AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan પર ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, એસ જયશંકર વર્તમાન સ્થિતિ પર આપશે માહિતી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિઓ બેઠકમાં હાજરી આપશે.

Afghanistan પર ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, એસ જયશંકર વર્તમાન સ્થિતિ પર આપશે માહિતી
એસ જયશંકર, વિદેશ મંત્રી- ફાઇલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 8:39 AM
Share

કેન્દ્ર સરકારે (Central Government) અફઘાનિસ્તાનની સ્થિતિ (Afghanistan Crisis) ને લઈને ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સવારે 11 વાગ્યે બેઠક યોજાવાની છે. સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરને અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે તમામ રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સને માહિતી આપવા જણાવ્યું છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે જયશંકર સર્વપક્ષીય બેઠકમાં આ અંગે તમામ ફ્લોર લીડર્સને જાણ કરશે.

આ દરમિયાન દેશમાં ફસાયેલા નાગરિકોને બહાર લાવવા માટે ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિઓ બેઠકમાં હાજરી આપશે. ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મીડિયાને કહ્યું કે તેમને સભાનું આમંત્રણ મળ્યું છે અને તે તેમાં હાજરી આપશે.

800 લોકોને ભારત લાવવામાં આવ્યા આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ 16 ઓગસ્ટથી લગભગ 800 લોકોને દિલ્હી લાવવામાં આવ્યા છે. ભારતે 16 ઓગસ્ટથી લોકોને બહાર કાઢવાનું અભિયાન પણ શરૂ કર્યું હતું. ભારત સરકારે અફઘાનિસ્તાનમાંથી નાગરિકોને બહાર કાઢવાના ઓપરેશનને ‘ઓપરેશન દેવી શક્તિ’ નામ આપ્યું છે. આ અભિયાનનું નામ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે તેનો ઉલ્લેખ કર્યો જ્યારે દુશાંબેથી 78 લોકો ભારતમાં આવ્યા.

ભારત મંગળવારે દુશાંબેથી 78 લોકોને પરત લાવ્યું, જેમાં 25 ભારતીય નાગરિકો અને કેટલાક અફઘાન શીખ અને હિન્દુઓનો સમાવેશ થાય છે. એક દિવસ પહેલા, તેમને ભારતીય વાયુસેનાના લશ્કરી પરિવહન વિમાન દ્વારા કાબુલથી દુશાંબે લઈ જવામાં આવ્યા હતા.

એસ જયશંકરે ટ્વિટર પર લખ્યું, “ઓપરેશન દેવી શક્તિ ચાલુ છે. 78 લોકો કાબુલથી દુશાંબે પહોંચ્યા છે. ભારતીય વાયુસેના, એર ઇન્ડિયા અને ટીમ વિદેશ મંત્રાલયને તેમના અથાક પ્રયત્નો માટે સલામ.”

આ પણ વાંચો: Narmada : જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો: TCS નું માર્કેટ કેપ રૂ 13.5 લાખ કરોડને પાર પહોંચ્યું , આ સિદ્ધિ હાંસલ કરનાર દેશની બીજી કંપની

g clip-path="url(#clip0_868_265)">