Breaking News : ઈન્ડિગોનો મોટો નિર્ણય! આ દેશ માટેની તમામ ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી રદ, 4 શહેરોના મુસાફરોને થશે અસર
હાલની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડિગોએ ચાર મહત્ત્વનાં શહેરોમાંથી આવતી અને જતી પોતાની તમામ ફ્લાઇટ્સ 30 નવેમ્બર 2026 સુધી રદ કરી છે. આખરે આ ચાર શહેરો કયા છે અને ઇન્ડિગોએ આવો નિર્ણય શા માટે લીધો છે? ચાલો જાણીએ.

દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોએ સાઉદી અરેબિયા માટેની તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. ઇન્ડિગોએ આ અંગે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયાની વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 30 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. એરલાઇને વધુમાં જણાવ્યું છે કે જે મુસાફરોની મુસાફરી પર આ નિર્ણયની અસર થઈ છે. મુસાફરોને ટિકિટ બુકિંગ સમયે આપેલા મોબાઇલ નંબર પર જાણ કરવામાં આવી રહી છે.
કયા ચાર શહેરો માટેની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી ?
ઇન્ડિગોએ બુધવાર, 18 નવેમ્બરના રોજ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાનાં ચાર મુખ્ય શહેરો માટેની તમામ ફ્લાઇટ્સ મહિનાના અંત સુધી રદ રહેશે. ચાલો જાણીએ કે સાઉદી અરેબિયાનાં કયા ચાર શહેરો માટેની આવતી અને જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
- જેદ્દાહ
- મદીના
- રિયાધ
- દમ્મામ
Travel Advisory
In view of the prevailing security situation in the Kingdom of Saudi Arabia, all flights to and from Jeddah, Madinah, Riyadh and Dammam have been cancelled until 30 November 2026 (inclusive).
Affected customers are being informed through the contact details provided at the time of booking. We remain committed to keeping our customers updated and extending the necessary assistance during this period.
We continue to closely monitor developments and assess the situation. The safety and security of our customers and crew remain our highest priority.
— IndiGo (@IndiGo6E) November 18, 2026
સુરક્ષા સંબંધિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
ખાસ વાત એ છે કે ઇન્ડિગોએ પોતાની એડવાઇઝરીમાં કોઈ ખાસ છૂટછાટનો ઉલ્લેખ કર્યો નથી. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળા દરમિયાન આ ચારેય શહેરોમાંથી આવતી અને ત્યાં જતી તમામ ફ્લાઇટ્સને અસર થશે. સાઉદી અરેબિયામાં સુરક્ષા સંબંધિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, એરલાઇન કંપનીએ પોતાના નિવેદનમાં સુરક્ષાને લગતી ચોક્કસ ચિંતાઓ વિશે વધુ વિગતો આપી નથી.
મુસાફરોને આ અંગે કેવી રીતે જાણ કરવામાં આવશે?
આ નિર્ણયથી જે મુસાફરોની મુસાફરી પર અસર થઈ છે, તેમનો બુકિંગ સમયે આપવામાં આવેલી સંપર્ક વિગતોના આધારે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. એરલાઇન કંપનીએ મુસાફરોને ખાતરી આપી છે કે તેમને સમયાંતરે જરૂરી માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત, મુસાફરી દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓમાં શક્ય તમામ મદદ પણ પૂરી પાડવામાં આવશે. જે મુસાફરોએ આ ચાર શહેરોમાંથી કોઈ એક શહેર માટે અથવા ત્યાંથી આવવા માટે ટિકિટ બુક કરાવી છે, તેમને ઇન્ડિગોએ નિયમિત રીતે SMS અને ઈમેઇલ ચેક કરવાની સલાહ આપી છે.
ઇન્ડિગો સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે !
એરલાઇન કંપની ઇન્ડિગો હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. મુસાફરોની સુરક્ષા કંપનીની સૌથી મોટી પ્રાથમિકતા છે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને સમયાંતરે તેની સમીક્ષા કરી રહ્યા છે. ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું છે કે તેના મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ફ્લાઇટ્સ રદ થવાના આ સમયગાળા દરમિયાન મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી પણ કંપનીએ આપી છે. આ સૂચના હાલમાં 30 નવેમ્બર 2026 સુધીની નિર્ધારિત ફ્લાઇટ્સ માટે લાગુ પડે છે. પરિસ્થિતિમાં કેવા ફેરફાર થાય છે તેના આધારે ફ્લાઇટના સમયપત્રકમાં ફેરફાર અથવા નવી માહિતી જાહેર કરવામાં આવી શકે છે.
