AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોહમ્મદ સિરાજ બહાર થતાં ગાવસ્કર આશ્ચર્યચકિત, કહ્યું- તેણે ક્યારેય ભારતને નિરાશ કર્યું નથી

સિરાજને પ્રથમ ટેસ્ટમાંથી કેમ બહાર રાખવામાં આવ્યો? સુનિલ ગાવસ્કરે આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. સિરાજ ઉપરાંત, જાડેજા પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો.

Breaking News : મોહમ્મદ સિરાજ બહાર થતાં ગાવસ્કર આશ્ચર્યચકિત, કહ્યું- તેણે ક્યારેય ભારતને નિરાશ કર્યું નથી
| Updated on: Nov 19, 2026 | 8:25 AM
Share

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગ્ટનમાં પહેલી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાના સિલેક્શને બધાને ચોંકાવી દીધા છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલે મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા જેવા સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્લેઈંગ 11માંથી બહાર કર્યા હતા. આ નિર્ણય પર મહાન સુનીલ ગાવસ્કરે નારાજગી વ્યક્ત કરી છે. પહેલી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં સિરાજ અને જાડેજાના સ્થાને અંશુલ કંબોજ અને વોશિંગ્ટન સુંદરને તક મળી છે.

વેલિંગ્ટનમાં 4 ફાસ્ટ બોલર

વેલિંગ્ટનના બેસિન રિઝર્વમાં પિચ જોઈ ભારતે ચાર ફાસ્ટ બોલરને પ્લેઈગ ઈલેવનમાં પસંદગી કરી છે. જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. તેની સાથે અંશુલ , પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશ દીપને સામેલ કરવામાં આવ્યા છે. વોશિગ્ટન સુંદર ટીમનો એકમાત્ર ઓલરાઉન્ડર છે.

ગાવસ્કરની નારાજગી

સુનીલ ગાવસ્કરે સોની સ્પોર્ટસ સાથે વાત કરતા કહ્યું તેને લાગ્યું હતુ કે, પહેલી ટેસ્ટમાં સિરાજને તક મળશે કારણ કે, તેમણે છેલ્લી વનડે રમી હતી. ગાવસ્કરે જોર આપતા કહ્યું કે, તેને લાગતું નથી કે, સિરાજે ભારતને ક્યારેય નિરાશ કર્યું હોય.

પૂર્વ કેપ્ટને આ વાત પર કહ્યું કે, સિરાજને ટેસ્ટ 11માંથી બહાર કરવાથી તેના ફોર્મમાં કોઈ સમસ્યા આવશે નહી. તેમણે ગત્ત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર સિરાજના શાનદાર પ્રદર્શનને યાદ કર્યું હતુ. ગાવસ્કરે કહ્યું કે, સિરાજની બોલિંગમાં કાંઈ ભૂલ થઈ નથી. તેની લય સારી છે. મે હાલમાં જે ક્રિકેટ જોઈએ, તેમાં સારું પ્રદર્શન રહ્યું હતુ. તેમને કેમ પસંદ કરવામાં ન આવ્યો. એ મને ખ્યાલ નથી. મને બસ આશા છે કે, તેની જગ્યાએ પસંદ થયેલા ખેલાડીઓ સારું પ્રદર્શન કરે.

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે અંશુલ કંબોજની પસંદગીને યોગ્ય ઠેરવી છે. તેમણે કહ્યું કે ફાસ્ટ બોલરો માટે અનુકૂળ પરિસ્થિતિઓમાં કંબોજ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્ટાયરિસે નોંધ્યું કે તાજેતરમાં પૂર્ણ થયેલી ODI સીરિઝમાં અંશુલે ન્યૂઝીલેન્ડને આશ્ચર્યચકિત કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું, “મને ખબર છે કે સિરાજે ભારત સાથે શું કર્યું. તેમને નિરાશ થવું જોઈએ. આ લીલી પીચ છે અને બોલ આગળ વધશે. મને લાગે છે કે આ પીચ પર કંબોજ ખૂબ જ સારી પસંદગી હોઈ શકે છે.

ભારતની પ્લેઈંગ 11ની વાત કરીએ તો. શુભમન ગિલ, કે.એલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, રિષભ પંત, વોશિગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા

મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડનું ધમંડ તોડ્યું, આવો છે ટીમ ઇન્ડિયાની જીતના સ્ટારનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">