Breaking News : ઈરાન સામે યુદ્ધમાં ખુડદો બોલાઈ ગયો ! હવે હમણા અમેરિકા યુદ્ધનું નામ નહીં લે, દુશ્મને ફાઈટર જેટ, હેલિકોપ્ટર, ડ્રોન તોડી પાડ્યા
અમેરિકા અને ઈઝરાયલ બન્નેએ ભેગા મળીને આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન વિરુદ્ધ હુમલો કર્યો, જેનાથી મધ્ય પૂર્વમાં તીવ્ર સંઘર્ષ શરૂ થયો. આના જવાબમાં, ઈરાને પણ મધ્ય પૂર્વના વિવિધ દેશોમાં આવેલા અમેરિકી લશ્કરી થાણાઓને નિશાન બનાવીને મોટા પાયે નુકસાન પહોચાડ્યું છે.

ઈરાન સાથેનો સંઘર્ષ શરૂ થયા પછી અમેરિકાને 3.3 અબજ ડોલરનું નુકસાન થયું છે. આ માહિતી તાજેતરના અમેરિકી કોંગ્રેસે, તેના અહેવાલમાં જાહેર કરી છે. ‘કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ’ના નવા અહેવાલ મુજબ, ઈરાન સાથે દુશ્મનાવટ શરૂ થયા પછી ઓછામાં ઓછા 81 અમેરિકી લશ્કરી વિમાનો તુટ્યા કે નાશ પામ્યા અથવા તો ભારે ક્ષતિગ્રસ્ત થયા છે. આ નુકસાનમાં અમેરિકાના કેટલાક અત્યાધુનિક ફાઈટર જેટનો પણ સમાવેશ થાય છે.
અમેરિકા અને ઈઝરાયલે આ વર્ષે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો, જેનાથી મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધ છેડાયું. ઈરાને સમગ્ર ક્ષેત્રમાં અમેરિકી થાણાઓને મોટા પાયે હુમલાઓ દ્વારા નિશાન બનાવ્યા, જેના પરિણામે અમેરિકી ફાઈટર જેટ, લશ્કરી વિમાનો અને સંરક્ષણ પ્રણાલીઓને નુકસાન થયું.
F-35 અને F-15E ફાઈટર જેટને નુકસાન
કોંગ્રેસના અહેવાલ મુજબ, સંઘર્ષ શરૂ થયા પછી થયેલા નુકસાનમાં એક F-35A લાઈટનિંગ II (Lightning II) સ્ટેલ્થ ફાઈટર અને બાર F-15E સ્ટ્રાઈક ઈગલ (Strike Eagle) ફાઈટર્સનો સમાવેશ થાય છે. આ વિમાનો કાં તો નાશ પામ્યા હતા અથવા ક્ષતિગ્રસ્ત થયા હતા. નોંધનીય છે કે, સંઘર્ષની શરૂઆતમાં જ 2 માર્ચે કુવૈત ઉપર ‘ફ્રેન્ડલી ફાયર’ (પોતાના જ દળો દ્વારા થયેલો ગોળીબાર)ની ઘટનામાં ત્રણ F-15 ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા. ‘ફ્રેન્ડલી ફાયર’ શબ્દ એવી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે જેમાં પોતાના જ દળોના ગોળીબારથી નુકસાન થાય છે.
ત્યારબાદ, આવતા મહિને ઈરાન ઉપર વધુ એક જેટ તોડી પાડવામાં આવ્યું હતું. 9 અને 10 સપ્ટેમ્બરે જોર્ડનમાં આવેલા મુવાફક સાલ્ટી એર બેઝ પર ઈરાની હવાઈ હુમલા દરમિયાન અન્ય આઠ F-15E વિમાનોને પણ સામાન્ય નુકસાન થયું હતું.
MQ-9 રીપર ડ્રોનનું ભારે નુકસાન
અમેરિકાને MQ-9 રીપર (Reaper) ડ્રોનના સંદર્ભમાં નોંધપાત્ર નુકસાન થયું છે, જેમાં ઓછામાં ઓછા 45 ડ્રોન ગુમાવ્યા છે. એક ડ્રોનની કિંમત અંદાજે 30 મિલિયનથી 50 મિલિયન ડોલરની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. એરફોર્સના એક જનરલે જણાવ્યું હતું કે આ નુકસાન બાદ, અમેરિકા પાસે રહેલા આ ડ્રોનની સંખ્યા ઘટીને 135 થઈ ગઈ છે; અગાઉ આ સંખ્યા 189 હતી.
ઈરાનના હુમલામાં અમેરિકાના સૌથી અત્યાધુનિક ફાઈટર જેટ્સમાંના એક – પાંચમી પેઢીના F-35A – ને પણ નુકસાન થયું હતું. 92 મિલિયન ડોલરની કિંમત ધરાવતા આ વિમાનને 19 માર્ચે નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 270 મિલિયન ડોલરની કિંમતના E-3 સેન્ટ્રી સર્વેલન્સ પ્લેનને પણ નુકસાન થયાના અહેવાલ છે.
અમેરિકાને ઈરાન સામેના યુદ્ધમાં કેટલું નુકસાન થયું?
- F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ – 12
- F-35A લાઈટનિંગ II સ્ટેલ્થ ફાઈટર – 1
- A-10 “વોર્થોગ” એટેક જેટ – 2
- KC-135 સ્ટ્રેટોટેન્કર એરિયલ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ – 7
- E-3 સેન્ટ્રી જાસૂસી વિમાન – 1
- MC-130J કમાન્ડો II સ્પેશિયલ ઓપરેશન્સ એરક્રાફ્ટ – 1
- HH-60W જોલી ગ્રીન II કોમ્બેટ સર્ચ-એન્ડ-રેસ્ક્યુ હેલિકોપ્ટર – 1
- MQ-4C ટ્રાઇટન હાઈ-એલ્ટિટ્યુડ લોંગ-એન્ડ્યુરન્સ ડ્રોન – 1
- MQ-1 મલ્ટી-રોલ ડ્રોન – 3
- AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર – 1
- AH-6 લિટલ બર્ડ લાઈટ એટેક હેલિકોપ્ટર – 4
- MH-60 સીહોક મેરીટાઇમ હેલિકોપ્ટર – 1
- MQ-9 રીપર ડ્રોન – 45
