AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New York: અમેરિકામાં પાકિસ્તાની ડોક્ટરને 18 વર્ષની સજા, ISISની મદદથી કરી રહ્યો હતો મોટા હુમલાનું પ્લાનિંગ

જાન્યુઆરી 2020 અને માર્ચ 2020 ની વચ્ચે, મસૂદે (Muhammad Masood) આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે વિદેશ પ્રવાસની સુવિધા માટે એક એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો. મસૂદે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ અલ-શામ (ISIS) માં જોડાવાની તેની ઈચ્છા અંગે અનેક નિવેદનો આપ્યા અને નિયુક્ત આતંકવાદી સંગઠન અને તેના નેતા પ્રત્યે વફાદારીનું વચન આપ્યું.

New York: અમેરિકામાં પાકિસ્તાની ડોક્ટરને 18 વર્ષની સજા, ISISની મદદથી કરી રહ્યો હતો મોટા હુમલાનું પ્લાનિંગ
New YorkImage Credit source: Freepik
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 7:15 PM
Share

America News: પાકિસ્તાનના (Pakistan) એક ડોક્ટરને ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંબંધ રાખવા અને અમેરિકા પર હુમલાનું કાવતરું ઘડવા બદલ 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. H-1B વિઝા પર અમેરિકામાં કામ કરતા 31 વર્ષીય ડોક્ટરનું નામ મોહમ્મદ મસૂદ છે. કોર્ટના દસ્તાવેજો મુજબ મસૂદ પાકિસ્તાનમાં લાઈસન્સ પ્રાપ્ત તબીબી ડોક્ટર હતો અને H-1B વિઝા હેઠળ મિનેસોટાના રોચેસ્ટરમાં મેડિકલ ક્લિનિકમાં રિસર્ચ એસોસિયેટ તરીકે કામ કરતો હતો. મસૂદ 2020ની શરૂઆતમાં ISISના સંપર્કમાં આવ્યો હતો.

અમેરિકામાં પાકિસ્તાની ડોક્ટરને 18 વર્ષની સજા

મસૂદે ગયા વર્ષે ઓગસ્ટમાં તેનો ગુનાનો સ્વીકાર કર્યો હતો અને વરિષ્ઠ ન્યાયાધીશ પોલ એ. મેગ્ન્યુસન સમક્ષ તેને સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ મસૂદે 18 વર્ષની સજાની સંપૂર્ણ મુદત પૂરી કરવી પડશે નહીં. સજા તરીકે તેને પાંચ વર્ષ સરકારી દેખરેખ હેઠળ પસાર કરવા પડશે. મસૂદે ઈન્ટરનેટ પર ખોટી ઓળખ હેઠળ અમેરિકા વિરુદ્ધ સતત અભિયાન ચલાવ્યું હતું. તે સોશિયલ મીડિયા પર આઈએસના નેતૃત્વના સંપર્કમાં પણ હતો.

ISISની મદદથી કરી રહ્યો હતો મોટા હુમલાનું પ્લાનિંગ

મસૂદે યુનાઈટેડ સ્ટેટ્સમાં “લોન વુલ્ફ” આતંકવાદી હુમલા કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેને આઈએસ નેતાઓને અમેરિકા પર હુમલો કરવાની અપીલ કરી હતી. મસૂદનો પ્લાન હતો કે તે એકલો તોડફોડ કરશે. તે વર્ષના ફેબ્રુઆરીમાં, મસૂદે શિકાગો, ઈલિનોઇસથી જોર્ડનની રાજધાની અમ્માનની પ્લેનની ટિકિટ ખરીદી. ત્યાંથી તેને સીરિયા જઈને આઈએસના કેમ્પમાં ટ્રેનિંગ લેવાનો પ્લાન બનાવ્યો હતો. મસૂદે પોતાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો. કારણ કે જોર્ડન સરકારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. મસૂદ થોડા મહિના પછી પકડાયો.

આ પણ વાંચો : London News: પૂર્વ લંડનના બિઝનેસ સેન્ટરની ટેરેસ પર લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં, જુઓ Video

જાન્યુઆરી 2020 અને માર્ચ 2020 ની વચ્ચે મસૂદે આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે વિદેશ પ્રવાસની સુવિધા માટે એક એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો. મસૂદે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ અલ-શામ (ISIS) માં જોડાવાની તેમની ઈચ્છાને લઈને અનેક નિવેદનો આપ્યા અને નિયુક્ત આતંકવાદી સંગઠન અને તેના નેતા પ્રત્યે વફાદારીનું વચન આપ્યું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">