Breaking News : કેનેડામાં અંધાધૂંધ ફાયરિંગ, લોરેન્સ અને ઢીલ્લોનના નામે 47.90 કરોડની ખંડણીની માંગ
કેનેડાના સરેમાં પંજાબી રેડિયો સ્ટેશન પર થયેલા ગોળીબારથી ખળભળાટ મચી ગયો છે. સદનસીબે કોઈને ઈજા થઈ નથી, પરંતુ પોલીસ તપાસમાં હૂડ 420 ગેંગનું નામ સામે આવ્યું છે, જે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી ઢીલ્લોનના નામે $5 મિલિયનની ખંડણી માંગણી કરી રહી છે.

કેનેડાના સરે શહેરમાં એક પંજાબી રેડિયો સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સરે સ્થિત રેડિયો સ્વિફ્ટ 1200 AMને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઘટના સમયે સ્ટેશન પર લાઇવ કાર્યક્રમનું પ્રસારણ ચાલી રહ્યું હતું. ગોળીબારમાં રેડિયો સ્ટેશનની બારીઓને નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી.
પોલીસ તપાસમાં આ ઘટનામાં હૂડ 420 ગેંગનું નામ સામે આવ્યું છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ ગેંગ કથિત રીતે લોરેન્સ અને ગોલ્ડી ઢીલ્લોનના નેટવર્ક સાથે જોડાયેલી હોઈ શકે છે અથવા તેમના નામનો ઉપયોગ કરીને ખંડણી વસૂલવાનો પ્રયાસ કરી રહી હોઈ શકે છે.
લોરેન્સ અને ગોલ્ડી ઢીલ્લોનના નામે $5 મિલિયનની માંગ
ઇમિગ્રેશન રેકોર્ડમાં સામે આવેલી વિગતો અનુસાર, હૂડ 420 ગેંગ સાથે સંકળાયેલા હોવાના આરોપી 25 વર્ષીય રવિન્દર સિંહના ફોનમાંથી એક ધમકીભરી નોટ મળી આવી હતી. આ નોટ રેડિયો સ્ટેશનના માલિકને મોકલવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં લોરેન્સ અને ગોલ્ડી ઢીલ્લોનના નામે $5 મિલિયન, એટલે કે આશરે ₹41 કરોડ,ની ખંડણી માંગવામાં આવી હતી.
નોટમાં ખંડણીની માંગ પૂરી નહીં કરવામાં આવે તો ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી હોવાનો પણ તપાસકર્તાઓનો દાવો છે. આ ધમકી બાદ 29 સપ્ટેમ્બરે સરે સ્થિત રેડિયો સ્ટેશન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ગેંગ સાથે જોડાયેલા લોકો સામે અનેક ગંભીર કેસ
સરે પોલીસના જણાવ્યા અનુસાર, રવિન્દર સિંહ સાથે જોડાયેલું કથિત ગુનાહિત નેટવર્ક માત્ર એક પ્રાંત સુધી મર્યાદિત નથી. તપાસમાં તેના સંબંધો ઓન્ટારિયોમાં સક્રિય એક મોટા ખંડણી નેટવર્ક સાથે હોવાની માહિતી સામે આવી છે. પોલીસના રેકોર્ડ મુજબ, આ નેટવર્ક સાથે જોડાયેલા 17 આરોપીઓ સામે 100થી વધુ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.
તપાસમાં પાર્કલેન્ડ ગોળીબાર અને આલ્બર્ટામાં થયેલા આશરે $2 મિલિયનના ખંડણી કેસ સાથે પણ સંભવિત કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. રવિન્દર સિંહનો કથિત સાથી 24 વર્ષીય જગદીપ સિંહ પણ આ કેસમાં વોન્ટેડ હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે કેલગરીની એક હોસ્પિટલમાંથી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો હતો અને તેની સામે કેનેડા-વ્યાપી વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય શંકાસ્પદ ઇકબાલ સિંહનું નામ પણ ઓન્ટારિયોમાં ચાલી રહેલી તપાસ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે.
BREAKING: Trans shooter opens fire in Canada — 10 dead, 25+ wounded
Police are so terrified of “misgendering” they’re calling the suspect a “gun-person” instead of gunman.
This is peak insanity. pic.twitter.com/1BEYHIxWSK
— ☀️✨ Rachel Speaks Out (@Rachelspeakout1) September 29, 2026
રવિન્દર સિંહ સામે દેશનિકાલનો આદેશ
રવિન્દર સિંહને સંગઠિત ગુનાખોરી સાથે સંકળાયેલા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB) દ્વારા દેશનિકાલનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હાલમાં તે ઇમિગ્રેશન ડિટેન્શનમાં હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
આ સમગ્ર મામલે રેડિયો હોસ્ટ ગિની સિમ્સે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં ગુનાના મજબૂત પુરાવા ઉપલબ્ધ હોય, ત્યાં આરોપીઓ સામે કાયદા અનુસાર ઝડપી કાર્યવાહી થવી જોઈએ.
પોલીસની તપાસ તેજ, આરોપીઓને શોધવા સર્ચ ઓપરેશન
રેડિયો સ્ટેશન પર થયેલા ગોળીબાર બાદ કેનેડિયન પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓએ તપાસ તેજ કરી છે. ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને સંભવિત ખંડણી તથા ગેંગ કનેક્શન અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
પોલીસે ફરાર શંકાસ્પદ આરોપીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે રેડિયો સ્ટેશન પર થયેલા ફાયરિંગ સહિત સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી છે.
દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાં હાઇજેક નહીં ક્રેશ કરવાનો પ્રયાસ! કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયો હતો વિવાદ
