Breaking News : મિડટર્મ ચૂંટણીમાં ઝટકો લાગતાં જ ટ્રમ્પનું વલણ બદલાયું! ઈરાન અને ઇઝરાયેલ અંગે લીધા 2 ચોંકાવનારા નિર્ણય
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે મોટા નિર્ણયો કર્યા છે. તેણે ઈરાન પર હુમલો કરવાની હાલ કોઈ યોજના ન હોવાનું જણાવ્યું છે. સાથે જ ઈરાન સાથે શાંતિ મંત્રણા ચાલુ રાખવાની વાત પણ કરી છે.

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે મોટા નિર્ણયો જાહેર કર્યા છે. તેણે ઈરાન પર હુમલો કરવાની હાલ કોઈ યોજના ન હોવાનું જણાવ્યું છે. સાથે જ ઈરાન સાથે શાંતિ મંત્રણા ચાલુ રાખવાની વાત પણ કરી છે. બીજી તરફ, ટ્રમ્પે ઇઝરાયેલને દર વર્ષે આપવામાં આવતી 4 અબજ ડોલરની આર્થિક સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ઇઝરાયેલને હથિયારો વેચવાનું ચાલુ રાખી શકે છે.
ઈરાન પર હુમલો નહીં, વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયાસ
ફાઇનાન્શિયલ ટાઇમ્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે હાલમાં ઈરાન પર વધુ હુમલો કરવાની કોઈ યોજના નથી. બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તેના પરિણામના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. તેણે એમ પણ કહ્યું કે ઈરાન સાથે શાંતિ મંત્રણા માટેની તારીખ ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે.
મતદાન પહેલાં ઈરાનના કેશમ ટાપુ પર હુમલો
સોમવાર, 2 નવેમ્બરના રોજ અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ પર હુમલો કર્યો હતો. આ હુમલો મિડટર્મ ચૂંટણીના મતદાન પહેલાં કરવામાં આવ્યો હતો. જોકે, આ પગલાનો ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીને કોઈ ફાયદો થયો નહીં. ચૂંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યો. અહેવાલ મુજબ, સેનેટમાં પણ પાર્ટીની સ્થિતિ નબળી પડી શકે છે, જ્યારે કોંગ્રેસમાં ડેમોક્રેટિક પાર્ટીનું પ્રભુત્વ વધવાની શક્યતા છે.
ટ્રમ્પે અચાનક આ બે જાહેરાતો કેમ કરી?
ટ્રમ્પના બદલાયેલા વલણ પાછળ મુખ્યત્વે ત્રણ કારણો હોવાનું માનવામાં આવે છે.
- અમેરિકામાં મોંઘવારીનો મુદ્દો: એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ચૂંટણીમાં હારનું એક મોટું કારણ મોંઘવારી છે. ઈરાન સાથેના યુદ્ધને કારણે અમેરિકામાં મોંઘવારી વધી હોવાની ચિંતા લોકોમાં જોવા મળી હતી. ટ્રમ્પ સરકાર આ સમસ્યાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી હોવાનું ચૂંટણીમાં સામે આવ્યું.
- કોંગ્રેસમાં બહુમતી ગુમાવવાનો ડર: ચૂંટણી બાદ ટ્રમ્પની પાર્ટી કોંગ્રેસમાં બહુમતી ગુમાવે તો નવા યુદ્ધનો નિર્ણય લેવો તેમના માટે મુશ્કેલ બની શકે છે. કોંગ્રેસ તેમના નિર્ણયોની સમીક્ષા કરી શકે છે.
- ઇઝરાયેલની રાજકીય સ્થિતિ: ઇઝરાયેલમાં પણ રાજકીય સ્થિતિ અનિશ્ચિત હોવાનું અહેવાલમાં જણાવાયું છે. બેન્જામિન નેતન્યાહુની પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળતાં સરકાર રચવા માટે ગઠબંધનની જરૂર પડી શકે છે. આ સ્થિતિ પણ ટ્રમ્પના ઇઝરાયેલ પ્રત્યેના બદલાયેલા વલણ પાછળનું એક કારણ માનવામાં આવે છે.
