AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિવાળી પર સરકારી બાબુઓને ગિફ્ટ લેવી પડશે ભારે, ACBની રાજ્યભરમાં ખાનગી નજર! જુઓ Video

Breaking News : દિવાળી પર સરકારી બાબુઓને ગિફ્ટ લેવી પડશે ભારે, ACBની રાજ્યભરમાં ખાનગી નજર! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2026 | 1:10 PM
Share

દિવાળી અને નવા વર્ષ પહેલાં સરકારી કચેરીઓમાં ભેટસોગાદ આપવાના બહાને લાંચની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા ACB સતર્ક બની છે. રાજ્યભરમાં ખાસ ટીમો બનાવી સરકારી કર્મચારીઓ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ACBની કાર્યવાહી અને ફરિયાદ કરવા માટેનો હેલ્પલાઇન નંબર.

દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓને શુભેચ્છા આપવા માટે લોકો મીઠાઈ, ભેટસોગાદ અને અન્ય વસ્તુઓ લઈને પહોંચતા હોય છે. જોકે, આ વખતે સરકારી કર્મચારીઓએ આવી ભેટો સ્વીકારતાં પહેલાં સાવચેત રહેવાની જરૂર છે. લાંચ અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરતી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રાજ્યભરમાં સરકારી કચેરીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી ACB દ્વારા લાંચ લેતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક કર્મચારીઓ લાંચ લેવાનું બંધ કરતા નથી. ખાસ કરીને દિવાળી પહેલાં સરકારી કચેરીઓમાં ભેટસોગાદ અને નવા વર્ષની શુભેચ્છા આપવાના બહાને લોકોની અવરજવર વધી જાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ACB સતર્ક બની છે.

રાજ્યભરમાં ACB ની અલગ-અલગ ટીમો

રાજ્યભરમાં જિલ્લા પ્રમાણે ACB ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખી રહી છે. જો કોઈ સરકારી કર્મચારી ભેટના નામે લાંચ કે અન્ય પ્રલોભનો સ્વીકારતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, હવે કેટલાક કર્મચારીઓ મોંઘી વસ્તુઓ, કિંમતી ભેટો અને ટૂર પેકેજ જેવા પ્રલોભનો મેળવતા હોવાની પણ ચર્ચા છે.

આવી કોઈ ફરિયાદ કે અરજી મળશે તો ACB પુરાવા એકત્ર કરીને તપાસ કરશે. જો કોઈ નાગરિકને સરકારી કર્મચારી દ્વારા લાંચ કે ગેરકાયદેસર ભેટ સ્વીકારવામાં આવતી હોવાની જાણ થાય તો તેઓ ACBના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરી શકે છે અથવા નજીકની ACB કચેરીનો સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : ધનતેરસ પહેલાં સોનામાં ફરી આવી ચમક! જુઓ અમદાવાદ સહિત 10 જાણીતા શહેરોના ભાવ

Published on: Nov 04, 2026 01:06 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">