કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનો ભય, બ્રિટન -અમેરિકાએ નાગરિકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરી

કાબુલ એરપોર્ટથી દૂર રહેવાની સૂચના એવા સમયે આવી છે જ્યારે દેશમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાની છે.તાલિબાને (Taliban) 15 ઓગસ્ટના રોજ રાજધાની પર કબજો કર્યો ત્યારથી પશ્ચિમી દળોએ કાબુલ એરપોર્ટ પરથી 80,000 થી વધુ લોકોને બહાર કાઢયા છે

કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનો ભય, બ્રિટન -અમેરિકાએ નાગરિકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરી
સાંકેતિક તસ્વીર

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં ((Kabul) સ્થિત હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Hamid Karzai International Airport) પર આતંકી હુમલાનો ખતરો છે. તેને જોતા બ્રિટન,(Britain) અમેરિકા (US) અને ઓસ્ટ્રેલિયાએ (Australia) લોકોને કાબુલ એરપોર્ટની યાત્રા કરવા પર ચેતવણી આપી છે.એરપોર્ટની આસપાસ ભેગા થયેલા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.કાબુલ એરપોર્ટ દ્વારા લોકોને દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

કાબુલ એરપોર્ટથી દૂર રહેવાની સૂચના એવા સમયે આવી છે જ્યારે દેશમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાની છે.તાલિબાને (Taliban) 15 ઓગસ્ટના રોજ રાજધાની પર કબજો કર્યો ત્યારથી પશ્ચિમી દળોએ કાબુલ એરપોર્ટ પરથી 80,000 થી વધુ લોકોને બહાર કાઢયા છે.

એરપોર્ટ પર અફરાતફરીમાં આઠ લોકોના મોત પણ થયા છે.ધ ગાર્ડિયનના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનને આતંકવાદી હુમલાના જોખમ અને વધતી જતી ચિંતાઓ વિશે જણાવ્યુંખાસ કરીને, ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા જૂથ ISIS-K દ્વારા આત્મઘાતી બોમ્બ ધડાકાની ચેતવણી આપવામાં આવી છે.

અમેરિકા-ઑસ્ટ્રેલિયાએ નાગરિકોને એરપોર્ટથી દૂર રહેવા કહ્યુ 

આ વચ્ચે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અમેરિકનોને ગેટ બહાર સુરક્ષા ખતરાઓના કારણે એરપોર્ટની યાત્રા ન કરવાની તેમજ એકત્ર ન થવાની સલાહ આપી.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, એબી ગેટ, ઈસ્ટ ગેટ અથવા નોર્થ ગેટ પર હાજર લોકોએ હવે તરત જ નીકળી જવું જોઈએ.ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ એડવાઈઝરી જણાવે છે કે અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ અસ્થિર અને ખતરનાક છે.મોટી ભીડ હિંસા જોખમ વધારી શકે છેતેમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ પરિસરમાં ઓસ્ટ્રેલિયન નાગરિકોને સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવે છે અને આગળના આદેશની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે.

તાલિબાને એરપોર્ટ આસપાસ નિયંત્રણ કર્યુ મજબૂત- પેંટાગન 

પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જોન કિર્બીએ કહ્યું કે તાલિબાનોએ તેમની ચોકીઓ પર સુરક્ષા વધારી દીધી છે અને ભીડ પર નિયંત્રણમાં લાગી ગયા છે. અમે ગઈકાલે અનુમાન લગાવ્યું હતું કે અગાઉના દિવસોની સરખામણીમાં ભીડ લગભગ અડધી છે.તેમણે કહ્યું, “અમે તેમને (ભીડ) તે સ્તરે વધતા નથી જોઇ જેટલી શરુઆતના દિવસોમાં હતી.પરંતુ હા નિશ્ચિત રુપથી એ છે કે તાલિબાને ક્ષેત્રની ચારે તરફ પહોંચ્યા અને નિયંત્રણના પોતોના પગલાઓને મજબૂત કરી દીધા છે. કિર્બીએ કહ્યું કે 31 ઓગસ્ટ પછી એરપોર્ટનું સંચાલન યુ.એસ.ની જવાબદારી રહેશે નહીં. તેમણે કહ્યું કે યુએસ એમ્બેસી હાલ એરપોર્ટ પરથી કામ કરી રહી છે.

આ પણ વાંચોAfghanistan પર ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, એસ જયશંકર વર્તમાન સ્થિતિ પર આપશે માહિતી

આ પણ વાંચો : Operation Devi Shakti : કાબુલથી આજે 180 લોકોના પરત આવવાની આશા, અફઘાન હિન્દુ અને શીખ લોકો પણ સામેલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati