Breaking news : યુએસ આર્મીના 2 બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ, 9 સૈનિકોના મોત

અમેરિકાના કેન્ટુકીમાં યુએસ આર્મીના બે બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયા છે. નિયમિત તાલીમ ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 9 જવાનોના મોત થયા છે.

Breaking news : યુએસ આર્મીના 2 બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ, 9 સૈનિકોના મોત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 8:27 PM

યુએસ આર્મીના 2 હેલિકોપ્ટર ક્રેશ થયા છે. આ અકસ્માતમાં 9 જવાનોના મોતના સમાચાર છે. આ ઘટના કેન્ટુકીમાં બની હતી. આ ઘટના ટ્રેનિંગ મિશન દરમિયાન બની હતી. 101 એરબોર્ન ડિવિઝને ટ્વિટ કરીને તેની પુષ્ટિ કરી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે 101માંના 2 એરક્રાફ્ટ ગઈકાલે રાત્રે અકસ્માતનો ભોગ બન્યા હતા. અત્યારે અમારું ધ્યાન જવાનો અને તેમના પરિવારો પર છે જેઓ આમાં સામેલ હતા. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

અમેરિકન સમય અનુસાર આ ઘટના બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ અકસ્માત કેન્ટુકીના ટ્રિગ કાઉન્ટીમાં થયો હતો. બંને હેલિકોપ્ટર ફોર્ટ કેમ્પબેલથી લગભગ 48 કિલોમીટર દૂર હતા. ફોર્ટ કેમ્પબેલ ટેનેસી સરહદ નજીક સ્થિત છે.

આ પણ વાંચો : ફિલિપાઈન્સમાં 250 મુસાફરોને લઈને જતી બોટમાં લાગી આગ,12 લોકોના મોત, જીવ બચાવવા પાણીમાં કૂદેલા ઘણા લાપતા

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દુર્ઘટના સ્થળથી થોડે દૂર રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે દુર્ઘટના પહેલા તેણે બંને હેલિકોપ્ટરને તેના ઘરની ઉપરથી ઉડતા જોયા હતા. હું અને મારી પત્ની બેઠા હતા અને મેં કહ્યું વાહ, બે હેલિકોપ્ટર ખૂબ જ નીચે દેખાય છે અને બંને એકબીજાની નજીક છે.

તેણે આગળ કહ્યું કે થોડી વાર પછી અમે જોયું કે આકાશમાં ફટાકડા જેવું લાગતું હતું. હેલિકોપ્ટરની બધી લાઈટો ઓલવાઈ ગઈ. જાણે તે અચાનક ગાયબ થઈ ગયો હતો. પછી અમે અગ્નિના ગોળા જેવી ચમક જોઈ. આ પ્રકારની તાલીમ થાય છે અને હેલિકોપ્ટર પણ નીચે ઉડે છે પરંતુ બે હેલિકોપ્ટર ખૂબ નજીક નથી. અમે બંનેને એક પછી એક સાથે જોયા. પ્રથમની પાછળ જ બીજો આવ્યો. પછી બંને એક સાથે ઉડવા લાગ્યા.

ગયા મહિને પણ અલાબામા હાઈવે પર એક બ્લેક હોક હેલિકોપ્ટર ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું હતું. જેમાં ટેનેસી નેશનલ ગાર્ડના 2 પાયલટ શહીદ થયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">