઈલ પર સતત રમવા માટે મજબૂર કર્યો. આનો એક ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે છોકરો ખુરશી પરથી પડી ગયા પછી પણ રમવા માટે જાગતો જોવા મળે છે.

નોટબુક પર લખેલી ત્રાસની વાત

છોકરાએ એક નોટબુકમાં ત્રાસની વાર્તા લખી. તેણે લખ્યું કે જ્યારે મારા પિતાને ખબર પડી તો તેમણે મને સજા કરી. તેણે મને કહ્યું કે ખૂબ રમો, જ્યાં સુધી તમને ઉલ્ટી ન થાય ત્યાં સુધી રમો. તે પછી તે ચાલ્યા ગયા. જ્યારે હું સૂઈ ગયો ત્યારે ઘણી વખત મને જગાડ્યો. આખો દિવસ આવું ચાલ્યું. હું સવારના 1 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રમતો રહ્યો. આ સમયગાળા દરમિયાન હુઆંગને તેના પુત્ર માટે દયા ન આવી. જ્યારે તે ખુબ જ રડવા લાગ્યો અને પિતાને કહ્યું કે તે હવે મર્યાદિત સમય માટે રમત રમશે.

પિતાએ ટિકટોક પર વીડિયો મૂક્યો

ડેઈલી મેલના અહેવાલ મુજબ, પિતાએ તેના 11 વર્ષના પુત્રનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડુયિન પર માફી માંગતો વીડિયો શેર કર્યો છે, જે ટિકટોકનું ચીનનું વર્ઝન છે. જોકે તેણે દાવો કર્યો હતો કે તેની પાસે આ છેલ્લો વિકલ્પ હતો, જે તેણે તેના પુત્રના મોબાઈલની લતમાંથી મુક્તિ મેળવવા માટે કર્યો હતો. તેમણે અન્ય માતા-પિતાને તેમના બાળકને સુધારવા માટે આવી યુક્તિઓ ન અપનાવવાની સલાહ આપી હતી.

(ઇનપુટ-ભાષાંતર)

g clip-path="url(#clip0_868_265)">