આ દેશે ગુજરાતીઓને તેમને ત્યાંથી કાઢી મુક્યા અને બર્બાદ થઈ ગયો દેશ, ડૂબી ગયુ અર્થતંત્ર, અંતે કહેવુ પડ્યુ ‘પ્લીઝ પાછા આવો’
આફ્રિકા ખંડમાં આવેલા યુગાન્ડાના સરમુખત્યારે જોયુ કે તેના દેશમાં તમામ ક્ષેત્રે ગુજરાતીઓ અને ભારતીયો વિસ્તરેલા છે. તેમનુ આખુ અર્થતંત્ર આ ગુજરાતીઓ પર નભે છે. તો ઈદી અમીને 90 દિવસની અંદર તમામ ભારતીયોને દેશ છોડવાનો આદેશ કર્યો અને ગુજરાતીઓના ધંધા રોજગાર ત્યાંની લોકલ જનતાને સોંપી દીધા. પરંતુ કહેવાય છે કે ધંધાની બધાને ફાવટ પણ નથી હોતી અને સમજ પણ નથી હોતી. આવુ જ થયુય ત્રણ જ વર્ષમાં યુગાન્ડા દેવાદાર બની ગયુ. અર્થતંત્ર સંપૂર્ણપણે ભાંગી પડ્યુ અને આખરે ગુજરાતીઓને કહેવુ પડ્યુ કે પ્લીઝ પાછા આવો અને અહીં આવીને તમારા બિઝનેસ ફરી શરૂ કરો. અમારા અર્થતંત્રને બેઠુ થવામાં મદદ કરો.

કોઈપણ રાજ્ય કે દેશને બેંકરપ્ટ કરવા માટે બેસ્ટ છે જરૂર થી વધારે લોકલ લેંગવેઝ ,લોકલ લોકો અને લોકલ પોલિટિકસ. તેનુ ઉત્તમ ઉદાહરણ છે યુગાન્ડા વર્સિસ ગુજરાતીની વાર્તા. 19મી અને 20 સદીમાં અનેક ગુજરાતીઓ નોકરી ધંધા માટે આફ્રિકા જતા હતા. તેઓ જ્યાં પણ જતા ચાહે નાનુ શહેર હોય કે મોટુ તેઓ ત્યાં તેનો બિઝનેસ સ્થાપિત કરતા હતા અને એક ધંધાકીય સામ્રાજ્ય ઉભુ કરી દેતા હતા. આફ્રિકા ખંડનો આવો જ એક દેશ છે યુગાન્ડા. જ્યાં 1970માં 80 હજાર થી વધુ ભારતીયો ત્યાં સેટલ થઈ ચુક્યા હતા. ત્યાં 90 ટકા ગુજરાતીઓ એવા હતા જેમનુ બિઝનેસ પર આધિપત્ય અને હતુ અને તેમના થકી જ 90 ટકા ટેક્સ રેવન્યુ જનરેટ થતી હતી. પરંતુ તેના કારણે ગુજરાતીઓ પ્રત્યે નફરત શરૂ થઈ ગઈ. લોકલ લોકો અને રાજકીય નેતાઓ કહેવા લાગ્યા કે આ ગુજરાતીઓ...
