PM Modiના એક આઈડિયાએ વિદેશમાં મચાવી ધૂમ, હવે અમેરિકામાં પણ ઉઠી ‘Make In USA’ની કોપી કરવાની માગ
ભારતે (India) હાલમાં તેની એક્સપોર્ટ નીતિ સુધારી છે અને તેની ગુણવત્તામાં પણ ફરક દેખાઈ રહ્યો છે. તે જ રીતે યુએસએમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન શરૂ કરીશું તો મંદી પહેલા તેની પાળ બાંધી શકાશે. એક્સ્પોમાં આવેલા મુલાકાતીઓને વિગતો પુરી પાડી હતી કે સરકારે વીઝા પ્રોસેસ (Visa process) સરળ બનાવી છે.
1 / 5
અમેરિકામાં મંદી ગમે ત્યારે દસ્તક દઈ શકે છે તે વચ્ચે લોસ એન્જલસમાં વસનારા એશિયન અમેરિકન્સ દ્વારા ખાસ ડાયવર્સિટી બિઝનેસ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યુ હતું કે જેમાં મોટી સંખ્યામાં બિઝનેસ પર્સન, બેન્કીંગ સાથે સંકળાયેલા મહાનુભાવોએ હાજરી આપી હતી. એશિયન અમેરિકન બિઝનેસ વુમન એસોસિએશન, બિઝનેસ ચેમ્બરનાં પ્રતિનિધિઓએ હાજર રહીને સ્થાનિક લોકોને વેપારથી લઈ વિવિધ સરકારી મદદ અંગેની માહિતિ પુરી પાડી હતી.
2 / 5
આ પ્રસંગે જાણીતા ઉદ્યોગકાર યોગી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે, ભારતમાં તાજેતરમાં 'મેક ઈન ઈન્ડિયા' અને 'વોકલ ફોર લોકલ' પર વડાપ્રધાન ભાર મુકી રહ્યા છે ત્યારે આપણે પણ અહીં મેક ઈન યુએસએ પર ભાર મુકવો જોઈએ. ભારતે હાલમાં તેની એક્સપોર્ટ નીતિ સુધારી છે અને તેની ગુણવત્તામાં પણ ફરક દેખાઈ રહ્યો છે. તે જ રીતે યુએસએમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન શરૂ કરીશું તો મંદી પહેલા તેની પાળ બાંધી શકાશે. તેમણે સરકાર કેટલી બધી મદદ સબસીડીનાં ભાગરૂપે કરે છે તેનો ચિતાર રજુ કર્યો હતો.
3 / 5
જાણીતા બેન્કર પરિમલ શાહે જે લોકો પોતાનો વેપાર શરૂ કરવા માગે છે તેમના માટેની પ્રોત્સાહક યોજનાઓની માહિતિ પુરી પાડી હતી. બિઝનેશ એક્સ્પોમાં આવેલા મુલાકાતીઓને વિગતો પુરી પાડી હતી કે સરકારે વીઝા પ્રોસેસ સરળ બનાવી છે, માઈગ્રેશન પર પણ ભાર મુક્યો છે અને સબસીડી યોજનાઓ પણ છે કે જેમાં લીધેલી મશીનરીનાં નાણાં દશ વર્ષમાં પાછા મળી જાય છે તો મેક ઈન યુએસએ પર ભાર મુકવાની જરૂર છે.
4 / 5
ભારતીય મૂળનાં ઉદ્યોગપતિઓએ વિગતો પુરી પાડી હતી કે નોકરી છોડીને વેપાર કરવો સરળ બની રહ્યો છે. ધંધો કરવા ઈઝી છે પણ તેમાં મળનારા ફાયનાન્સ વિશે ઘણાં ઓછા લોકો પાસે વિગતો છે તો તમામ સીટીમાં ઉપલબ્ધ વિગતોને આધારે લોકલ અમેરિકન સિસ્ટમને અમલમાં લાવવાની જરૂર છે તો આવનારા સમયમાં મંદીને પહોચી વળવા માટેનો આગોતરો પ્લાન તૈયાર રહી શકે.
5 / 5
જણાવવું રહ્યું કે પહેલા જે કારમાં ચિપ લાગતી હતી તે જાપાન કે ચીનમાં વધારે બનતી હતી પરંતુ મેક્સિકોમાં તેનું લોકલ સ્તર પર પ્રોડક્શન શરૂ થયા બાદ કારની કિંમતમાં પણ ફરક જોવા મળ્યો. સાથે જ મેક ઈન યુએસએનાં કારણે ગુણવત્તા પણ સુધરી ગઈ. આમ, બિઝનેસનાં પ્લેટફોર્મ પરથી ભારતના ઉદ્યોગોની રણનીતિને અનુસરવા માટે હાંકલ કરવામાં આવી હતી.