ટેરિફની અકડ બતાવતા ટ્રમ્પને મોદીની ખુલ્લી ચેલેન્જ, શું ચીનની શાંઘાઈ સહયોગ સમિટમાં જન્મ લઈ રહી છે નવી રણનીતિ
PM મોદીની શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ માટે બૈજિંગ જવાના છે એ પહેલા ભારતન ચીન એક જૂના પ્રસ્તાવિત ત્રિકોણની યાદ અપાવી રહ્યુ છે. અત્યાર સુધી ભારત એક તરફ BRICS અને SCO અને બીજી તરફ QUAD માં સક્રિય ભૂમિકા નિભાવી એક સંતુલન બનાવી રહ્યુ હતુ. પરંતુ ટ્ર્મ્પની ટેરિફ નીતિઓએ ભારતને તેની નીતિઓ પર પુનર્વિચાર કરવા મજબુર કર્યુ છે.

વર્ષ 2019માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલીને બ્રાઝીલ અને કેટલાક અન્ય દેશોને ચેતવણી આપી હતી કે ચીન સાથેના વધુ વ્યાપારિક સંબંધો અમેરિકા સાથેના તેના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. ઉલ્લેખનિય છે કે ટેરિફ થોપવાના નામ પર ભારત સાથે તણાવ વચ્ચે પીએમ મોદીની ચીન યાત્રા સીધો ટ્રમ્પ માટે સંદેશો હશે. એ પણ સમજવાની વાત છે કે પીએમ મોદીની ચીન યાત્રા આ પ્રકારે અચાનક કેમ જાહેર થઈ. આ ટ્રમ્પ માટે એક સ્પષ્ટ સંદેશ છે કે તે ભારતને હળવાશથી ન લે. આ અમેરિકા માટે ખૂબ મોંઘુ સાબિત થઈ શકે છે. ગલવાન સંઘર્ષ પછી, ભારત હજુ પણ ચીનથી એક અંતર જાળવીને ચાલી રહ્યું હતું. જો અચાનક પીએમ મોદીની શાંઘાઈ કોઓપરેશન સમિટમાં જવાનીજાહેરાત કરવામાં આવી છે, તો અમેરિકા માટે તે સમજવા માટે પૂરતું છે. જો પીએમ મોદી SCO સમિટમાં જઈ રહ્યા...
