બ્રિટન પાકિસ્તાન સાથે કરશે કામ, અફઘાનિસ્તાનમાં ‘આતંકવાદ’ના ઉદયને રોકવાનો કરશે પ્રયાસ

બ્રિટન અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા અને યુદ્ધગ્રસ્ત દેશમાં આતંકવાદના ઉદયને રોકવા સહિતની સામાન્ય ચિંતાના મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે મળીને કામ કરશે.

બ્રિટન પાકિસ્તાન સાથે કરશે કામ, અફઘાનિસ્તાનમાં 'આતંકવાદ'ના ઉદયને રોકવાનો કરશે પ્રયાસ
UK Pakistan on Afghanistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:54 PM

Nigel Casey Pakistan Visit: બ્રિટન અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા અને યુદ્ધગ્રસ્ત દેશમાં આતંકવાદના ઉદયને રોકવા સહિતની સામાન્ય ચિંતાના મુદ્દાઓ પર પાકિસ્તાન સાથે મળીને કામ કરશે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનના વિશેષ પ્રતિનિધિ નિગેલ કેસીએ આ વાત કહી.

કેસીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં અમેરિકી સૈનિકો હટી ગયા બાદ અફઘાનિસ્તાનમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બ્રિટન શક્ય તેટલું બધું કરવા પ્રતિબદ્ધ છે.

બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદ અને કરાચીની ત્રણ દિવસીય મુલાકાત માટે પાકિસ્તાનમાં રહેલા કેસીએ પાકિસ્તાનના સૈન્ય, નાગરિક નેતાઓ સાથે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. કેસીએ આર્મી ચીફ જનરલ કમર બાજવા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસુફ, વિદેશ સચિવ સોહેલ મહમૂદ અને અફઘાનિસ્તાન માટે પાકિસ્તાનના વિશેષ પ્રતિનિધિ મુહમ્મદ સાદિક સાથે અફઘાનિસ્તાન સંબંધિત બાબતો પર બેઠક કરી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

માનવીય સ્થિતિની પર કરી ચર્ચા

હાઈ કમિશને એક નિવેદનમાં કહ્યું કે, ‘કેસીએ અફઘાનિસ્તાનમાં માનવતાવાદી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી, જેના માટે બ્રિટને 2.5 મિલિયન અફઘાન, ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ માટે 50 મિલિયન પાઉન્ડનું વચન આપ્યું છે. આ રકમ યુકેની આ વર્ષે અફઘાનિસ્તાનને £286 મિલિયનની સહાયની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.

કેસીએ કહ્યું, “યુકે અફઘાનિસ્તાનમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બનતું બધું કરવા માટે પ્રતિબદ્ધ છે અને અમારી નીતિ એક વ્યવહારિક ભાગીદારી છે.” અમે અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા અને અફઘાનિસ્તાનમાં આતંકવાદના ઉદયને રોકવા માટે સામાન્ય ચિંતાની બાબતો પર પાકિસ્તાન સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. ઓગસ્ટના મધ્યમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. જેના કારણે 20 વર્ષના સંઘર્ષ બાદ વિદેશી સેનાએ આ દેશ છોડી દીધો હતો. ત્યારથી, અહીં માત્ર આતંકવાદ જ નથી વધી રહ્યો, પરંતુ માનવીય સંકટ પણ વધુ ઘેરું બની રહ્યું છે.

અફઘાનિસ્તાન પર ચર્ચા કરવા ઉપરાંત, વિશેષ પ્રતિનિધિ યુકે અને પાકિસ્તાન વચ્ચે વેપારની તકો અંગે ચર્ચા કરવા કરાચીમાં વેપારી નેતાઓને મળશે. કેસીએ કહ્યું કે, બ્રિટન અને પાકિસ્તાન વચ્ચે વેપાર અને લોકો વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. બ્રિટનમાં રહેતા 1.6 મિલિયન પાકિસ્તાની પ્રવાસીઓ દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. કેસીએ કહ્યું, “અફઘાનિસ્તાનમાંથી યુકે સાથે જોડાયેલા અફઘાન લોકોને બહાર કાઢવાના અમારા પ્રયાસોને સમર્થન આપવા બદલ હું પાકિસ્તાનનો આભારી છું.”

આ પણ વાંચો: UPSC Success Story: એન્જિનિયરિંગ પછી અનુપમાએ શરૂ કરી UPSCની તૈયારી, બીજા પ્રયાસમાં બની IAS ઓફિસર

આ પણ વાંચો: BOB Recruitment 2021: બેંકમાં નોકરી માટે મળી રહી છે તક, જાણો વેકેન્સીની સંપૂર્ણ માહિતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">