AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાને ખુલ્લેઆમ ધમકી આપી, અમેરિકાએ પોતાને સુધારવું પડશે તો જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાને અમેરિકાની સામે પોતાની ડિમાંડનું આખું લિસ્ટ રાખ્યું છે. ઈરાનના સિક્યોરિટી ચીફે કહ્યું, અમે અમારી માંગથી પાછળ હટીશું નહી. પછી ભલે યુદ્ધ કેમ ન કરવુ પડે.

Breaking News : ઈરાને ખુલ્લેઆમ ધમકી આપી, અમેરિકાએ પોતાને સુધારવું પડશે તો જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે
| Updated on: Aug 09, 2026 | 7:59 AM
Share

ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે કહ્યું કે, અમેરિકા જ્યાં સુધી પોતાના વ્યવહારમાં સુધારો કરશે નહી. હોર્મુઝ સ્ટ્રેટ નહી ખોલવામાં આવે. આ નવા વલણ સાથે, ઈરાને નવી શરતો મૂકી છે જે જળમાર્ગ અને તેમાંથી પસાર થતા ટ્રાફિકના પ્રવાહ પરના કરાર માટે વાટાઘાટોને અસર કરી શકે છે. ઈરાનના સરકારી પ્રસારકે પરિષદના સચિવ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર મોહમ્મદ બાઘર ઝુલ્ગદરનું નિવેદન પ્રસારિત કર્યું.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમેરિકા ઈરાનને ફરી ક્યારેય ધમકી આપવી જોઈએ નહીં અને ઈરાન અને તેના સશસ્ત્ર સાથીઓ સાથે ચાલી રહેલા યુદ્ધનો કાયમી અંત લાવવો જોઈએ.

શું છે ઈરાનની નવી ડિમાંડ?

તેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકાએ ઈરાની બંદરો પરનો નૌકાદળનો નાકાબંધી હટાવવો જોઈએ અને પ્રદેશમાંથી તેની લશ્કરી હાજરી પાછી ખેંચવી જોઈએ. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેણે યુદ્ધના નુકસાન માટે સંપૂર્ણ વળતર આપવું જોઈએ, પ્રતિબંધો હટાવવા જોઈએ અને ઈરાનની જપ્ત કરેલી સંપત્તિ કોઈપણ શરતો વિના મુક્ત કરવી જોઈએ.

હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી પૂર્ણ કરવાનો પ્રયત્ન

અમેરિકા તરફથી હાલમાં કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અમેરિકાએ પૂર્વમાં કહ્યું હતુ કે, તે હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી પૂર્ણ કરતા પહેલા ત્યાંની વ્યવસ્થાને લઈ એક સ્વીકાર્ય કરાર ઈચ્છે છે. ઈરાને આ પહેલા કહ્યું હતુ કે, તે હોર્મુઝ સ્ટ્રેટના પ્રબંધનને લઈ ઓમાનની સાથે એક કરારની નજીક પહોંચ્યું છે. અહી જલમાર્ગ બંને દેશની વચ્ચે સ્થિત છે.

ઈરાને જહાજ પર હુમલો કર્યો : UAE

સંયુક્ત અરબ અમીરાતના અધિકારીએ જણાવ્યું કે, અબુ ધાબુની સરકારી સ્વામિત્વવાળી તેલ એન્ડ ગેસ કંપની એડીએઓસીના એક વહાણ પર હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થતી વખતે હુમલો કરવામાં આવ્યું હતો. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઈરાને વાણિજન્ય જહાજો પર કરવામાં આવી રહેલા હુમલા હેઠળ મિસાઈલ નાંખી હતી. એડીએનઓસીએ એક નિવેદનમાં કહ્યું કે, શનિવારના રોજ થયેલા હુમલામાં કોઈ ઘાયલ થયું નથી.

કંપનીએ જણાવ્યું કે, ફેબ્રુઅરીમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરુ કર્યા પછી તેના એક ડઝનથી વધારે વહાણો પર સ્ટ્રેટથી પસાર થતી વખતે મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવી ચૂક્યો છે. કંપનીના અનુસાર આમાંથી એક ચાલકદળનું મોત થયું છે અને 20 અન્ય ઈજાગ્રસ્ત થયા છે.

3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધિત કરશે અહી ક્લિક કરો

Follow Us
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
g clip-path="url(#clip0_868_265)">