NASA Sun: નાસાએ ‘સૂર્ય’નો અદ્ભુત નજારો કર્યો શેર, વીડિયોમાં ખૂબ જ નજીકથી ધગધગતો સૂર્ય દેખાયો, જાણો આ આટલો ખાસ કેમ છે?

NASA Sun Video: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ખૂબ જ શાનદાર વીડિયો શેર કર્યો છે. જેમાં ધગધગતો સૂર્ય ખૂબ નજીકથી જોઈ શકાય છે. લાખો લોકો આ વિડિઓને અત્યાર સુધી જોઈ ચૂક્યા છે.

NASA Sun: નાસાએ 'સૂર્ય'નો અદ્ભુત નજારો કર્યો શેર, વીડિયોમાં ખૂબ જ નજીકથી ધગધગતો સૂર્ય દેખાયો, જાણો આ આટલો ખાસ કેમ છે?
Sun Coronal Mass Ejection Photo by NASA

Sun Coronal Mass Ejection Video of NASA: સૂર્ય હંમેશાથી રહસ્યથી ભરેલો રહ્યો છે અને લોકો તેના વિશે જાણવા માટે પણ ઉત્સુક છે. અદ્યતન ટેકનોલોજી દ્વારા, હવે વૈજ્ઞાનિકો માટે તેને લગતી માહિતી મેળવવી ઘણી સરળ બની ગઈ છે. આ સાથે સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને સ્પેસ એજન્સીઓના પેજ દ્વારા લોકોની માહિતીની પહોંચ પહેલા કરતા ઘણી સરળ બની ગઈ છે. હાલ યુએસ સ્પેસ એજન્સી નાસાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં સૂર્યની સપાટી પર કોરોનલ માસ ઇજેક્શન (CME) દર્શાવવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by NASA (@nasa)

નાસાએ આ વિડીયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, અમારા દ્વારા સૌરમંડળની સમીક્ષા કરવામાં આવી? એક તારો – સૂર્ય. આ એક ખૂબ જ સુંદર સ્ટાર છે. કોરોનલ માસ ઇજેક્શન અથવા સીએમઇ સૂર્યની આ તસવીરમાં જોઇ શકાય છે. સોલર પ્લાઝ્માની આ વિશાળ તરંગો અબજો કણોને અવકાશમાં આશરે 1 મિલિયન માઇલ અથવા 1,600,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોડે છે (NASA Post on Sun Goes Viral). આ સૌર જ્વાળાઓ અસ્થાઈ સંચાર અને નેવિગેશન બ્લેકઆઉટનું કારણ પણ બની શકે છે.

સીએમઇ કેટલું ખતરનાક હોઈ શકે છે?

નાસાએ આ પોસ્ટમાં વધુ સમજાવ્યું છે કે, વર્ષ 2013માં અમારી સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી (SDO) એ આ ચોક્કસ CME જોયું હતું. તે ખૂબ જ તેજસ્વી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં જોવામાં આવ્યું હતું, પરંતુ પછી તે પૃથ્વી તરફ ગયું નહીં. પરંતુ જો તે પૃથ્વી તરફ જાય તો તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. આ પાવર લાઇનોને ટ્રિપ અને બંધ કરી શકે છે. આ વિશ્વભરમાં વીજળીનો પ્રવાહ રોકી શકે છે (Sun Coronal Mass Ejection). જો કે, હવે વિવિધ પ્રયોગશાળાઓ દ્વારા અવકાશના હવામાન વિશે માહિતી મેળવવી વધુ સરળ છે. જેના કારણે પૃથ્વી પર કોઈ ખતરો આવી શકે નહીં.

સૌર વાવાઝોડું પણ ખૂબ જોખમી છે

સૂર્યની આ તરંગોની જેમ સૌર તોફાનો પણ ઓછા જોખમી નથી. સૌર વાવાઝોડા સૂર્યની સપાટી પરથી ઉદ્ભવે છે. જેના કારણે પૃથ્વીનું બાહ્ય વાતાવરણ ગરમ થઈ શકે છે. આ સીધા ઉપગ્રહોને અસર કરે છે. તેના કારણે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઈટ ટીવીમાં પણ સમસ્યા આવી શકે છે. આ ઉપરાંત સૌર તોફાનો પાવર લાઇનોને અસર કરી શકે છે. જેના કારણે ટ્રાન્સફોર્મર્સ ફૂંકાય છે. પરંતુ આ ભાગ્યે જ જોવા મળે છે કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેને અટકાવે છે અને તેની સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે.

 

આ પણ વાંચો: Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati