નિહાળો લાઈવ! Burj Khalifaથી બમણું કદ ધરાવતો Asteroid પૃથ્વીની નજીકથી આજે થશે પસાર

નિહાળો લાઈવ! Burj Khalifaથી બમણું કદ ધરાવતો Asteroid પૃથ્વીની નજીકથી આજે થશે પસાર
Asteroid 1994 PC1 to fly past earth (Symbolic image- Credit Shutterstock)

બુર્જ ખલિફાના કદ કરતાં પણ મોટો એસ્ટરોઇડ 18 જાન્યુઆરીએ પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. Asteroid 7482 (1994 PC1) ને યુએસ સ્પેસ એજન્સી નાસા(NASA) દ્વારા "Potentially Hazardous Object" તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Jan 18, 2022 | 1:12 PM

બુર્જ ખલિફાના (Burj Khalifa) કદ કરતાં પણ મોટો એસ્ટરોઇડ 18 જાન્યુઆરીએ 19 લાખ kmના અંતરે પૃથ્વીથી પસાર થવાનો છે. Asteroid 7482, જેને 1994 PC1 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લગભગ 1.6 કિમી પહોળો છે અને યુએસ સ્પેસ એજન્સી નાસા(NASA) દ્વારા તેને “Potentially Hazardous Object” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે કારણ કે તે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થવાનો છે. આ એસ્ટેરોઇડ પર વિવધ સ્પેસ એજન્સીના નિષ્ણાતો વર્ષોથી ટ્રેક કરી રહ્યા છે અને અમેરિકન એજન્સી દ્વારા તેનો લાઈવ નજારો માળવા માટે લિન્ક પણ શેર કરી છે.

પૃથ્વી તરફ આવતા નાસાના વૈજ્ઞાનિકો તેને ટ્રેક કરી રહ્યા છે. ખગોળશાસ્ત્રી આરએચ મેકનૉટ(R.H. McNaught)દ્વારા 1994 માં તેની શોધ કરવામાં આવી હતી. આ એસ્ટરોઇડ તાજેતરના અઠવાડિયામાં પૃથ્વી પાસેથી પસાર થનારા ઘણા મોટા એસ્ટરોઇડ્સમાંથી એક છે. “Near-Earth એસ્ટરોઇડ 1994 PC1 ખૂબ પ્રખ્યાત છે અને દાયકાઓથી અમારા ગ્રહ સંરક્ષણ નિષ્ણાતો દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે,” નાસાએ બુધવારે ટ્વિટર પર પોસ્ટ કર્યું. નાસા તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે 1994 PC1 પૃથ્વીથી 1.2 મિલિયન માઇલની દૂરીથી પસાર થશે જેથી કોઈ ખતરો છે નહીં.

એસ્ટેરોઇડને કરો લાઈવ ટ્રેક

પૃથ્વી સુધી પહોંચી શકે છે એસ્ટેરોઇડ 

અવકાશમાં લાખો એસ્ટરોઇડ ફરતા હોય છે. આમાંથી ઘણા દરરોજ પૃથ્વીની નજીકથી પસાર થાય છે. જો કે, પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા એસ્ટરોઇડ ઘણા ઓછા છે અને મોટાભાગના હવામાં જ ખાખ થઈ જાય છે. હવે અમેરિકી સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કેટલાક એસ્ટરોઇડ એવા છે જે દેખાયા વગર જ પૃથ્વી સુધી પહોંચી શકે છે. આવા એસ્ટેરોઇડ્સથી પૃથ્વીને નુકસાન કરી શકે છે.

પૃથ્વીથી એસ્ટરોઇડ 1994 PC1 સૌથી નજીક 19 જાન્યુઆરીએ સવારે IST 3.21am હશે. ખગોળશાસ્ત્રીઓએ EarthSky અનુસાર તેની ભ્રમણકક્ષાની ગણતરી કરી છે અને ઓછામાં ઓછા આગામી 200 વર્ષ માટે આ એસ્ટરોઇડ માટે પૃથ્વીથી સૌથી નજીકનું અંતર હશે. પૃથ્વી સાથે અથડાનાર સૌથી તાજેતરનો એસ્ટરોઇડ રશિયામાં આઠ વર્ષ પહેલાં વાતાવરણમાં જ ખાખ થયો હતો.

નાસાએ તાજેતરમાં અવકાશયાનને ઇરાદાપૂર્વક એસ્ટરોઇડમાં અથડાવવાનું મિશન શરૂ કર્યું. આ મિશન પૃથ્વીને એસ્ટેરોઇડથી થતાં નુકસાનથી બચાવવા માટે છે. આવું એક અવકાશયાન 2022 ના પાનખરમાં એસ્ટરોઇડ સાથે અથડાશે તેવી અપેક્ષા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati