AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પ ત્રીજી વખત રાષ્ટ્રપતિ બની શકે ? અમેરિકાનું બંધારણ શું કહે છે, જાણો કાયદાકીય રીતે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવી અટકળોને વેગ આપ્યો છે કે તેઓ ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી લડી શકે છે. જોકે,અમેરિકાના બંધારણના 22માં સુધારામાં કોઈને પણ બે ટર્મથી વધુ સેવા આપવા પર પ્રતિબંધ છે. કાયદેસર રીતે, આમાં ફેરફાર કરવો અત્યંત મુશ્કેલ છે. ટ્રમ્પ ઉપરાષ્ટ્રપતિ પણ બની શકતા નથી. જાણો વિગતે.

ટ્રમ્પ ત્રીજી વખત રાષ્ટ્રપતિ બની શકે ? અમેરિકાનું બંધારણ શું કહે છે, જાણો કાયદાકીય રીતે
| Updated on: Oct 28, 2025 | 6:15 PM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એવી અટકળોને વેગ આપ્યો છે કે તેઓ ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી લડી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે હજુ સુધી નક્કી કર્યું નથી કે તેઓ શું નિર્ણય લેશે. તેમણે કોર્ટમાં બે ટર્મની બંધારણીય મર્યાદાને પડકારવાનો પણ ઇનકાર કર્યો નથી.

અમેરિકાનું બંધારણનો 22મો સુધારો સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ બે વારથી વધુ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ શકતા નથી. આ સુધારો 1951 માં પસાર થયો હતો. આ ફેરફાર પહેલા, ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટે સતત ત્રણ ચૂંટણીઓ જીતીને પરંપરા તોડી હતી અને 1945 માં તેમના ચોથા કાર્યકાળની શરૂઆતમાં તેમનું અવસાન થયું હતું. તેમના કારણે બંધારણીય સુધારો થયો.

આ વિશે કાનૂની નિષ્ણાતો શું કહે છે?

ક્વિનિપિયાક યુનિવર્સિટીના કાયદાના પ્રોફેસર વેન ઉંગરના મતે, બંધારણ સ્પષ્ટ છે કે કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ફક્ત બે ટર્મ જ સેવા આપી શકે છે. તેમણે કહ્યું કે જોકે આ મુદ્દો ક્યારેય કોર્ટ સુધી પહોંચ્યો નથી, જો ટ્રમ્પ તેને પડકારશે તો સુપ્રીમ કોર્ટ ચોક્કસપણે તેને નકારી કાઢશે.

શું ટ્રમ્પના સમર્થકો બંધારણમાં ફેરફાર કરી શકે છે?

હા, પરંતુ અત્યારે અમેરિકામાં રાજકારણના મુદ્દે લોકો વચ્ચે સખત ખેંચતાણ ચાલી રહી છે, અને બે વિરોધી પક્ષો કે જૂથો એકબીજાની વાત સાંભળવા પણ તૈયાર નથી. કોઈપણ સુધારા માટે પ્રતિનિધિ ગૃહ અને સેનેટ બંનેમાં બે તૃતીયાંશ બહુમતી અથવા બે તૃતીયાંશ રાજ્યો દ્વારા બોલાવવામાં આવેલ વિશેષ બંધારણીય સંમેલનની જરૂર પડે છે. આ પછી, 50 માંથી 38 રાજ્યોએ સુધારાને મંજૂરી આપવી આવશ્યક છે.

હાલમાં, ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પ્રતિનિધિ ગૃહમાં 219-213 ની લીડ અને સેનેટમાં 53-47 બહુમતી ધરાવે છે. તેઓ 28 રાજ્ય વિધાનસભાઓનું નિયંત્રણ કરે છે. રિપબ્લિકન કોંગ્રેસમેન એન્ડી ઓગલ્સે જાન્યુઆરી 2025 માં 22મા સુધારામાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ફેરફાર ટ્રમ્પ માટે 2029 માં ત્રીજી મુદત મેળવવાનો માર્ગ મોકળો કરી શકે છે.

શું ટ્રમ્પ ઉપરાષ્ટ્રપતિ બની શકે છે?

ટ્રમ્પે મજાકમાં સૂચવ્યું હતું કે તેઓ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી શકે છે અને પછી રાષ્ટ્રપતિના રાજીનામા પછી સત્તા સંભાળી શકે છે, પરંતુ તેમણે સ્વીકાર્યું કે આ અસ્વીકાર્ય હશે. જોકે, બંધારણના 12મા સુધારા મુજબ, જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવા માટે લાયક નથી તે પણ ઉપરાષ્ટ્રપતિ બની શકે નહીં. તેથી, આ માર્ગ ટ્રમ્પ માટે પણ બંધ છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">