AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના સૌથી મોટા ખેડૂત Bill Gates નું હજારો એકરનું ખેતર અંતરીક્ષમાંથી પણ દેખાય છે!

એક રીપોર્ટ અનુસાર અમેરિકાના 18 રાજ્યોમાં Bill Gates પાસે ખેતીની જમીન છે. બિલ ગેટ્સ અમેરિકાના સૌથી મોટા ધનિક સાથે સૌથી મોટા ખેડૂત પણ છે.

અમેરિકાના સૌથી મોટા ખેડૂત Bill Gates નું હજારો એકરનું ખેતર અંતરીક્ષમાંથી પણ દેખાય છે!
FILE PHOTO : Bill and Melinda Gates
| Updated on: Jun 11, 2021 | 7:19 PM
Share

Bill Gates, આ નામથી કોણ પરિચિત નથી? વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સે તાજેતરમાં જ પત્ની મેલિન્ડા ગેટ્સ સાથેના 27 વર્ષ જુના સંબંધોને તોડીને છૂટાછેડાની ઘોષણા કરી હતી. પરંતુ અહી આપણે વાત કરવાની છે ખેડૂત બિલ ગેટ્સની, એ જ બિલ ગેટ્સ જે અમેરિકાના સૌથી મોટા ધનિક સાથે સૌથી મોટા ખેડૂત પણ છે. બિલ ગેટ્સ પાસે એટલું મોટું ખેતર છે કે તે અંતરીક્ષમાંથી પણ દેખાય છે.

Bill Gates અમેરિકાના સૌથી મોટા ખેડૂત Bill Gates અમેરિકાના સૌથી મોટા ખેડૂત છે. બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ પાસે 269,000 એકર ખેતીની જમીન છે. તે તેના ખેતરમાં બટાટા ઉપરાંત ગાજર અને ડુંગળી પણ મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. મેકડોનાલ્ડ (McDonald) ની ફ્રેન્ચ ફ્રાઈસ માટે આવતા બટાટા બિલ ગેટ્સના ખેતરમાંથી આવે છે. આ સિવાય તેમના ખેતરોમાં અનેક પ્રકારના પાક ઉગાડવામાં આવે છે.

Bill Gates farm also visible from space

અંતરીક્ષમાંથી પણ દેખાય છે Bill Gates નું ખેતર!

અંતરીક્ષમાંથી પણ દેખાય છે Bill Gates નું ખેતર બિલ ગેટ્સના ખેતરનું નામ Washington છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ ગેટ્સનું આ ખેતર એટલું મોટું છે કે અંતરીક્ષમાંથી પણ આ ખેતર દેખાય છે. એક રીપોર્ટ અનુસાર અમેરિકાના 18 રાજ્યોમાં બિલ ગેટ્સ પાસે ખેતીની જમીન છે. બિલ ગેટ્સ Louisiana ની 70,000 એકર જમીનમાં સોયાબીન, મકાઈ, કપાસ અને ડાંગરની ખેતી કરે છે. Nebraska ના 20,000 એકર ખેતર અને Washington 14,000 એકર જમીનમાં સોયાબીન સાથે બટાટાની ખેતી કરે છે, જેનો સપ્લાય મેકડોનાલ્ડ (McDonald)ને કરવામાં આવે છે.

Bill Gates Majestic house in Medina, Washington

66,000 એકરમાં ફેલાયેલું છે બિલ ગેટ્સનું આલીશાન ઘર

66,000 એકરમાં ફેલાયેલું છે બિલ ગેટ્સનું આલીશાન ઘર બિલ ગેટ્સે તાજેતરમાં જ પત્ની મેલિન્ડા ગેટ્સ સાથેના 27 વર્ષ જુના સંબંધોને તોડીને છૂટાછેડાની જાહેરાત કરી હતી. હાલમાં તે વોશિંગ્ટનના મદીનામાં 66,000 એકરમાં બનેલા પોતાના આલીશાન ઘરમાં સમય પસાર કરી રહ્યાં છે. બિલ ગેટ્સનું આલીશાન ઘર તે પેસિફિક લોજ-શૈલીમાં બનાવવામાં આવ્યું છે.

તળાવના આગળના ભાગની સામે હોવાને કારણે બિલ ગેટ્સના ઘરના દૃશ્યો ખૂબ સુંદર છે.બિલ ગેટ્સનું મકાન બનાવવામાં સાત વર્ષ લાગ્યા હતા. આશરે 300 જેટલા કામદારોએ બિલ ગેટ્સનું ઘર બનાવ્યું છે, જેમાં 100 થી વધુ ઇલેક્ટ્રિશિયન હતા. એવું કહેવામાં આવે છે કે અહીં 52 માઇલ જેટલી લંબાઈના ઓપ્ટિક કેબલ નાખવામાં આવ્યાં છે.

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">