AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમેરિકાનો દબદબો ખતમ! ઈરાની સુપ્રીમ લીડરે કહી દીધી ‘મોટી વાત’, સુપરપાવર દેશના પગ નીચેથી જમીન સરકી ગઈ

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ એક મોટો લેખિત આદેશ જાહેર કરીને સનસનાટી મચાવી દીધી છે. આ લેખિત આદેશ બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Breaking News: અમેરિકાનો દબદબો ખતમ! ઈરાની સુપ્રીમ લીડરે કહી દીધી 'મોટી વાત', સુપરપાવર દેશના પગ નીચેથી જમીન સરકી ગઈ
Image Credit source: AI Generated
| Updated on: May 26, 2026 | 9:04 PM
Share

ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈએ પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા મોટી વાત કહી છે. ખામેનેઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અખાતી દેશો (Gulf Countries) હવે અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ નહીં કરે. ખામેનેઈએ આ વાત એવા સમયે કહી છે, જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર (યુદ્ધ વિરામ) કરાવવા માટે ઘણા દેશો આગળ આવ્યા છે અને યુદ્ધ વિરામની શરતો પર ચર્ચા ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે, ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાનો ઈરાને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ યુદ્ધની શરૂઆત પછીથી ઈરાનના 58 વર્ષના નવા સુપ્રીમ લીડર ખામેનેઈ ક્યારેય સામે આવ્યા નથી પરંતુ તેમના નિવેદનો લેખિત સ્વરૂપે સામે આવતા રહે છે. આ વખતે પણ ખામેનેઈએ ટેલિગ્રામ દ્વારા લેખિત નિવેદન જાહેર કર્યું છે.

અમેરિકાને મહાન શેતાન, ઈઝરાયેલને તાલીમબદ્ધ પ્રાણી ગણાવ્યું

મુજતબા ખામેનેઈએ પોતાના નિવેદનમાં અમેરિકાને ‘મહાન શેતાન’ અને ઈઝરાયેલને ‘તાલીમબદ્ધ પ્રાણી’ ગણાવીને પોતાના દેશના સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. ખામેનેઈએ દાવો કર્યો હતો કે, તેઓ ઈઝરાયેલનું નામોનિશાન મિટાવી દેશે. આ દેશ આગામી 25 વર્ષમાં અસ્તિત્વમાં નહીં રહે. આ સાથે જ ઈરાને સાઉદી અરેબિયા, યુએઈ (UAE) અને કતાર જેવા પોતાના પડોશી દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો તેઓ પોતાના દેશમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ થવા દેશે, તો ઈરાન તે દેશોને પણ નહીં બક્ષે.

સમયનું પૈડું પાછું નહીં ફરે

ઈરાનના સરકારી ટેલિવિઝન દ્વારા પ્રસારિત અને એએફપી (AFP) દ્વારા ટાંકવામાં આવેલા ઈદ અલ-અધાના લેખિત સંદેશમાં મુજતબા ખામેનેઈએ કહ્યું, “આ બાબતમાં જે વાત નક્કી છે તે એ છે કે, સમયનું પૈડું પાછું નહીં ફરે અને આ ક્ષેત્રના રાષ્ટ્રો તેમજ ધરતી હવે અમેરિકાના સૈન્ય મથકો માટે ઢાલનું કામ નહીં કરે.”

અલ જઝીરાએ ખામેનેઈની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલી ટિપ્પણીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, અખાતી વિસ્તારમાં અમેરિકા માટે હવે કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન (ઠેકાણું) નહીં રહે.

અમેરિકા માટે ખામેનેઈએ કહી દીધી ‘મોટી વાત’

ખામેનેઈનું કહેવું છે કે, મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં અમેરિકાનો જે જૂનો દબદબો હતો, તે હવે હંમેશા માટે ખતમ થઈ ચૂક્યો છે અને અમેરિકા ઈચ્છવા છતાં પણ એ જૂના દોરને પાછો લાવી શકશે નહીં.

અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષોએ એક એવા સમજૂતી પત્ર (MoU) ની દિશામાં પ્રગતિના સંકેતો આપ્યા છે, જે યુદ્ધને રોકી શકે છે અને વાર્તાકારોને વ્યાપક સમજૂતી પર પહોંચવા માટે 60 દિવસનો સમય આપી શકે છે. રિપોર્ટ અનુસાર, ખામેનેઈએ એમ પણ કહ્યું કે, અમેરિકા આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ સતત ગુમાવી રહ્યું છે અને “દરેક દિવસ સાથે પોતાની અગાઉની સ્થિતિથી વધુને વધુ દૂર થઈ રહ્યું છે.”

Breaking News : સિઝફાયર વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો, હોર્મુઝ નજીક મિસાઈલ લોન્ચર અને સુરંગ બિછાવી રહેલી બોટ્સને નિશાન બનાવી

Follow Us
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
g clip-path="url(#clip0_868_265)">