અગ્નિ મંદિર, ગણેશ પૂજાના ચિહ્ન… ભારતથી ઘણાખરા અંશે મળતી આવે છે પાકિસ્તાનને સમર્થન દેનારા અઝરબૈઝાનની સંસ્કૃતિ
અઝરબૈઝાન પ્રત્યે લોકોમાં એટલે પણ ગુસ્સો છે કારણ કે ભલે તે એક મુસ્લિમ રાષ્ટ્ર હોય પરંતુ ત્યાંની પ્રાચીન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ અને સનાત સાથે ઘણી સામ્યતા ધરાવે છે. તેની સાક્ષી આપે છે અઝરબૈઝાનની રાજધાનીમાં આવેલુ એક પ્રાચીન મંદિર. આ મંદિરમાં વર્ષ 2018માં તત્કાલિન વિદેશમંત્રી સુષમા સ્વરાજે પણ પૂજા અર્ચના કરી હતી.

એકતરફ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. તો બીજી તરફ એ પણ તથ્યો સામે આવ્યા છે કે આ મુશ્કેલ સ્થિતિમાં વિશ્વના ક્યા દેશે ભારત સાથે કેવુ વલણ બતાવ્યુ છે. તેમા સૌથી વધુ ચર્ચા તુર્કીય અને અઝરબૈઝાનની થઈ રહી છે. તેમા પણ અઝરબૈઝાની ચર્ચા એટલે પણ જરૂરી છે કે આ દેશમાં ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિનીનો સહિયારો વારસો હોવા છતા તેમણે પાકિસ્તાનનો સાથ આપ્યો. તુર્કીય અને અઝરબૈજાને આપ્યો પાકિસ્તાનનો સાથ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી કરી અને પડોશી દેશમાં આતંકી છાવણીઓને નિશાન બનાવી. પાકિસ્તાને પણ ભારત પર વળતા પ્રહારનો પ્રયાસ કર્યો પરંતુ ભારતની મજબુત ઍર ડિફેન્સ સિસ્ટમે તેને ત્યાંજ નિષ્ફળ બનાવી દીધી. આ તણાવ વચ્ચે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બિરાદરીમાં એકલુ પડી ગયુ. તેને ન માત્ર ચીન, તુર્કીય પરંતુ અઝરબૈઝાન જેવા દેશોનું પણ સમર્થન...
