AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકાના ખોળામાં બેઠેલા મુસ્લિમ દેશ પાકિસ્તાનને ઈરાને બતાવી દીધી ઓકાત, હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા મથતા જહાજને પાછું કાઢ્યું

ઈરાન અને અમેરિકા વચ્ચે મંત્રણાનુ ટેબલ તૈયાર કરવાની વાતો કરતા પાકિસ્તાનને ઈરાને ઓકાત બતાવી દીધી છે. જગત જમાદાર અમેરિકાના ખોળામાં જઈને બેઠેલા મુસ્લિમ દેશ પાકિસ્તાનનું એક માલવાહક જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવુ હતું. જો કે, ઈરાને પાકિસ્તાનના આ જહાજને પાછુ વાળ્યું અને કહ્યું કે, તમારા દેશના જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની કોઈ મંજૂરી નથી.

Breaking News : અમેરિકાના ખોળામાં બેઠેલા મુસ્લિમ દેશ પાકિસ્તાનને ઈરાને બતાવી દીધી ઓકાત, હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા મથતા જહાજને પાછું કાઢ્યું
Image Credit source: Whisk AI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2026 | 2:23 PM
Share

ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલે હુમલો કર્યાના 26માં દિવસે, જગત જમાદારનુ બચ્ચું થઈને ફરતા પાકિસ્તાનને, આંતરરાષ્ટ્રીય મંચ પર ઈરાને એક જોરદાર થપાટ મારી છે. અમેરિકાએ હથિયાર હેઠા મુકીને શાંતિ મંત્રણાની વાતો કરતા સમયે, પાકિસ્તાને એવુ ગાણું ગાયું હતું કે, તેઓ તહેરાન અને વોશિગ્ટન માટે ઈસ્લામાબાદમાં એક મંત્રણા ટેબલ તૈયાર કરી રહ્યું છે. આના માટે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ તાબડતોબ પાકિસ્તાન દોડી આવ્યા. પાકિસ્તાનના નેતાઓ અમેરિકા અને ટ્રમ્પના કહેવાથી છેલ્લા 24 કલાકમાં ઈરાનના અનેક નેતાઓને ફોન કરીને અમેરિકા સાથે વાટોઘાટો કરવા માટે મનામણા કરી રહ્યાં હતા. આ બધી ઘટના વચ્ચે ઈરાને પણ, અમેરિકાના ઈશારે દોઢડાહ્યાં થઈ રહેલ પાકિસ્તાનને તેની ઓકાત બતાવી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે નીકળેલા પાકિસ્તાનના માલવાહક જહાજ સલાનને ઈરાનના સત્તાવાળાઓએ પાછુ ધકેલ્યું હતું.

ઈરાને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે.  મુસ્લિમ દેશ પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ્સના કહેવાથી મધ્ય પૂર્વમાં ઈરાન સાથે શાંતિ મંત્રણા કરાવવા માટે દોડધામ કરી રહ્યું છે. ઈરાની અધિકારીઓએ પર્શિયન ગલ્ફથી કરાચી તરફ જતા સલાન નામના જહાજને હોર્મુઝની સ્ટ્રેટ પર અટકાવ્યું હતું, જેના કારણે જહાજને હોર્મુઝ સ્ટ્રેટ અખાતમાં પાછું ફેરવવાની ફરજ પડી હતી. ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે, જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે જરૂરી મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે તેને પાછું મોકલવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, જહાજ સંયુક્ત આરબ અમીરાતથી પાકિસ્તાનના કરાચી જઈ રહ્યું હતું. પાકિસ્તાન સરકારે આ ઘટના અંગે મૌન ધારણ કર્યું છે, અને યુએઈએ પણ કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.

અફઘાનિસ્તાનના કાબુલમાં ઈરાની દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં પુષ્ટિ આપવામાં આવી છે કે, ઈરાની સરકારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે પરવાનગી આપી નહોતી, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નૌકાદળ શાખાએ પાકિસ્તાન જતા જહાજને પાછુ ફેરવી દેવાયું હતી, અને તેને UAE તરફ પાછું મોકલી દીધું હતું.

જહાજમાં 6,850 ટન કાર્ગો

એક અહેવાલ અનુસાર, સલાન નામનું જહાજ વર્ષ 2000 માં બનેલ એક નાનું ફીડર કન્ટેનર જહાજ છે, જે આશરે 6,850 ટન કાર્ગો વહન કરવા સક્ષમ છે. અહેવાલો દર્શાવે છે કે, કન્ટેનર જહાજ શારજાહ નજીક કાર્ગોથી ભરેલું હતું અને ઓમાનના દરિયાકાંઠેથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું; જો કે, IRGC એ જહાજને ચેતવણી આપતાની સાથે જ તેણે તેનો માર્ગ બદલી નાખ્યો. જહાજ પર લોડ થયેલા કાર્ગોની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

પાકિસ્તાનને શા માટે મોટો આંચકો ?

1. આજ સુધી, ઈરાને ઐતિહાસિક રીતે અસંખ્ય પાકિસ્તાની જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. સત્તાવાર માહિતી ઓછામાં ઓછા એક જહાજની સ્થિતિની પુષ્ટિ કરે છે. જોકે, કન્ટેનર જહાજ સલાનને હવે અચાનક પાછુ મોકલી દેવામાં આવ્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે શાંતિ-મંત્રણા અંગેની બેઠક ઈસ્લામાબાદમાં યોજાવાની વાતો કરાઈ રહી છે.

2. છેલ્લા 24 કલાકમાં, પાકિસ્તાનના નેતૃત્વએ ઓછામાં ઓછા ત્રણ અલગ અલગ પ્રસંગોએ વરિષ્ઠ ઈરાની નેતાઓ સાથે વાતચીત કરી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે, પોતે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી હતી. આ વાતચીત છતાં, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે, પાકિસ્તાની જહાજોને અટકાયતમાં લીધા હતા. પરિણામે, આંતરરાષ્ટ્રી મંચ પર આ એક એવી ઘટના આકાર પામી છે કે, અમેરિકાના બગલ બચ્ચામાં મોટા ભા થઈને ફરતા પાકિસ્તાને, તેના રાજદ્વારી જોડાણને ઈરાન પાસે અસરકારક રીતે સાબિત કર્યું નથી. આમ કરવામાં પાકિસ્તાન સદતર નિષ્ફળ ગયું છે.

Iran Israel War Breaking : ઈરાન દર કલાકે 10 મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કરી રહ્યું છે, તેલ અવીવમાં ભારે વિનાશ થયો

Follow Us
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
g clip-path="url(#clip0_868_265)">