Big Update : 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો ! ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં અમેરિકાની સ્થિતિ કથળી, દેશ મંદીનો ભોગ બની રહ્યો છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશને મહાન બનાવવાના વચન સાથે બીજી વખત સત્તા સંભાળી હતી. તેમણે ભારત પર 50% ટેરિફ સહિત બીજા દેશો પર પણ ટેરિફ લાદ્યો હતો. જો કે, તેમ છતાંય અમેરિકાનું અર્થતંત્ર હાલમાં ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશને મહાન બનાવવાના વચન સાથે બીજી વખત સત્તા સંભાળી હતી. વધુમાં, તેમણે ભારત પર 50% ટેરિફ સહિત બીજા દેશો પર પણ ટેરિફ લાદ્યો હતો. જો કે, આવું કરવા છતાંય અમેરિકાનું અર્થતંત્ર હાલમાં ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યું છે.
15 વર્ષનો રેકોર્ડ તૂટયો
યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે પરંતુ તે ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. હાલમાં દેશ મંદીનો ભોગ બની રહ્યો હોવાથી અમેરિકામાં નાદારી વધી રહી છે. આ વર્ષે દેશમાં નાદાર (Bankruptcy) કંપનીઓની સંખ્યા 15 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં, 700 થી વધુ મોટી અને 2,000 થી વધુ નાની કંપનીઓ નાદાર થઈ ગઈ છે.
કેટલી કંપનીઓ નાદાર થઈ?
ગયા વર્ષે અમેરિકામાં 687 મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ હતી, જ્યારે આ વર્ષે નવેમ્બર સુધીમાં આ આંકડો 717 ની આસપાસ પહોંચી ગયો છે. દેશમાં નાદાર કંપનીઓની સંખ્યામાં સતત ત્રીજા વર્ષે વધારો થયો છે. વર્ષ 2022 ની સરખામણીમાં આ સંખ્યામાં 93% નો વધારો થયો છે.
નવેમ્બરમાં 62 જેટલી મોટી કંપનીઓ નાદાર હતી, જે ઓક્ટોબરમાં 68 અને સપ્ટેમ્બરમાં 66 હતી. આ વર્ષની સંખ્યા વર્ષ 2011 થી 2024 સુધીના વાર્ષિક સરેરાશ કરતા 30% વધુ છે.
USA મંદીની ઝપેટમાં!
અમેરિકામાં નાદારી એવી રીતે વધી રહી છે કે, જાણે દેશ મંદીની ઝપેટમાં હોય. ગયા વર્ષમાં નાની કંપનીઓના નાદારી દરમાં 83 ટકાનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 2,221 કંપનીઓએ સબ-ચેપ્ટર 5 હેઠળ નાદારી માટે અરજી કરી છે.
હાઇ બોરોઇંગ કોસ્ટ, ગ્રાહક ખર્ચમાં સતર્કતા અને આર્થિક અનિશ્ચિતતાએ નાની કંપનીઓની કમાણી પર અસર કરી છે. સરળ રીતે કહીએ તો, અમેરિકામાં નાની કંપનીઓ સંઘર્ષ કરી રહી છે.
