Breaking News: બાંગ્લાદેશમાં ઍરફોર્સનું વિમાન થયુ ક્રેશ, માઈલસ્ટોન કોલેજ સાથે પ્લેન ટકરાવાથી અનેક વિદ્યાર્થીના મોતની આશંકા
બાંગ્લાદેશમાં વાયુસેનાનું એક F-7 ટ્રેનર વિમાન આજે બપોરે 1:30 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે) રાજધાની ઢાકાના ઉત્તરા વિસ્તારના દિયાબારી વિસ્તારમાં ક્રેશ થયું. વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તરા કેમ્પસ નજીક ક્રેશ થયું. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી. પ્લેન કોલેજની ઈમારત સાથે ટકરાયુ હતુ અને અનેક વિદ્યાર્થીઓના મોત થયાની આશંકા પણ સેવાઈ રહી છે.

બાંગ્લાદેશમાં વાયુસેનાનું એક F-7 ટ્રેનર વિમાન આજે બપોરે 1:30 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે) રાજધાની ઢાકાના ઉત્તરા ક્ષેત્રના દિયાબારી વિસ્તારમાં ક્રેશ થયું. આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તરા કેમ્પસ નજીક ક્રેશ થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તરા કેમ્પસ નજીક ક્રેશ થયું છે. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી, પરંતુ અકસ્માતનું કારણ કે જાનહાનિ વિશે તાત્કાલિક માહિતી આપી ન હતી.
પ્લેન ક્રેશમાં એક વ્યક્તિનું મોત
APના અહેવાલ મુજબ, સેના અને ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેનર વિમાન ઢાકાના ઉત્તરી ઉત્તરા વિસ્તારમાં એક શાળાના કેમ્પસમાં ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા 1 વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયા હતા.
તે જ સમયે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ, બાંગ્લાદેશ આર્મીના કર્મચારીઓ અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ યુનિટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને બપોરે 1:18 વાગ્યે માઇલસ્ટોન કોલેજ નજીક વિમાન દુર્ઘટનાની માહિતી મળી હતી, ત્યારબાદ ત્રણ યુનિટ ઘટનાસ્થળે કામ કરી રહ્યા છે, જ્યારે બે અન્ય યુનિટ રસ્તા પર રાહત અને બચાવમાં જોડાયા છે.
આકાશમાં દેખાયા ધુમાડાના ગોટેગોટા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માઇલસ્ટોન કોલેજના કેમ્પસમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. જોકે, અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. કેટલાક સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પોસ્ટમાં પાઇલટની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી. જો કે મળતી ખબરો અનુસાર પાયલટનું મોત થયુ હોવાની અને કોલેજના પણ અનેક વિદ્યાર્થીઓના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઈજાગ્રસ્તોને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી, ફાયર બ્રિગેડ અને સેનાની ટીમો રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી હતી, તેમણે ઘાયલ વિદ્યાર્થીઓને ઉપાડીને રિક્ષા અને અન્ય વાહનો દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય હજુ ચાલુ છે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
ત્રણ માળની ઈમારત સાથે ટકરાયુ પ્લેન
માઇલસ્ટોન કોલેજના ભૌતિકશાસ્ત્રના શિક્ષકને ટાંકીને, ધ ડેઇલી સ્ટારે લખ્યું છે કે ફાઇટર જેટ માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં જ બનેલી ત્રણ માળની ઇમારત સાથે અથડાયું હતું. તેમણે જણાવ્યું હતું કે જ્યારે અકસ્માત થયો ત્યારે તેઓ કોલેજની 10 માળની ઇમારતમાં ઉભા હતા, જ્યારે ફાઇટર જેટ નજીકમાં આવેલી ત્રણ માળની ઇમારત સાથે અથડાયું હતું, ત્યારબાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓ ઇમારતમાં ફસાઈ ગયા હતા. કોલેજના શિક્ષકો અને સ્ટાફ તેમને બચાવવા દોડ્યા હતા, થોડી જ વારમાં સેનાના જવાનો પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું. શિક્ષકના જણાવ્યા અનુસાર, ઇમારતમાં અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
આપને જણાવી દઈએ કે અમદાવાદમાં 12મી જૂને ઍર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયુ હતુ. તે પણ આ જ પ્રકારે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડીંગ સાથે ટકરાયુ હતુ. જેમા પણ અનેક વિદ્યાર્થીઓ અને હોસ્ટેલમાં કામ કરતા કર્મચારીઓના મોત થયા હતા. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 270 જેટલા લોકોના મોત થયા હતા. જે પ્લેન ક્રેશ થયુ તે બોઈંગ કંપનીનુ ડ્રીમ લાઈનર AI171 હતુ.
