કેનેડામાં સ્થાયી થતા પહેલા આ યુવકનો અનુભવ જાણી લેજો, કેનેડાઈ નાગરિક બનવા ભારતની નાગરિક્તા છોડનારા યુવાને વ્યક્ત કરી વરવી હકીકત
તાજેતરમાં જ જોવા મળી રહ્યુ છે કે અનેક ભારતીય કેનેડાની નાગરિક્તાનો ત્યાગ કરી રહ્યા છે. જેમણે ભારતથી જઈને ત્યાંની નાગરિક્તા મેળવી હતી. આવા જ એક ભારતીય નાગરિક્તા છોડનારા યુવાને તેની વરવી હકીકત જણાવી છે.

ભારતીય યુવાનોનો એક મોટો વર્ગ અન્ય દેશમાં જઈને વસવાનું સપનુ સેવતા હોય છે. તેમા કેનેડાના નાગરિકો પણ સામેલ છે. કેનેડા જવા માટે ભારતીય યુવાનોમાં હાલના વર્ષોમાં હોડ જામી છે. અનેક યુવાનો કેનેડાના નાગરિક બનવા માટે ભારતીય નાગરિક્તા છોડી દે છે. કારણ કે ભારત બેવડી નાગરિક્તાની અનુમતી નથી આપતુ. જો કે આ નિર્ણય ઘણા કિસ્સામાં ભારે પડી જાય છે. એક ભારતીય યુવાને જણાવ્યુ કે કેવી રીતે કેનેડામાં સ્થાયી થવાનો નિર્ણય એક ખરાબ સ્વપ્ન તેના માટે સાબિત થયો.
એક રેડિટ યુઝરે કેનેડાની નાગરિક્તા લેવા માટે તેની ભારતીય નાગરિક્તા છોડી દીધી હતી. આ યુઝરે સોશિયલ મીડિયા પર આ નિર્ણય પર ઓફસોસ વ્યક્ત કરતા કહ્યુ કે હવે તે ભારત પરત ફરવા માગે છે અને તેનો માર્ગ શોધી રહ્યા છે. આ યુઝરે તેની પોસ્ટમાં કેનેડામાં વધતી ભારત વિરોધી ભાવના પર ચિંતા વ્યક્ત કરી છે.
દોઢ વર્ષ પહેલા બન્યા કેનેડાઈ આ યુઝરે લખ્યુ છે,” મે દોઢ વર્ષ પહેલા કેનેડાની નાગરિક્તા લીધી હતી. પરંતુ, હવે મને લાગે છે કે આ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. મને લાગે છે કે કેનેડામાં વધતી ભારત વિરોધી ભાવના અને વધુ બદ્દતર થવાની છે. હું અહીં સલાહ લેવા અને એ લોકો સાથે વાત કરવા આવ્યુ છે. જેમની પાસે OCS છે અને ભારત આવી વસી રહ્યા છે.
રેડિટ યુઝરની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝરની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાકે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા તેમના અનુભવ શેર કર્યા, અનેક લોકોએ કહ્યુ કે કેનેડામાં એક-બે ઘટનાને આ પ્રકારે રજૂ કરવી બરાબર નથી. જ્યારે અન્ય યુઝર્સ માને છે કે કેનેડામાં ભારતના લોકો માટે મુશ્કેલી વધી રહી છે. સ્થિત વધુ તણાવભરી બની રહી છે.
શું બોલ્યા યુઝર્સ?
એક યુઝરે લખ્યુ છે કે હું ભારત આવીને કેનેડાનો નાગરિક બન્યો પરંતુ મને ક્યારેય આ પ્રકારનો વંશવાદનો સામનો નથી કરવો પડ્યો. મારી ઓફિસમાં એક ગોરી યુવતીએ વિચીત્ર વર્તન કર્યુ તો મે તેની ફરિયાદ મેનેજરને કરી. જ બાદ તેમણે તેને નોકરીમાંથી કાઢી મુકી અને મને કહ્યુ કે અમે ઈચ્છીએ છીએ કે તમે કંપનીમાં રહો.
એક યુઝરે તેની કમેન્ટમાં લખ્યુ છે કે મે તમારી પોસ્ટ જોઈ, જો તમે ભારતમાં કામ કરી ચુક્યા છો તો તમે સારી રીતે જાણતા હશો કે તેનો સામનો કેવી રીતે કરવો. અને જો નહીં તો આ તમારા માટે એક મુશ્કેલ લડાઈ હશે. આથી જ તમારી આશાઓ નક્કી કરો. એક યુઝરે સલાહ આપી કે તમારા ભવિષ્ય માટે બચત અને રોકાણ પર ધ્યાન કેન્દ્રીત કરો.
