VIDEO: 38-39 વર્ષની ઉંમરે પણ રોહિત-કોહલીની યુવાનો જેવી ચપળતા, ઓકલેન્ડમાં ફિલ્ડિંગથી મચાવી ધમાલ
ક્રિકેટના મેદાન પર ઉંમર નહીં, ફિટનેસ અને ચપળતા મહત્વની હોય છે, તેનું ઉદાહરણ ઓકલેન્ડ વનડેમાં જોવા મળ્યું. 38 વર્ષના વિરાટ કોહલી અને 39 વર્ષના રોહિત શર્માએ પોતાની ફિલ્ડિંગથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. પહેલા રોહિતે શાનદાર થ્રોથી રનઆઉટ કરાવ્યો અને ત્યારબાદ કોહલીએ એક હાથે અદભુત કેચ પકડીને મહેફિલ લૂંટી લીધી.

રોહિત શર્મા 39 વર્ષનો છે. વિરાટ કોહલી 5 નવેમ્બરે 38 વર્ષનો થશે. પણ બંને આ ઉંમરે પર શ્રેષ્ઠ ફિટનેસમાં છે. 38 અને 39 વર્ષની ઉંમરે પણ RO-KO યુવાનો જેવી ચપળતા બતાવી રહ્યા છે. બંનેએ ઓકલેન્ડ વનડેમાં પોતાની સ્ફૂર્તિ દર્શાવી, જે તેમની ચપળતાનું લેટેસ્ટ ઉદાહરણ છે. પહેલા રોહિતે કમમાલ કર્યો, પછી વિરાટ કોહલીએ ધમાલ મચાવી. ચાલો જાણીએ ઓકલેન્ડ વનડેમાં રોહિત અને વિરાટની ચપળતા ન્યૂઝીલેન્ડ પર કેવી રીતે ભારે પડી.
38-39 વર્ષની ઉંમરે RO-KO નો જલવો
રોહિત શર્માએ ન્યુઝીલેન્ડની ઇનિંગની 22મી ઓવરમાં ડેરિલ મિશેલને રન આઉટ કરીને પોતાની ચપળતા બતાવી. અક્ષર પટેલ દ્વારા ફેંકાયેલી ઓવરના પહેલા બોલ પર ગ્લેન ફિલિપ્સે શોટ રમીને ઝડપી સિંગલ લેવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં તે અને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા ડેરિલ મિશેલ દોડ્યા. પરંતુ રોહિત શર્મા સામે તેમની આ ટ્રિક ફેલ થઈ.
Shanagiri and Reflexes both getting better with age for the Hitman
Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha.
#SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/NlYb7LRmHV
— Sony Sports Network (@SonySportsNetwk) November 4, 2026
રોહિત શર્માની જોરદાર ફિલ્ડિંગ
39 વર્ષીય રોહિત શર્માએ ઝડપથી બોલ પકડ્યો અને વિકેટકીપર કેએલ રાહુલ તરફ ખૂબ જ ચપળતાથી ફેંક્યો. રાહુલે કેચ કરતાની સાથે જ સ્ટ્રાઈકર એન્ડ પર બેલ્સ ઉડાવી દીધા. પરિણામે નોન-સ્ટ્રાઈકર એન્ડથી રનિંગ ઇન કરી રહેલા ડેરિલ મિશેલ રોહિત શર્માના જોરદાર થ્રો સાથે રન આઉટ થયો. આ પહેલીવાર છે જ્યારે ડેરિલ મિશેલ કોઈ ODIમાં રન આઉટ થયો છે.
It’s the King’s birthday weekend, and we get the presents!
Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha.
#SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND | [Virat Kohli] https://t.co/LffbctfFwm
— Sony Sports Network (@SonySportsNetwk) November 4, 2026
વિરાટ કોહલીએ શાનદાર કેચ લીધો
રોહિત શર્મા પછી વિરાટ કોહલીએ પણ કમાલ કર્યો. વિરાટ કોહલી મેદાન પર સુપરમેન બની ગયો. અંશુલ કંબોજના બોલ પર વિરાટ કોહલીએ નાથન સ્મિથનો શાનદાર કેચ પકડ્યો. ન્યુઝીલેન્ડની ઇનિંગની 29મી ઓવરના ત્રીજા બોલ પર કોહલીએ જમણી બાજુ ડાઇવ કરી અને ફક્ત એક હાથે જોરદાર કેચ પકડ્યો.
